SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ હીરવિજયસૂરિનું વૃત્તાંત. (હૈરકયુગ - સં. ૧૬૦૧ થી ૧૭૦૦) गच्छेऽस्मिन्नथ चारुहीरविजया भट्टारकत्वं गता, निर्ग्रन्थान् द्विसहस्रमानगणितान् संशिक्षयन्त्यादृताः । वाक्यै र्हचितैर्मितै हितकरै जैंनेरिवाकर्कशै- श्चारित्रोपकृतिप्रदानविधिना सन्तोषयन्ति क्रमात् ॥ ३८ ॥ देशे यत्र पुरेषु येषु विहृतिं चक्रुस्त्विमे सूरयः, सप्तक्षेत्रधनव्ययो धनिकृतस्तत्राऽभवत्तेषु वा । जीवाऽमारिरहर्निशं व्रतकृति दनोद्धृतिर्भाविनां प्रासादोद्धरणं च भक्तिकरणं साधर्मिकाणां पुनः ॥ ३९ ॥ ईदृग् देव इहाऽस्ति बिम्बरचनाध्येयोऽधुना सिद्धिद - श्चित्ते मे सुगुरुस्तु संयमधनः स्वान्यात्मतुल्याशयः । मित्रे शत्रुचये समोऽश्मनि मणौ स्त्रैणे तृणौधे पुन र्नाम्ना साम्प्रतमस्ति हीरविजयाचार्यः सुसाधूत्तमः ॥ १३१ ॥ -પદ્મસાગર-નાવવુાવ્યું. સં. ૧૬૪૬ પ્રકરણ ૧ - આ ગચ્છમાં સુન્દર એવા હીરવિજય ભટ્ટારકપણાને પામ્યા કે જેઓ આદર પામીને બે હજાર જેટલા નિર્રન્થસાધુઓને સંશિક્ષણ આપે છે અને ક્રમે હૃદયરૂચિર મિત હિતકર અને જિનની પેઠે અકર્કશ વાક્યોથી ચારિત્ર એટલે દીક્ષા રૂપી ઉપકારના પ્રદાનની વિધિ વડે સંતોષ પમાડે છે. જે જે દેશમાં જે જે શહેરમાં આ સૂરિએ વિહાર કર્યો ત્યાં ત્યાં ધનિકો સાતે ક્ષેત્રોમાં ધનનો વ્યય કરતા, તથા જીવની અમારિ, હમેશાં વ્રતગ્રહણ દીનોનો ઉદ્ધાર, ભવિકોથી પ્રાસાદોનો ઉદ્ધાર અને સ્વધર્મીઓની ભક્તિનું કાર્ય થતાં હતાં. -(ચાંપાબાઈ અકબરને કહે છે કે) આવા અમારા દેવ છે કે જેની પ્રતિમા રચીને જેનું અમે ધ્યાન ધરીએ છીએ અને જે સિદ્ધિ આપે છે, તથા અમારા ચિત્તમાં હમણાં સુગરુ તો સુસાધુઓમાં ઉત્તમ એવા હીરવિજયાચાર્ય નામના છે કે જેમનું ધન તે સંયમ જ છે, જેમનો આશય પોતાના અને પારકાને આત્મતુલ્ય ગણવાનો છે, અને જેઓ મિત્ર અને શત્રુના સમૂહને, પથ્થર અને મણિને, સ્ત્રી અને તૃણમાં સમદૃષ્ટિ છે. ૭૮૮. આચાર્ય સંબંધી વૃત્તાંત આપતાં સમકાલીન સાધનો અનેક છે.૪૮૫ તેથી તેમની સવિસ્તર હકીકતો પુષ્કળ મળી શકે છે કે જેના માટે એક હોટું પુસ્તક લખી શકાય. અહીં તો ટુંકમાં તે સર્વ ૫૨થી-મુખ્યપણે હીરસૌભાગ્યમાંથી સાર રૂપે જણાવીશું. ૭૮૯. પાલણપુરમાં કુંરા નામના ઓસવાલને ત્યાં માતા નાથીબાઈથી સં. ૧૫૮૩માં જન્મ પામી હીરો તેર વર્ષનો થયો ત્યારે માતાપિતા બે પુત્ર ને બે પુત્રી મૂકી સદ્ગત થયા હતા. તેણે પાટણ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy