SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૩૫૪ પોતાના ૩૦ (૨૫) સાધુઓ સહિત શિષ્ય બની ઉદ્યોતવિજય નામ રાખ્યું. આનો ઉત્સવ અકબર બાદશાહનાં માન્ય (આગ્રાથી અકબર બાદશાહ સાથે આવેલ રાજમાન્ય) સ્થાનસિંહે કર્યો. (સં. ૧૬૨૮૨૯માં અકબર બાદશાહે ગૂજરાત પ્રાન્તને સંપૂર્ણ સર કર્યો ને ત્યારથી મરાઠાઓએ અમદાવાદ સં. ૧૮૧૪માં કબજે લીધું ત્યાં સુધી મોગલ બાદશાહો જેને સૂબા તરીકે મોકલતા તેનું રાજ્ય ચાલતું.) ૭૯૦. ત્યાર પછીના દશ વર્ષમાં જે કંઈ બન્યું તેનો કંઇક ખ્યાલ હીરસૌભાગ્ય સિવાયનાં બીજાં સાધનો (ઋષભદાસકૃત રાસ આદિ) આપે છે :-આઠ વર્ષનાને દીક્ષા આપવાની ખંભાતના શિતાબખાનને ફર્યાદ થતાં હીરવિજયસૂરિને ૨૩ દિવસ ગુપ્ત રહેવું પડ્યું. સં. ૧૬૩૦માં બોરસદમાં તેઓ હતા ત્યારે કર્ણઋષિના શિષ્ય જગમાલ ઋષિને ગચ્છ બહાર કરતાં ત્યાંના હાકેમને ફર્યાદ કરતાં સૂરિજીને બોરસદ છોડવું પડયું. પાછળ ઘોડેસ્વાર આવ્યા. આખરે ઘોડેસ્વાર સમજી જઈને પાછા ગયા. પછી ખંભાત આવ્યા. સં. ૧૬૩૧માં ખંભાતમાં ૧૧ જણને અને અમદાવાદમાં ૧૮ જણને એકી સાથે દીક્ષા આપી. અમદાવાદના દીક્ષિતોમાં સોમવિજય, કીર્તિવિજય (વિનયવિજય ઉ. ના ગુરુ), ધનવિજય આદિ હતા ત્યાંથી પાટણ થઈ કુણગેર આવતાં ત્યાં ચોમાસું રહેલ અન્ય ગચ્છના કે યતિઓના સોમસુંદર નામના આચાર્યને વંદન કરવાનું નાકબૂલ કરતાં તેણે પાટણના કલાખાનને હીરવિજયે વરસાદ અટકાવ્યાની વાત કરી ઉશ્કેર્યો. સૂરિ રાતોરાત ચાલી વડાવલી આવ્યા, ત્યાં એક ઘરના ભોંયરામાં ભરાયા. પાછળ દોડાવેલા ઘોડેસ્વારોને પત્તો ન મળતાં તે પાછા ગયા. આમ ત્રણ માસ ગુપ્ત રહેવું પડયું. (સં. ૧૬૩૪) આજ રીતે સં. ૧૬૩૬માં તેઓ અમદાવાદ આવ્યા ત્યારે તેમણે વરસાદ રોકયો છે એમ કહી કોઇએ ત્યાંના હાકેમ શિહાબખાનને ભંભેર્યો ને એક શ્રાવકે તે ભ્રમણા દૂર કરી, ત્યાં તે શ્રાવક અને એક અમલદાર વચ્ચે ઝઘડો થતાં હીરવિજયસૂરિને ઉઘાડા શરીરે નાસવું પડયું. ઘણા દિવસો સુધી તેમને પકડવા માટે ધમાચકડી થઈ. આખરે તેનો અંત આવ્યા પછી શાંતિપૂર્વક વિહાર કરવાની વારી આવી. સં. ૧૬૩૭માં બોરસદમાં આવ્યા ને સં. ૧૬૩૮માં ખંભાતમાં સંઘવી ઉદયકરણે (બુ. ૨, નં. ૧૧૨૨) ચંદ્રપ્રભ ભ.ની પ્રતિષ્ઠા તેમને હાથે કરાવી અને આબૂ ચિત્તોડ વગેરેની યાત્રા માટે સંઘ કાઢ્યો. આચાર્ય ખંભાતથી સં. ૧૬૩૮માં લાટ (લાડ) દેશના ગંધાર નામના બંદરમાં પધાર્યા. ૭૯૧. ગૂર્જર જનપદની પૂર્વે મેવાતમંડલ-દિલ્લીદેશમાં રાજધાની દિલ્હીમાં સર્વ પ્રતિપક્ષોને જીતી અકબર નામનો મુદ્દગલેંદ્ર (મોગલોમાં શ્રેષ્ઠ) બાદશાહ એકચકવે રાજ કરતો હતો. ત્યાંથી તેણે આગરામાં કેટલાંક વર્ષોથી સ્થિતિ કરી હતી. આગરા પાસે શિલ્પી પાસે પોતાની આજ્ઞાથી બાર ગાઉમાં ડાબર નામનું સરોવર ખોદાવી તેની પાસે શ્રીકરી (સીકરી) નામનું નગર વસાવી ત્યાં રહેવા લાગ્યો. પોતે સર્વત્ર વિજય કર્યો તે ખાતર તેનું નામ ફત્તેપુર સીકરી આપ્યું. એ સમ્રાટ અકબર મોક્ષસાધક માર્ગ એવા ધર્મનો વિશેષ પરિચય લેવાની ઇચ્છાથી રાજસભામાં વિદ્વાનોને બોલાવી શાસ્ત્રગોષ્ઠી કરતો હતો. મારા મહામંડલમાં સર્વ દર્શનોમાં એવો કોઈ પ્રસિદ્ધ સાધુ મહાત્મા છે કે જે નિષ્પાપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy