SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ ર જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ સૌભાગ્યસાગરસૂરિ શિષ્ય હૃદયસૌભાગ્યે હેમપ્રાકૃતવૃત્તિ નામે ઢુંઢિકામાં વ્યુત્પત્તિદીપિકા નામની વૃત્તિ રચી (વે. નં. ૭૨). ૭૬૩. અપભ્રંશ સાહિત્ય-ઉક્ત (પારા ૭૫૨) રત્નમંદિરના ઉપદેશ તરંગિણીમાં કેટલાંક અપભ્રંશ અવતરણો જૂની ગુજરાતીનાં અવતરણો સહિત આવેલાં છે. યશકીર્તિનું ચંદપ્પહ (ચંદ્રપ્રભ) ચરિત્ર આખું અપભ્રંશ કાવ્ય છે. તેનો સમય સં. ૧૫૨૧માં મૂકી શકાય તેમ છે. {આમેર ભંડારમાં છે. લિ. છે. અપભ્રંશ હિન્દી કોશ.} સિંહસેન અમરનામ રઇધુએ મહેસરચરિઅ, આદિપુરાણ, {પ્ર. ભા. જ્ઞાનપીઠ } શ્રીપાદચરિત્ર અને સમ્મતગુણનિહાણ અપભ્રંશ રચેલ છે. તેમજ તેના પ્રદ્યુમ્નચરિત્ર, વ્રતસાર, કરકંડુચરિત્ર, કનકામરકત કરકંડુચરિઉ સં. હીરાલાલ જૈને. પ્ર. ભા. જ્ઞાનપીઠ } ભવિષ્યદત્ત ચરિત્ર, {પ્ર. ગા. ઓ. સિ.} કારણગુણષોડશી, રત્નત્રયી પધર્મોપદેશ, રત્નમાલા આદિ ગ્રંથ અપભ્રંશના સંભવે છે. જયત્રિકૃત શ્રેણિકચરિત્ર અને તે ઉપરાંત દેવનન્ટિ મુનિકૃત રોહિણીવિધાન કથા, અને કર્તાના નામ વગરના સુસંધ દસમી કહા, ઉદયચન્દ્ર અને બ્રહ્મજિનદાસ કૃત સુઅંધદસમીકહા. સં. હીરાલાલ જૈન. પ્ર. ભા. જ્ઞાનપીઠ } પાશપઇ કહા, જિનપુરંદર કથા (મદનપરાજયચરિક. હરિદેવકૃત હિંદી સાથે પ્ર. ભા. જ્ઞાનપીઠ } વગેરે દિગંબરકૃત મળી આવે છે. આ રીતે સોળમી સદી સુધી અપભ્રંશ સાહિત્ય ચાલ્યું આવ્યું છે.૪૮૦ ૪૮૦. જુઓ જૈનગૂર્જર કવિઓ-પ્રથમ ભાગની પ્રસ્તાવના રૂપે જૂની ગૂજરાતીનો ઇતિહાસ' નામનો મારો નિબંધ પૃ. ૮૪ થી ૯૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy