SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૭૭૪ થી ૭૭૯ ગૂર્જર જૈન કવિઓ उ४७ સં. ૧૫૮૮ લગભગ પાર્થચંદ્રસૂરિ શિ. સમરચંદ્ર શ્રેણિકરાસ, સં. ૧૫૯૦ પહેલાં સેવક કૃત ઋષભદેવધવલપ્રબંધ, સં. ૧૫૯૧ માં આનંદપ્રમોદ કૃત શાંતિજિન વિવાહલો, અને ત. સૌભાગ્યહર્ષસૂરિ શિ. સોમવિમલસૂરિએ ધમિલરાસ, આદિ બનાવેલ છે. - ૭૭૭. સં. ૧૫૯૩માં પાર્ધચંદ્રસૂરિ શિ. બ્રહ્મ (વિનયદેવસૂરિએ) સુસઢ ચોપઈ, સં. ૧૫૯૪માં ગંધારમાં ત. સૌભાગ્યહર્ષસૂરિ રાજયે જ કલ્યાણના શિષ્ય કૃતકર્મ રાજાધિકાર રાસ અને ખ. સાધુહર્ષ શિ. રાજશીલે અમરસેન વયરસેન ચો, સં. ૧૫૯૫ માં આગમનચ્છના કવિયણે શાંતજ ગામમાં તેતલી મંત્રી રાસ, સં. ૧૫૯૭ પહેલાં અજ્ઞાત કવિએ પૃથ્વીચંદ્ર ગુણસાગરરાસ, સં. ૧૫૯૭ માં ઉક્ત બ્રહ્મ ચાર પ્રત્યેકબુદ્ધ ચો., સં. ૧૨૯૯માં ઉક્ત વિનયસમુદ્ર તિમરામાં અંબડ ચો. તેમજ ખ. વિવેકરત્ન સૂરિ પ્રશિષ્ય રાજરત્નસૂરિએ હરિબલ માછી ચો. તથા ૧૬૦૦ લગભગમાં બ્રહ્માણ ગચ્છના વિમલસૂરિના પ્રશિષ્ય ભાવ ઉપાધ્યાયે હરિશ્ચંદ્ર રાસ રચેલ છે. ૭૭૮. નેમિનાથના અને સ્થૂલિભદ્રનાં રસિક ચરિત્રોએ સોમસુંદરસૂરિના શિષ્ય પરંપરાના રત્નમંડન ગણિને તથા ધનદેવગણિને, અને સોમસુંદરસૂરિને રસિક કાવ્ય રચવાની પ્રેરણા કરી હતી. તે જ પ્રમાણે ત્યાર પછી-અને ખાસ કરી વલ્લભીસંપ્રદાયના ઉદ્ભવ અને પ્રચાર પછી અનેક જૈન કવિઓને તે બંનેની વસ્તુ લઈ તે પર કાવ્ય રચવાની પ્રેરણા થઈ છે. આ સમયમાં નેમિનાથ સંબંધ ઉક્ત લાવણ્યસમયે વિધ વિધ છંદમાં રંગરત્નાકર નેમિનાથ પ્રબંધ નામનું કાવ્ય સં. ૧૫૬૪ માં રચ્યું, તે જ પ્રમાણે ઉક્ત સહજસુંદરે વિધવિધ છંદમાં ગુણરત્નાકરછંદ સં. ૧૫૭૨માં સ્થૂલિભદ્રના ચરિત્ર રૂપે સુંદર કાવ્ય રચ્યું; વળી સં. ૧૫૭૭ આસપાસ મુનિચન્દ્ર રચેલ રસાઉલો નામનું પ્રાકૃત કાવ્ય પ્રાયઃ આ સંબંધે છે. લાવણ્યસમયે તેમનાથ હમચડી રચી, અને સ્થૂલિભદ્રના સંબંધમાં સ્થૂલિભદ્ર એકવીસો રચ્યો સં. ૧૫૯૬ પહેલાં આ. ગજસાગરસૂરિશિ. પુણ્યરત્ન નેમિરાસ-યાદવ રાસ, અને ૧૬૦૦ લગભગ ઉક્ત બ્રહ્મ નેમિનાથનો વિવાહલો ૪૪ ઢાલમાં રચેલ છે. ઉક્ત પદ્મસાગરે આશરે ૧૫૬૩માં સ્થૂલિભદ્ર અઠાવીસો અને શુભવóન શિષ્ય સ્થૂલિભદ્રરાસ સં. ૧૫૭પમાં રચેલ છે. બુધરાજે ૧૫૮૯માં મદનરાસ રચેલ છે. ૭૭૯. જૈનદર્શનનાં નવતત્ત્વો પર રાસ ભાવસાગરસૂરિ શિષ્ય પાટણમાં સં. ૧૫૭પમાં, જૈન ધર્મનાં ચાર પર્વોપર ચતુ:પર્ધી રાસ આ. ચંદ્રલાભે સં. ૧૫૭૨માં, અને દીવાળી પર્વ પર રાસ ધર્મસિંહે સં. ૧૫૯૬ પહેલાં, રાત્રિભોજન ત્યાગના વ્રત ઉપર ધર્મસમુદ્ર સં. ૧૫૮૪ આસપાસ, બાર વ્રત પર ચોપાઈ ગજલાભ સં. ૧૫૯૭માં, આરાધનાપર પાર્જચંદ્રસૂરિએ ૧૫૯૨માં અને ત. સૌભાગ્યહર્ષસૂરિ રાજ્ય જયકલ્યાણના શિષ્ય કૃતકર્મ રાજાધિકાર રાસ ગંધારમાં સં. ૧૫૯૪માં, તેમજ લાવણ્યદેવે કર્મવિવરણરાસ રચેલ છે. જૈન વિશ્વવિદ્યા સંબંધી લઘુ ક્ષેત્ર સમાસ પર આગમ ગચ્છના ગુણમેરૂ શિ. મતિસાગરે પાટણમાં સં. ૧૫૯૪માં ચોપાઈ રચી છે. જૈનના ઉપદેશાત્મક ઉત્તરાધ્યયન સૂત્રનાં ૩૬ અધ્યયન પર ઉપાધ્યાય રાજશીલે છત્રીસ ભાસ અને સં. ૧૬૦૦ લગભગમાં બ્રહ્મમુનિએ ૩૬ સઝાય રચી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy