SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૭૯૦ થી ૭૯૫ જગદ્ગુરુ હીરવિજયસૂરિ ૩૫ માર્ગની પ્રરૂપણા કરતો હોય ?” એવા તેના પ્રશ્નના ઉત્તરમાં એક સભાજને જૈનોમાં હીરવિજયસૂરિ છે એમ જણાવ્યું. ૭૯૨. બીજી વાત એ છે કે - એક દિવસે અકબર બાદશાહે એક શ્રાવિકા કે જેણે છમાસી તપ કર્યો હતો તેનું સરઘસ જોયું. સુખાસનમાં તે ચાંપાબાઇ (થાનસિંહની મા) બેઠી હતી ને વાદ્ય વાજતાં હતાં. છ માસનું અનાજ વગર ઉપવાસ કરવાનું તપ-એ કેમ બને તેનું કુતૂહલ થતાં ચાંપાબાઈને પૂછતાં જણાયું કે દેવગુરુના મહિમાથી તેમ બન્યું છે. દેવ તે ઋષભદેવ અને ગુરુ તે હીરવિજયસૂરિ છે. ચાંપાને પોતાને ત્યાં બોલાવી તેના તપની ખાત્રી કરી જોઇ. અકબરશાહને હવે હીરવિજયસૂરિનાં દર્શન કરવા ઉત્કટ ઇચ્છા થઈ. (જગદ્ગુરુ કાવ્ય, ઋષભદાસકૃત રાસ, વિદ્યાસંદકૃત શલોકો વગેરે.) ૭૯૩. આ વખતે હીરવિજયસૂરિએ પાટણમાં વિજયસેનસૂરિને ગચ્છભાર સોંપી લાટ દેશના ગંધાર બંદરમાં ચોમાસું કર્યું હતું, તેથી તેમને રાજીખુશીથી મોકલવા બાદશાહે ગૂજરાતના સૂબા સાહિબખાન (શિઆબખાન-શિયાબુદિન અહમદખાન) પર પોતાનું ફરમાન દૂતો દ્વારા અમદાવાદ (અકમિપુર) મોકલ્યું. સાહિબખાને અમદાવાદના મુખ્ય શ્રાવકોને બોલાવી જણાવતાં તે શ્રાવકોને ગંધાર જઇ આચાર્યને અકબર બાદશાહના આમંત્રણની વાત કરી. વાટાઘાટ થઇ. (કોઇએ કહ્યું કે એ સ્વેચ્છ સુલતાન પાસે જવામાં ભય છે માટે વહાણમાં બેસી દીવ ચાલ્યા જવું.) વળી કેટલાક શ્રાવકોએ જણાવ્યું કે “પાતશાહને પ્રતિબોધવો ઘટે; સંતપુરુષો સ્વભાવથી જ સર્વના પર ઉપકાર કરે છે. જે કારણે પાતશાહ શ્રીમદ્ માટે સમુત્કંઠ છે તે કારણે શ્રીમદે તેની પાસે જઈ તેના પર ઉપકાર કરવો ઘટે, આપની દેશનાની શાહના હૃદયમાં પ્રતિષ્ઠા થશે.” આચાર્ય વિચાર્યું કે પોતાના જવાથી ઉપદેશને કારણે જૈનશાસનનો ઉદય થશે અને હિંસક પ્રચંડ આશયવાળા દંડ આપતા એવા અકબરના હૃદયમાં દયા મૂકી શકાશે - જૈનધર્માભિમુખ તેને કરી શકાશે તેથી જણાવ્યું “અકબર બાદશાહે મને ખાસ બોલાવેલ છે, મારે પણ પ્રાચ્ય દેશમાંના જિનોનાં દર્શન કરવાનાં છે. તેથી મારા જવાથી ધર્મબુદ્ધિ થશે માટે મારા જવામાં નિષેધ દર્શાવતી ના કોઇએ ભણવી નહિ.' ૭૯૪. આચાર્ય વિહાર કરી મહી નદી ઉતરી વડદલું ગામ થઈ અમદાવાદ આવ્યા. સિતાબખાને માનપૂર્વક બોલાવી આદરથી વાત કરી “સૂરિ જે કંઈ માગે તે આપી ફત્તેપુર મારી સમીપે મોકલો એમ બાદશાહનું આમંત્રણ છે તો દ્રવ્ય, રથ, હાથી, અશ્વ, પાલખી વગેરે આપને માટે તૈયાર છે'; ત્યારે આચાર્ય ઉત્તર આપ્યો. “મોક્ષકામી જૈન સાધુઓ તેનો કિંચિત્માત્ર સ્પર્શ ન કરે-તજે, માટે અમારા કાજે લાવેલી કોઇપણ ચીજ મોક્ષહેતુ ન હોવાથી અમારે માટે નકામી છે.” પછી ત્યાંથી ફત્તેપુર જવા ૪૮૬. સમ્રાટે વિવિધ ધર્મોનાં રહસ્યો સમજી લઈ ઈ.સ. ૧૫૭૯ (સં. ૧૬૩૫)માં “દીને ઈલાહી' (ઈશ્વરનો ધર્મ) એ નામનો નૂતન ધર્મપ્રચલિત કર્યો હતો. આ ધર્મ એક પ્રકારનો સુધરેલો હિંદુ ધર્મ જ હતો. “જ્યાં સુધી ભારતમાં અનેક જાતિઓ તથા ધર્મો રહેશે ત્યાં સુધી મારું મન શાંત નહિ થાય' અને જાતીય જીવન તૈયાર કરવામાં ધર્મ જેવું અન્ય એક પણ ઉપયોગી સાધન નથી, એટલા માટે તેણે રાજનીતિને આગળ કરી, શક્તિનો સંચય કરવાની ભાવનાપૂર્વક હિંદુ તથા મુસલમાનોને એક ધર્મ દ્વારા સંમિલિત કરવાનો ભગીરથ પ્રયત્ન કર્યો હતો-જુઓ બંકિમચંદ્ર લાહિડીકૃત અને સુશીલ અનુવાદિત “સમ્રાટ અકબર” નામના પુસ્તકનું “ધર્મ નીતિ” એ નામક પ્રકરણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy