SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૭૬૫ થી ૭૭૩ ૧૬માં સૈકાનું ગુજરાતી સાહિત્ય ૩૪૫ ધનદેવ કથા, તથા દેવરાજ વત્સરાજ પ્રબંધ અને દિગંબર બ્રહ્મ જિનદાસે સં. ૧૫૨૦ માં હિરવંશરાસ, તેમજ તે અરસામાં તેમણે બીજા રાસો નામે યશોધર રાસ, આદિનાથ રાસ, કઠંડુ મુનિ રાસ, હનુમંત રાસ, સમકિત સાર રાસ રચેલ છે. ૭૬૯. જાંબૂગ્રામના શ્રીમાલ શ્રાવક પેથાએ (૧૪૯૪-૧૫૪૨ વચમાં) પાર્શ્વનાથ દશ ભવ વિવાહલો, સં. ૧૫૨૧માં લખમણ શ્રાવકે મહાવીરચરિત સ્તવન, ચિડુંગતિની વેલી અને સિદ્ધાંતસારપ્રવચનસાર રાસ, સં. ૧૫૨૩માં શ્રાવક વછે મૃગાંકલેખા રાસ, નાગેંદ્ર ગચ્છના ગુણદેવસૂરિ શિ. જ્ઞાનસાગરસૂરિએ સં. ૧૫૨૩માં જીવભવ સ્થિતિ રાસ, અને સં. ૧૫૩૧માં સિદ્ધચક્ર-શ્રીપાલ રાસ, પૃ. ત. રત્નાકર પક્ષના જ્ઞાનસાગરસૂરિ શિ. ઉદયધર્મના શિષ્ય મંગલધર્મે સં. ૧૫૨૩માં મંગલકલશ રાસ, દેવકીર્તિએ સં. ૧૫૩૧માં ધન્નાશાલિભદ્ર રાસ અને આગમગચ્છીય મતિસાગર શિ. ઉદયધર્મે સં. ૧૫૪૩માં મલયસુંદરી રાસ તથા સં. ૧૫૫૦માં કથાબત્રીસી રચેલ છે.૪૮૧ ૭૭૦. લાવણ્યસમયયુગ-લાવણ્યસમય નામના એક નામી જૈનકવિ આ યુગમાં થયેલ છે. તેમનો કાવ્યકાલ સં. ૧૫૪૦થી શરૂ થાય છે. જન્મ અમદાવાદમાં સં. ૧૫૨૧માં, દીક્ષા તપગચ્છના લક્ષ્મીસાગરસૂરિ પાસે પાટણમાં સં. ૧૫૨૯માં લીધા પછી “સરસ્વતી માતાએ કરેલી કૃપા વડે મને સોળમા વર્ષમાં (સં. ૧૫૩૭માં) વાણી (કવિત્વ શક્તિ) ઉદ્ભવી જેનાથી મેં છંદ કવિતા ચોપાઇ અને સુંદર રાસ રચ્યાં, વળી અનેક પ્રકારનાં રાગ રાગણીવાળાં ગીત અને સરસ સંવાદ રચ્યાં', એમ પોતે પોતાના વિમલપ્રબંધની પ્રશસ્તિમાં જણાવે છે. સં. ૧૫૫૫માં પોતાને પંડિત પદ મળ્યું. ૭૭૧. તેમની કૃતિઓ-સિદ્ધાંત ચોપઇ કે જેમાં લોંકા મતનું ખંડન કર્યું છે. સં. ૧૫૪૩ (મુદ્રિત જૈનયુગ વૈશાખ-જેઠ સં. ૧૯૮૬ નો સંયુક્ત અંક), સ્થૂલિભદ્ર એકવીશો નામનું એક ટૂંકું રસિક કાવ્ય સં. ૧૫૫૩, ગૌતમ પૃચ્છા, ચોપઈ સં. ૧૫૫૪ માં રચી. નાની કૃતિઓમાં નવપલ્લવ પાર્શ્વનાથ સ્ત. સં. ૧૫૫૮, અને સં. ૧૫૬૨માં વામજમાં આલોયણ વિનતિ, સેરીસા પાર્થસ્તવ, નેમિનાથ હમચડી, રાવણ મંદોદરી સંવાદ, વૈરાગ્ય વિનતિ રચી. સં. ૧૫૬૪માં રંગરત્નાકર નેમિનાથ પ્રબંધ વિવિધ છંદમાં અને સં. ૧૫૬૭માં સુરપ્રિય કેવલી રાસ રચ્યાં. ૭૭૨. ઐતિહાસિક પ્રબંધમાં સં. ૧૫૬૮માં વિમલ મંત્રીના પર વિમલ પ્રબંધ (શ્રી મણિલાલ બ. વ્યાસે સંપાદિત કરી પ્રકટ કર્યો છે), સુમતિસાધુસૂરિ વિવાહલો (તેમની દીક્ષાના વર્ણન રૂપ) અને સં. ૧૫૮૯માં ત્રણ પ્રબંધ જેવા રાસ નામે ખિમ ઋષિ, બલિભદ્ર અને યશોભદ્રસૂરિ રાસ રચી અમદાવાદમાં પૂર્ણ કર્યા. (મુદ્રિત ઐ. રાસ સંગ્રહ.) ૭૭૩. દેવરાજ વચ્છરાજ ચોપઇ કતપુર (કુતુબપરા) માં રચી, તેની સં. ૧૫૭૫માં લખેલી પ્રત મળે છે. ૧૫૭૫ માં કરસંવાદ, ૧૫૮૫ (૮૬) અંતરિક્ષ પાર્શ્વસ્તવ આદિ પુષ્કળ નાની કૃતિઓ મળે છે.૪૮૨ આ ઉચ્ચ પ્રતિના સંસ્કારી કવિનું વિસ્તૃત વર્ણન સ્વ. મણિલાલ બકોરભાઇ વ્યાસે ૪૮૧. જુઓ જૈન ગૂર્જર કવિઓ પ્રથમ ભાગ પૃ. ૩૭ થી ૬૮ કે જે પ૨થી તેમજ તે પ્રકટ થયા પછીની મારી વિશેષ શોધને આધારે અત્ર વધુ નામનો નિર્દેશ કર્યો છે. ૪૮૨, જુઓ જૈન ગૂર્જર કવિઓ પ્રથમ ભાગ પૃ. ૬૮ થી ૮૮. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy