________________
વિભાગ ૬ઠ્ઠો
હૈરકયુગ (સં. ૧૬૦૧ થી ૧૭૦૦) ‘ભાષા’ સાહિત્યનો મધ્યકાલ.
दृष्टिपूतं न्यसेत्पादं वस्त्रपूतं पिबेज्जलम् । सत्यपूतं वदेद्वाक्यं मनःपूतं समाचरेत् ॥
-બરાબર નજર રાખી ડગલું ભરવું, વસ્ત્રગાળ જળ પીવું, સત્કથી પવિત્ર થયેલું વાક્ય વદવું અને મનની પવિત્રતાપૂર્વક આચરણ કરવું. [નીતિશાસ્ત્ર-મનુસ્મૃતિ. હીરસૌભાગ્ય ટીકા રૃ. ૬૫૦] कविता वनिता गीतिः स्वयमेवागता वरम् । बलादाकृष्यमाणापि सरसा विरसा भवेत् ॥ -કવિતા, વનિતા, સંગીત (ગાન) સ્વયમેવ આવે તો સારાં; બલથી ખેંચવામાં આવે તો રસવાળાં હોય તે પણ નિરસ બને છે. [સૂક્ત. હીરસૌભાગ્ય ટીકા પૃ. ૬૮૧] દેવવિમલ નામના સ્વદેશાભિમાની કવિ ગૂજરાતના વર્ણનમાં (પોતાના હીરસૌભાગ્ય કાવ્યના પ્રથમ સર્ગમાં) કહે છે કે
तद्दक्षिणार्धे सुरगेहगर्वसर्वंकषो गूर्जरनीवृदास्ते । श्रियेव रन्तुं पुरुषोत्तमेन जगत्कृताकारि विलासवेश्म ॥ २३ ॥ अशेषदेशेषु विशेषितश्री र्यो भंजिमानं वहते स्म देशः । आक्रान्तदिक्चक्र इवाखिलेषु वसुंधराभर्त्तृषु सार्वभौमः ॥ २४ ॥
તે (ભરતક્ષેત્ર)ના દક્ષિણ અર્ધભાગમાં સ્વર્ગના ગર્વનું સર્વ રીતે અપહરણ કરનાર ગુર્જર દેશ એવો છે કે જાણે પુરુષોત્તમ-વિષ્ણુ સાથે લક્ષ્મીને ક્રીડા કરવા માટે જગત્કર્તાએ બનાવેલું વિલાસભવન. જેમ સર્વ ભૂમિના ઈશ સાર્વભૌમ ચક્રવર્ત્તિ આક્રાન્ત-સ્વબળથી દિચક્ર જીતેલું હોવાથી સર્વ ભૂપાલોમાં વિશેષ શ્રીમાન્ હોય છે તેમ સર્વ દેશોમાં આ (ગૂર્જરમંડલ) દેશ પોતાના મહત્ત્વથી દિશાઓના ચક્ર-મંડલને આક્રાન્ત-વ્યાપ્ત કરેલું હોવાથી સાર્વભૌમ પેઠે વિશેષ શ્રીમાન્-ધનધાન્યાદિકથી સંપત્તિમાન્ દેશ તરીકે ચારૂતા-સુંદરતા વહે છે.
આચાર્યશ્રી આનંદશંકર કહે છે કે “ગૂજરાતી ગીર્વાણ વાવીની સેવા અલ્પ નથી અને તેથી આપણે પણ દેવવિમલગણિના શબ્દોમાં સહજ ફેરફાર કરીને સાભિમાન આનન્દપૂર્વક કહીશું કે આપણો દેશ તે
गीर्वाणवाच: पुरुषोत्तमेन जगत्कृताकारि विलासवेश्म ।
=‘જગત્કર્તા પરમાત્માએ આ દેશને ગીર્વાણવાદેવીનું વિલાસભવન બનાવ્યો છે-''
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org