SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૭૫૫ થી ૭૬૨ ૧૬મા સૈકાનું સાહિત્ય ૩૪૧ જિનમાણિકય કે જેમને શતાર્થી સોમપ્રભના મિત્ર કહેવામાં આવ્યા છે.૪૭૯ તેમના શિષ્ય અનંતહંસ ગણિએ હેવિમલસૂરિ રાજ્યે દશ દૃષ્ટાન્ત ચરિત્ર રચ્યું (આ. કે. પાલીતાણા). સં. ૧૫૭૨માં આં. મહિમરત્ન વાચકના શિ. વિનયહંસ કે જેમણે ઉત્તરાધ્યયનસૂત્ર પર ટુંકી વૃત્તિ રચી છે (વે. નં. ૧૪૧૬) તેમણે દશ વૈકાલિક સૂત્રપર વૃત્તિ રચી. સં. ૧૫૭૩માં આગમગચ્છના સિંહદત્તસૂરિના શિષ્ય સોમદેવસૂરિએ સમ્યક્ત્વકૌમુદી રચી (કાં. છાણી.) અને તે વર્ષમાં મહેશ્વરે વિચારરસાયન પ્રકરણ રચ્યું. સં. ૧૫૭૫માં કુમારપાલ પ્રતિબોધ રચાયો (બ્રુ. ટિ.). સં. ૧૫૭૬માં કુતુબપુરા ત. ઇંદ્રનંદિ સૂરિના પટ્ટધર સૌભાગ્યનંદિ સૂરિએ હમ્મીરપુરમાં રહી મૌન એકાદશી કથા રચી (ચુનીજી ભં. કાશી). સં. ૧૫૭૭માં પૌ. ચંદ્રપ્રભ-ધર્મઘોષ-સુમતિભદ્ર-જયચંદ્ર-ભાવચંદ્ર-ચારિત્રચંદ્ર-મુનિચંદ્રના શિષ્ય વિદ્યારત્ને કુર્માપુત્રચરિત્ર રચ્યું ને તે હર્ષકુલગણિએ શોધ્યું (વિવેક. ઉદે.; કાં. છાણી) સં. ૧૫૭૮માં લાવણ્યસમય કૃત ગૂજરાતી વિમલપ્રબંધ પરથી વિમલચરિત્ર સંસ્કૃતમાં રચાયું (મુદ્રિત હીં. હું.) સં. ૧૫૭૯માં પાટણમાં ખ. મતિસાગર-ધવલચંદ્રના શિષ્ય ગજસારે જિનહંસસૂરિ રાજ્યે વિચારષત્રિંશિકા-(દંડક ચતુર્વિંશતિ) ને તે પર સ્વોપક્ષ ટીકા રચી (પ્ર. યશો. પાઠ. મહેસાણા; જૈન આ. સભા વે. નં. ૧૬૨૨ ને ૧૬૫૭-૫૮) ૭૫૯. પેથડ (પારા ૬૨૪) અને મંડલિક (પારા ૬૬૯ અને ટિપ્પણ ૪૪૯) ના વંશ જ પર્વતે કલ્પસૂત્રની પ્રતો લખાવી તથા ગ્રંથ ભંડાગાર સં. ૧૫૭૧માં સ્થાપ્યો કે જેની નિશીથ ચૂર્ણિની પ્રત વિદ્યમાન છે. (પુરાતત્ત્વ ૧-૧ એક ઐતિહાસિક પ્રશસ્તિ). સં. ૧૫૮૨માં જાંબૂવાસી શ્રીમાલી અરસિંહ રાણાએ ૧૧ અંગોની પ્રતો લખાવી કે જે પૈકી વિપાકસૂત્રની પ્રત (ગુ. નં. ૨૭૮) લબ્ધ છે. ૭૬૦. સં. ૧૫૮૨માં બૃહત્ ખ. જિનસમુદ્રસૂરિના પટ્ટધર જિનહંસસૂરિએ ‘શીલાંગાચાર્યકૃત સવિસ્તર વૃત્તિને દુર્તિગાહ સમજી સભ્યોના અનુગ્રહ માટે વ્યાખ્યાતાઓ માટે સુખાવહ એવી' આચારાંગ સૂત્રપર દીપિકા રચી (પી. ૪, ૭૩) અને સહજસુંદરે રત્નશ્રાવક પ્રબંધ રચ્યો. સં. ૧૫૮૩માં ત. હેમવિમલસૂરિના શિષ્ય હર્ષકુલગણિએ સૂત્રકૃતાંગસૂત્ર પર દીપિકા નામની ટીકા રચી (વેબર નં. ૧૭૭૭ વે. નં. ૧૫૫૦-૫૨; બુહૂ. ૩, નં. ૧૪૫); તેમણે બંધ હેતૂદય ત્રિભંગી (કર્મગ્રંથનો એક ભાગ) તથા હેમવિમલસૂરિના રાજ્યે વાક્યપ્રકાશ ટીકા (લીં.) પણ રચી છે. આ સં. ૧૫૮૩ના વર્ષમાં પ્રસિદ્ધ હીરવિજયસૂરિનો જન્મ પાલ્હણપુરમાં થયો. ૭૬૧. લઘુ ત. સૌભાગ્યહર્ષના રાજ્યમાં (સં. ૧૫૮૩ થી ૧૫૯૭) ત. રત્નમંડનસૂરિઆગમમંડન-હર્ષકલ્લોલના શિષ્ય લક્ષ્મીકલ્લોલે સં. ૧૫૦૦ (ગુહમુખ કુજ કિરણમિતે શરચંદ્ર વર્ષ) આચારાંગસૂત્ર ૫૨ અવચૂર્ણ નામે તત્ત્વાવગમા રચી (વે. નં. ૧૩૯૭) અને તેમણે સોમવિમલસૂરિ રાજ્યે (સં. ૧૫૯૭-૧૬૩૭) જ્ઞાતાસૂત્રપર લઘુવૃત્તિ નામે મુગ્ધાવબોધા રચી (વે. નં. ૧૪૭૩). ૭૬૨. સં. ૧૫૯૧માં ગૂજરાતના બહાદુરશાહ ( સં. ૧૫૮૧-૯૨ )ના રાજ્યમાં ખંભાતમાં ઉક્ત સૂત્રકૃતાંગ દીપિકાકાર લ. ત. હર્ષકુલ ગણિ પાસે હેમપ્રાકૃત વ્યાકરણ શીખીને રૃ. ત. ४७८. तेषां च विजयराज्ये शतार्थिसोमप्रभप्रभोः सजुषां । जिनमाणिक्यगुरूणां प्रसादतः प्राप्तविद्येन ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy