SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૭૮૮ થી ૭૮૯ જગદ્ગુરુ હીરવિજયસૂરિ ૩૫૩ પોતાની બહેનને ત્યાં જતાં તપાગચ્છના વિજયદાનસૂરિનો ઉપદેશ સાંભળી સંસારત્યાગ કરવાનો નિશ્ચય કર્યો. તેની બહેને ઘણું સમજાવવા છતાં નિશ્ચય ન ડગ્યો એટલે તેણીએ તથા અન્ય સગાંએ આજ્ઞા આપી અને તે સૂરિ પાસે તેણે સાધુ દીક્ષા લીધી. સં. ૧૫૯૬. (જગદ્ગુરુ કાવ્ય કહે છે કે આ વખતે પિતા વિદ્યમાન હોઇ બહેને તેને કુટુંબસહિત પાટણ બોલાવ્યા. પુત્રે પિતા બહેન વા માતાને પ્રબોધી અનુમતિ લઇ દીક્ષા લીધી.) મુનિ હીરવર્ષે ગુરુ પાસે સમગ્ર વાડ્મયશાસ્ત્રનો અભ્યાસ કર્યો. ગુરુએ પછી ધર્મસાગર મુનિ સાથે દક્ષિણના દેવિગિરમાં નૈયાયિક બ્રાહ્મણ પાસેથી ન્યાય શીખવા જવા આજ્ઞા આપી. ત્યાં વિધવિધ પ્રમાણશાસ્ત્રો-તર્કપરિભાષા, મિતભાષિણી, શશધર, મણિકંઠ, વરદરાજી, પ્રશસ્તપાદ ભાષ્ય, વર્ધમાન, વર્ધમાનેન્દ્વ, કિરણાવલી પ્રમુખનું અધ્યયન કરી બ્રાહ્મણ પંડિતને સારૂં પારિતોષિક અપાવ્યું. તે પંડિતે ચિંતામણિ નામનો ગ્રંથ આપ્યો. લક્ષણ (વ્યાકરણ), સામુદ્રિક, જ્યોતિષ અને રઘુવંશાદિ કાવ્યોમાં પણ નિપુણતા મેળવી. આ અભ્યાસનું ખર્ચ ત્યાંના સંઘે અને શેઠ દેવસી તથા તેની પત્નીએ આપ્યું. પછી મરૂદેશમાં ગુરુ પાસે જતાં ગુરુએ તેમને નડુલાઇ (નારદપુર)માં સં. ૧૬૦૭માં પંડિતનું પદ આપ્યું, અને ત્યાર બાદ ત્યાં સં. ૧૬૦૮માં વાચક-ઉપાધ્યાય પદ આપ્યું; બે વર્ષ પછી સં. ૧૬૧૦માં સિરોહીમાં આચાર્ય પદે સ્થાપી નામ હીરવિજયસૂરિ આપ્યું. તેનો ઉત્સવ હૂદા રાજાના જૈન મંત્રી ચાંગા નામના સંઘવીએ કર્યો કે જે ચાંગો રાણપુરના પ્રસિદ્ધ પ્રાસાદના કરનાર સં. ધરણાકનો વંશજ હતો. રાજાએ પોતાના રાજ્યમાં પ્રાણીઓની હિંસાનો નિષેધ કર્યો. પછી બંને આચાર્યો પાટણ જતાં ત્યાં રાજઅમલ કરતા પઠાણ યવન શેરખાન (અહમદશાહ બીજાના વખતમાં પાટણનો સૂબેદાર) ના સચિવ સમરથ ભણશાલીએ ગચ્છાનુજ્ઞા મહોત્સવ કર્યો. સુરત અને પછી વડલી જતાં ત્યાં સં. ૧૬૨૧માં વિજયદાનસૂરિ સ્વર્ગસ્થ થતાં હીરવિજયસૂરિ તપાગચ્છના નાયક થયા. ડીસા, અને અનુક્રમે વિહાર કરતાં અમદાવાદ આવી સં. ૧૬૨૮માં વિજયસેનને આચાર્યપદ આપ્યું અને લુંપાક (લોંકા) ગચ્છના મેઘજી ઋષિએ પોતાનો મૂર્ત્તિનિષેધક ગચ્છ તજી હીરવિજયસૂરિનો ૪૮૫. સંસ્કૃતમાં ૧ સં. ૧૬૪૬ માં પદ્મસાગરકૃત જગદ્ગુરુકાવ્ય, જે કાવ્ય હીરવિજયસૂરિ અકબર બાદશાહ પાસેથી છેવટના પાછા ફરી ગૂજરાત આવવાના સમાચાર સાંભળી કવિએ માંગરોળમાં રચી તે સૂરિને ભેટ તરીકે અર્પણ કર્યું હતું. ૨ સં. ૧૬૪૬-૪૮ ધર્મસાગરકૃત તપાગચ્છ પટ્ટાવલી ૩ શાંતિચંદ્રકૃત કૃપારસકોશ ૪ દેવવિમલકૃત હીરસૌભાગ્ય મહાકાવ્ય કે જેનો ઉલ્લેખ ઉક્ત ધર્મસાગરીય પટ્ટાવલીમાં પણ કર્યો છે તેથી તેની પહેલાં એટલે સં. ૧૬૪૬ પહેલાં રચાતું આવતું હશે એમ જણાય છે અને તેના પર સ્વોપશ ટીકા કર્તાએ વિજયદેવસૂરિના રાજ્યમાં (સં. ૧૬૭૧ કે તે પછી) પૂરી કરી. ૪ હેમવિજયકૃત વિજયપ્રશસ્તિના ૧૬ સર્ગ. ગૂજરાતીમાં દયાકુશલકૃત લાભોદય રાસ સં. ૧૬૪૯, કૃષ્ણદાસકૃત દુર્જનશાલ બાવની સં. ૧૬૫૧, વિવેકહર્ષકૃત હીરવિજયસૂરિનો નાનો રાસ-નિર્વાણ સજઝાય સં. ૧૬૫૨, કુંવરવિજયકૃત શ્લોકો, વિદ્યાણંદકૃત શ્લોકો. જયવિજયકૃત હીરવિજયસૂરિ પુણ્યખાનિ વગેરે. ત્યારપછી ઋષભદાસે હીરસૌભાગ્ય પરથી ગૂજરાતીમાં મોટો હીરવિજયસૂરિનો રાસ સં. ૧૬૮૫ માં બીજી હકીકતો સહિત ખંભાતમાં રચ્યો. ગુણવિજયે સંસ્કૃતમાં ઉક્ત વિજયપ્રશસ્તિમાં બીજા ૫ સર્ગ પોતાના ઉમેરી કુલ ૨૧ સર્ગ ૫૨ ટીકા રચી સં. ૧૬૮૮. આ ઉપરાંત અકબર બાદશાહનાં ફરમાનો, સૂરિના પ્રતિષ્ઠાલેખ વગેરે અનેક છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy