SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ કરેલું સાહિત્ય સંસદ તરફથી પ્રસિદ્ધ થનાર છે એટલે વિશેષ અત્ર વિવેચન કર્યું નથી. તેમણે આ સમયમાં જેટલી સુંદર કૃતિઓ રચી છે તેટલી કૃતિઓ કોઇ જૈન કવિએ રચી નથી તેથી આ સમયને લાવણ્યસમય યુગ” એ નામ આપીશું તો અસ્થાને નહીં ગણાય. ૭૭૪. આ સમય દરમ્યાન અન્ય કવિઓ કૃત ભાષાકાવ્યકૃતિઓ જોઇએઃ-ઉપદેશ રૂપે કોરંટગચ્છના સર્વદેવસૂરિ શિ. નન્નસૂરિએ વિચાર ચોસઠીનું ટુંકું કાવ્ય સં. ૧૫૪૪માં અને વડતપ ગચ્છના જિનરત્નસૂરિજયસુંદર શિ. સંવેગસુંદરે સારશિખામણ રાસ નામની મોટી કૃતિ સં. ૧૫૪૮માં રચી છે. વાર્તા રૂપે ઉપકેશ ગચ્છના રત્નસમુદ્ર શિ. સહજસુંદરે ૧૫૮૨ આસપાસ શુકરાજ સાહેલી રચી છે. ૭૭૫. જૈન પૌરાણિક સાહિત્યમાંથી કથા રૂપે અનેક કાવ્ય કૃતિઓ મૂકાઈ છે. બિવંદણિક ગચ્છના દેવગુપ્રિ સુરિ શિ. સિંહકુલે ૧૫૫૦માં મુનિપતિ રાજર્ષિ ચો., અને તે આસપાસ સાંડેર ગચ્છના સુમતિસૂરિ શિ. શાંતિસૂરિએ સાગરદત્ત રાસ, કક્કસૂરિ શિ. કીર્તિહર્ષે ૧૫૫૧ માં સનકુમાર ચો., તે અગર કોઈ બીજા કક્કસૂરિ ના શિષ્ય કુલધ્વજકુમાર રાસ, આગમ ગચ્છના કલ્યાણરાજ શિ. ક્ષમાકલશે તેજ વર્ષમાં સુંદર રાજાનો રાસ, અને સં. ૧૫૫૩ માં તેમણે ઉદયપુરમાં લલિતાંગકુમાર રાસ, મૂલપ્રત્યે ગજસુકુમાર સંધિ, તથા. પૌ. મુનિચંદ્રસૂરિ શિ. જયરાજે મત્સ્યોદર રાસ, સં. ૧૫૫૪ માં પૌ. સૌભાગ્યરત્નસૂરિ શિ. ધર્મદેવે હરિશ્ચંદ્ર રાસ, સં. ૧૫૫૫માં ત. હેમવિમલસૂરિના પ્રશિષ્ય કુશલસંયમે હરિબળનો રાસ, સં. ૧૫૫૬માં નેમિકુંજરે ગજસિંહરાય રાસ, ૧૫૫૭ લગભગ વડ ત. લબ્ધિસાગરે ધ્વજભુજંગ કુમાર ચોપાઈ, સં. ૧૫૫૭માં ત. હેમવિમલસૂરિના પ્રશિષ્ય હર્ષકુલે લાસમાં વસુદેવ ચોપઇની રચના કરી. ૭૭૬. સં. ૧૫૬૧માં ઉપકેશગચ્છના કક્કસૂરિના પ્રશિષ્ય ધર્મરૂચિએ અજાપુત્ર ચો. ઉપર્યુક્ત ધર્મદેવે પણ તે જ વર્ષમાં સીરીજમાં અજાપુત્ર રાસ, અને સાંડેરગચ્છના ઉક્ત શાંતિસૂરિ શિ. ઈશ્વરસૂરિએ દશપુર-મંદસોરમાં લલિતાંગચરિત્ર, સં. ૧૫૬૩માં મમ્માહડ ગચ્છના મુનિસુંદરસૂરિ શિ. પદ્મસાગરે કયવન્ના ચો, સં. ૧૫૬૫માં મંગલપુર (માંગરોળ)માં જ્ઞાને વંકચૂલનો રાસ, સં. ૧૫૬૭માં ખ. જિનચંદ્રસૂરિ પ્રશિષ્ય ધર્મસમુદ્ર સુમિત્રકુમાર રાસ, સં. ૧૫૬૮માં લખાયેલ લક્ષ્મણ કૃત શાલિભદ્ર વિવાહલો, સં. ૧૫૬૯માં ઉપકેશગચ્છના દેવકલ્લોલ શિ. દેવલશે ઋષિદત્તા ચો., સં. ૧૫૭૧માં ત. હેમવિમલસૂરિના પ્રશિષ્ય સુરહંસ શિ. લાવયરને દેવગિરિમાં વત્સરાજ દેવરાજરાસ, સં. ૧૫૭૨માં અમીપાલ શ્રાવકે મહીપાલનો રાસ અને ઉપકેશ ગચ્છના રત્નસમુદ્ર શિ. સહજસુંદરે ઋષિદત્તા રાસ, અને તે સહજસુંદરના રત્નસારરાસ, (સં. ૧૫૮૨) તથા આત્મરાજરાસ સં. ૧૫૮૩ અને પરદેશી રાજાનો રાસ, ઉક્ત ધર્મસમુદ્ર સં. ૧૫૭૩માં પ્રભાકર ગુણાકર ચો, વડતપગચ્છના સૌભાગ્યસાગરસૂરિ શિષ્ય ચંપકમાલા રાસ સં. ૧૫૭૮માં, અને આશરે સં. ૧૫૭૯માં સાધુરત્નસૂરિકત કયવઝારાસ, સં. ૧૫૮૦માં કોરંટગચ્છના કક્કસૂર શિ. ભુવનકીર્તિએ કલાવતિચરિત્ર સં. ૧૫૮૩માં, ઉપકેશગચ્છના સિદ્ધસૂરિ પ્રશિષ્ય વિનયસમુદ્ર વિકાનેરમાં આરામશોભા ચો, સં. ૧૫૮૪માં શ્રાવક ભીમે અગડદત્ત રાસ અને ઉક્ત ધર્મસમુદ્ર કુલધ્વજ રાસ, આ સમયમાં શાંતિસૂરિ શિ. નરશેખરે પાર્શ્વનાથ પત્ની પ્રભાવતીહરણ, સં. ૧૫૮૭માં સાંડેરગચ્છના ઉક્ત ઈશ્વરસૂરિના શિષ્ય ધર્મસાગરે આરામનંદન ચો., Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy