SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૭૮૦. લાવણ્યસમયે જેમ કરસંવાદ રચ્યો છે તેમ સહજસુંદરે યૌવન-જરા સંવાદ રચ્યો છે. ૭૮૧. લોકકથાનું સાહિત્ય-ભાષામાં વિશેષ થતું જોવામાં આવે છે. જૈનેતર કવિ નરપતિએ સં. ૧૫૪૫માં સો કડીની નંદબત્રીશી રચી ને તેના પર જરા વિસ્તાર કરી ત. હેમવિમલસૂરિના પ્રશિષ્ય સિંહ (સંઘ) કુલે સં. ૧૫૬૦માં તેજ સ્વરૂપમાં તે કથાને ૧૭૨ કડીમાં મૂકી. લાવણ્ય(સમય) મુનિએ સં. ૧૫૪૮માં ૧૪૮ કડીમાં રચેલી નંદબત્રીશી હમણાં પ્રાપ્ત થઇ છે. સ્વતંત્ર પ્રયત્નો તરીકે જિનહરે વિક્રમ પંચદંડ રાસ રચ્યો કે જે શામળભટ્ટની પંચદંડની વાત સાથે સરખાવી શકાય. સં. ૧૫૬૩માં ઉક્ત રાજશીલ ઉપાધ્યાયે ચિત્રકૂટમાં વિક્રમાદિત્ય ખાપરા રાસ રચ્યો. પૌ. વિનયતિલકસૂરિ શિ. ઉદયભાનુએ સં. ૧૫૬૫માં વિક્રમસેન રાસ રચ્યો તે સંબંધે સ્વ. મણિલાલ વ્યાસે લખ્યું છે કે ‘‘તે ૫૬૬ ટુંકનો પ્રબંધ છે તે દરેક રીતે શામળભટ્ટની વાતો સાથે હરીફાઈ કરે તેવો છે; અર્થાત્ આ પ્રબંધની રચના શામળભટ્ટની વાતોથી ઉતરતા પ્રકારની નથી.'' સં. ૧૫૯૬માં સ્વર્ગવાસ પામેલા ત. આનંદવિમલ સૂરિના શિષ્ય ધર્મસિંહે પણ વિક્રમ રાસ રચેલો નોંધાયો છે. આશરે સં. ૧૫૬૨માં કડવાએ અને સં. ૧૫૬૩માં ઉક્ત પદ્મસાગરે લીલાવતી સુમતિવિલાસ રાસ રચ્યા છે. બ્રહ્માણ ગચ્છના ઉક્ત ભાવ ઉપાધ્યાયે મુનિરત્ન સૂરિના સં. અંબડચરિત્ર {પ્ર. હર્ષપુષ્પા.} પરથી અંબડરાસ રચ્યો છે. ૩૪૮ ૭૮૨. આ લોકકથાસાહિત્યને જૈનો મૂળથી ખેડતા આવ્યા છે. ઐતિહાસિક પ્રબંધો રચવાની પ્રણાલિકા તેમણે પાડી હતી અને તે શ્રી હેમચંદ્રાચાર્યના ધ્યાશ્રય કાવ્ય પછી શરૂ થયેલી છે. આ પરથી તેમજ સત્તરમાં સૈકામાં જૈનોએ વિશેષ ખેડેલ લોકસાહિત્યપરથી અઢારમા શતકમાં થયેલ શામળ ભટ્ટ લોકકથાનો આદિ પ્રવર્તક છે. એમ હવે કહી નહિ શકાય. સત્તરમા શતકમાં પણ આવું ઘણું સાહિત્ય જૈનકૃત મળી આવે છે તે તે શતકમાં જણાવીશું. વળી આ જૈનેતર કવિઓ પોતાની વસ્તુ પોતાથી પૂર્વગામી જૈનકૃતિઓ પરથી પણ લેતા હોય, યા જૈન કે જૈનેતરનો સામાન્ય આશ્રય સંસ્કૃત ગ્રંથોનો પણ હોય એ એક બીજાને સરખાવવાથી સમજી શકાશે. ૭૮૩. જૈનો પોતાના આચાર્ય, મહાપુરુષો, મંદિરો, તીર્થો આદિનો ઇતિહાસ પણ કવિતામાં મૂકતા. શ્રી મહાવીરના પ્રશિષ્ય જંબૂ સ્વામી માટે ઉક્ત રત્નસિંહસૂરિ શિષ્ય સં. ૧૫૧૬માં જંબુસ્વામી રાસ, ઉક્ત સહજસુંદરે સં. ૧૫૭૨માં જંબૂ અંતરંગરાસ (વિવાહલો), તે જંબુસ્વામીની પાટ પર થયેલા વજસ્વામીનો રાસ ઉક્ત ધર્મદેવે સં. ૧૫૬૩માં રચેલ છેઃ તે પ્રાચીન પુરુષોની વાત એક બાજુએ રાખીએ, પણ બીજી બાજુ તપાગચ્છના હેમવિમલસૂરિ સંબંધી ફાગ તેમના પ્રશિષ્ય હંસધીરે સં. ૧૫૫૪માં, અને તેમના બીજા પ્રશિષ્ય હંસસોમે પૂર્વ દિશામાં આવેલાં જૈન તીર્થો અને મંદિરો સંબંધે પૂર્વ દેશ ચૈત્યરાસ સં. ૧૫૬૫માં, તેમના ત્રીજા શિષ્ય અનંતહંસે ઇડરગઢના ચૈત્યોનાં વર્ણન રૂપે ઇલા પ્રાકાર ચૈત્યપરિપાટી સં. ૧૫૭૦ લગભગ, ખીમાએ શત્રુંજયનાં મંદિરોની શત્રુંજય ચૈત્યપરિપાટી, આં. ભાવસાગરસૂરિ શિ. લાભમંડને ધનસાર પંચશાલિનો રાસ સં. ૧૫૮૩માં પાર્શ્વચંદ્રે વસ્તુપાલ-તેજપાલ રાસ સં. ૧૫૯૭માં અને તેજ વર્ષમાં ત. આનંદવિમલસૂરિનો રાસ ત. વિજયદાનસૂરિ શિ. વાસણે રચેલ છે. ઉક્ત બ્રહ્મમુનિએ સુધર્મગચ્છ પરીક્ષા ચોપઈ સં. ૧૬૦૦ લગભગમાં રચી છે. www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy