SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ - ૭ સોળમી સદીનું ગુજરાતી સાહિત્ય (શાર્દૂલ) દેવી દેવી નવી કવીશ્વર તણી વાણી અમીસારણી, વિદ્યાસાયરતારણી મલ ઘણી હસાસણી સામિણી, ચંદા દીપતિ જીપતિ સરસતિ માં વીનવી વીનતી, બોલું નેમિકુમાર કેલિની રતિ ફાગિઈ કરી જતી. - ધનદેવ ગણિકૃત સુરંગાભિધાન નેમિફાગ સં. ૧૫૦૦ (દોહા) માતા સરસતિ દેવિ કન્ડઈ, એક સુવચન માગું, જે કવિરાજ આગઈ હૂઆએ, તેહ ચરણે લાગું. - સંવેગસુંદરકૃત સારશિખામણ રાસ સં. ૧૫૪૮ (વસ્તુ) આદિ જિણવર આદિ જિણવર પમુહ ચઉવીસ તિર્થંકર પણમૂવિ સવિ, ધરિય ચિત્તિ સરસતિ સામિણિ, તિહુઅણજણમુખમંડણી, વાગવાણિ વરહંસગામિણિ, તાસ તણઈ સુપસાઉલઈ, કરસિઉં કવિત રસાલ, વંકચૂલ રાય પાલીઆ, નીમ થ્યારિ સુવિસાલ. - અજ્ઞાત કવિકૃત વંકચૂલ રાસ (૧૬ મી સદી) ૭૬૪. ગૂજરાતી ગદ્ય સાહિત્ય-પ્રત્યે પ્રથમ આવીશું. સં. ૧૫૦૧માં દેવકુલપાટકમાં (મેવાડના દેલવાડામાં) વૃદ્ધ તપાગચ્છના ભટ્ટારક શ્રી રત્નસિંહસૂરિના શિષ્ય પં. માણિકસુંદરગણિએ મલધારિ શ્રી હેમચંદ્રસૂરિ વિરચિત ભવભાવના સૂત્ર પર, અને તે જ વર્ષમાં ત. સોમસુંદરસૂરિ-મુનિસુંદરજયચંદ્રસૂરિ શિ. હેમહંસગણિએ ષડાવશ્યક પર, સં. ૧૫૦૫ની આસપાસ ત. મુનિસુંદરસૂરિ શિ. વિશાલરાજે (તેમજ વિશાલરાજ-સુધાભૂષણના શિષ્ય જિનસૂરે) ગૌતમપૃચ્છા પર, સં. ૧૫૧૩માં ત. સોમસુંદર-રનશેખર શિ. સંગદેવે પિંડવિશુદ્ધિ પર, અને સં. ૧૫૧૪ માં તેમણે જ આવશ્યકની પીઠિકા પર, સં. ૧૫૧પમાં કીર્તિરત્ન-શાંતિરત્ન શિષ્ય ધર્મદેવગણિએ તપોરત્ન ઉપાધ્યાયકૃત ટીકા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy