SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૪ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ઉપર આધાર રાખી ષષ્ઠીશતકપર, સં. ૧૫૧૭માં મડાહડ ગચ્છના કમલપ્રભ શિ. અમરચંદ્ર કલ્પસૂત્ર પર (કે જેની તે જ વર્ષમાં લખેલી પ્રત લીં. દા. ૧૨ પ્રત નં. ૪૨ મોજૂદ છે), સં. ૧૫૨૫માં ખ. જિનભદ્રસૂરિ-રત્નમૂર્તિ શિ. મેરૂસુન્દર ઉપાધ્યાયે તરૂણપ્રભાચાર્યના બાલાવબોધને અનુસરીને ષડાવશ્યક ૫૨ માંડવગઢમાં, તેમજ ત્યાંજ શીલોપદેશમાળા {સં. ભાયાણી } પર, પુષ્પમાલા પ્રકરણ, કલ્પપ્રક૨ણ, પંચનિર્પ્રન્થી, કર્પૂરપ્રક૨, ષષ્ઠીશતક અને યોગશાસ્ત્ર ૫૨, સં. ૧૫૨૯માં વૃદ્ધ તપાગચ્છના જયતિલકસૂરિના શિ. દયાસિંહગણિએ ક્ષેત્રસમાસ પર ગૂજરાતી ભાષામાં બાળાવબોધ રચ્યા. વળી પાંડવચરિત્રની ગૂજરાતી ગદ્યમાં સં. ૧૫૯૧માં લખેલી પ્રત પાટણસંઘના ભંડારમાં છે. ૭૬૫. આ ઉપરાંત પાર્શ્વચંદ્ર અને તેમની શિષ્યપરંપરાએ ભાષામાં રચેલા બાળાવબોધ પર પોતાના સંપ્રદાયનો મોટો આધાર રાખ્યો છે. પાર્શ્વચંદ્રે તંદુલવેયાલી પયજ્ઞા, આચારાંગ પ્રથમસ્કંધ, ઉત્તરાધ્યયનસૂત્ર (૧૬૧ સને ૧૮૭૧-૭૨ ભાં.ઇ.), પ્રશ્નવ્યાકરણ, ઔપપાતિક (ઉવવાઇ), સૂત્રકૃતાંગએ સૂત્રોપર, જંબૂચિરત્ર અને ભાષાના ૪૨ ભેદ પર બાળાવબોધ રચ્યા છે અને પ્રતિમા-સમાચા૨ી આદિ પર ચર્ચા, લોંકાઓ સાથે ૧૨૨ બોલની ચર્ચા કરેલી લખી છે. પાર્શ્વચંદ્ર શિ. સમરચંદ્રસૂરિએ સંસ્તારક પ્રકીર્ણક પર, ષડાવશ્યક પર અને ઉત્તરાધ્યયન પર બાળાવબોધ રચેલ છે. ૭૬૬. ગૂજરાતી જૈન કવિતાઓમાં-સોળમાં શતકમાં આદિ કવિ શ્રાવક દેપાલ (દેપા)ને ગણી શકાય. તેની કવિતાઓ ૧૫૦૧ થી ૧૫૩૪ સુધીની મળી આવે છે. તે સમયમાં થયેલા નરસિંહ મહેતાનો તે સમકાલીન હતો. તેની મોટી કૃતિઓ જાવડ ભાવડ (વિક્રમરાજાના વખતના શત્રુંજયના ઉદ્ધાર કરનાર) નો રાસ, શ્રીમહાવીર સમયમાં થયેલા રોહિણેય ચોરનો રાસ, ચંદનબાલાની ચોપાઇ, તથા શ્રેણિક રાજાનો રાસ (લખ્યા સં. ૧૫૨૬ પહેલાં), જંબૂસ્વામી પંચભવ વર્ણન (સં. ૧૫૨૨), આર્દ્રકુમાર ધવલ, સમ્યક્ત્વ બાર વ્રત કુલક ચોપઇ (સં. ૧૫૩૪) છે અને નાની કૃતિઓમાં થૂલિભદ્ર કક્કા વાળી, સ્થૂલિભદ્ર ફાગ, થાવચ્ચા કુમાર ભાસ, હરિયાળી છે ને તેની રચેલી સ્નાત્રપૂજા પ્રસિદ્ધ છે. ૭૬૭. મુનિસુન્દરસૂરિ શિષ્ય સંધવિમલે(?) સુદર્શનશ્રેષ્ઠી રાસ તથા આગમ ગચ્છ હેમરત્નસૂરિશિ. સાધુમેરૂએ પુણ્યસાર રાસ (સં. ૧૫૦૧), ધનદેવગણિએ સુરંગાભિધાન નેમિફાગ (સં. ૧૫૦૨), ત. રત્નશેખરસૂરિ-ઉદયનંદિ શિ. સંઘકલશ ગણિએ તલવાડામાં અષ્ટભાષામાં સમ્યક્ત્વરાસ (સં. ૧૫૦૫), ઉપકેશગચ્છના આનંદમુનિએ ધર્મલક્ષ્મી મહત્તરા ભાસ (સં. ૧૫૦૭), બૃ. ત. રત્નસિંહસૂરિ શિષ્ય રત્નચૂડ રાસ (સં.૧૫૦૯) અને સં.૧૫૧૬માં જંબુસ્વામી રાસ રચેલ છે. સં. ૧૫૧૩માં લખાયેલ આસાયતકૃત હંસવત્સ કથા ચોપઇ મળે છે. આ સમયમાં રત્નાકરે આદિનાથ જન્માભિષેક અને આગમગચ્છીય ગુણરત્નસૂરિ શિષ્ય દેવરત્ને ગજસિંહકુમાર રાસ રચેલ છે. ૭૬૮. આં. જયકીર્ત્તિસૂરિ શિ. ઋષિવર્ધને ચિતોડમાં સં. ૧૫૧૨ માં નલદવદંતિ રાસ, અને ઉ. શીલસુંદર શિ. મતિશેખરે સં. ૧૫૧૪માં ધન્નારાસ, સં. ૧૫૩૭માં કુરગડુ (કૂરઘટ) મહર્ષિ રાસ, અને તે વર્ષમાં મયણરેહા રાસ વળી તે ઉપરાંત નેમિનાથ વસંતફુલડાં, ઇલાપુત્ર ચરિત્ર બનાવેલ છે. ખ. જિનવર્ધનસૂરિ શિ. આજ્ઞાસુંદરે સં. ૧૫૧૬માં વિદ્યાવિલાસ નરેંદ્ર ચો. પૌ. સાધુરત્નસૂરિ શિ. મલયચંદ્રે સં. ૧૫૧૯માં ત્રણ કૃતિઓ નામે સિંહાસન બત્રીશી ચો., સિંહલસિંહકુમાર ચો. - અપરનામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy