SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૭૫૫. ત. સુમતિસાધુના રાજ્ય (સં. ૧૫૪૫-૧૫૫૧) જિનહર્ષ શિષ્ય સાધુવિજયે વાદવિજય પ્રકરણ (ક.વડો.) તથા {કે અપરનામ?} હેતુબંડન પ્રકરણ (કેશરવિજય ભ. વઢવાણ [પ્ર. લા. દ. વિદ્યામંદિર જૈન દાર્શનિક પ્ર. સં. અંતર્ગત સંપા. નગીન શાહ }) રચ્યાં. સુમતિ સાધુના પરમભક્ત શ્રીમાલભૂપાલ-લઘુશાલિભદ્ર એ બિરૂદ વાળા માલવેશ્વર ખલચી ગયાસુદીનના ગંજાધિકારી વ્યવહારી સંઘપતિ જાવડની અભ્યર્થનાથી સર્વવિજય આનંદસુંદર (દશ શ્રાવક ચરિત્ર) નામનો ગ્રંથ રચ્યો (કાં. વડો. તેની સં. ૧૫૫૧ની પ્રત ભક્તિવિજય ભ. ભાવ. માં છે, પી. ૫,૧૯૯). {સર્વવિજયકૃત “સુમતિ સંભવ કાવ્ય'માં સુમતિ સાધુ સૂરિનું જીવન ૮ સર્ગમાં છે. સં. ૧૫૪૪માં લખાયેલી પ્રત એશિયાટિક સો. કલકત્તામાં છે. જૈન સત્ય છે. ર૩૦-૧ અંક, આ અંકની ઝેરોક્ષ નકલ મુનિચંદ્રસૂરિ પાસે છે.} ઉક્ત સાધુવિજયના શિષ્ય શુભવદ્ધને પ્રા. દશશ્રાવક ચરિત્ર રચ્યું (ક. છાણી (સં. મુનિચન્દ્ર વિ. પ્ર. વિજય ભદ્ર ચે. ટ્રસ્ટ }) અને હેમવિમલસૂરિના રાજ્યમાં સં. ૧૫૫રમાં પ્રા. માં વર્લ્ડમાનદેશના (ખેડા ભં.) રચી, તેમજ તે સૂરિના રાજ્યમાં ઋષિમંડલ પર વૃત્તિ કરી (પી. ૪, ૭૮; વે. નં. ૧૭૯૭). તે હેમવિમલસૂરિના શિષ્ય જિનમાણિક્ય પ્રા. માં કૂર્માપુત્ર ચરિત્ર રચ્યું (પી. ૩ નં. ૫૮૮ {પ્ર. જૈન વિવિધ શાસ્ત્ર.}). ૭૫૬. બૃ. ખ. જિનસાગરસૂરિ શિષ્ય કમલસંયમ ઉપાધ્યાયે સં. ૧૫૪૪માં ઉત્તરાધ્યયન સૂત્ર પર સર્વાર્થસિંહ નામની વૃત્તિ, અને સં. ૧૫૪૯ માં કર્મસ્તવ વિવરણ રચ્યાં; તે ઉપરાંત તેમણે સિદ્ધાંતસારોદ્ધાર સમ્યકત્વોલ્લાસ ટિપ્પન (ગૂ. ગદ્યમાં) રચ્યું (બાલચંદ્રયતિ ભં. કાશી; પ્રેમચંદ શેઠ ભં. ભાવ. હા. ભ. જુઓ ટિપ્પણ નં. ૪૬૩). સં. ૧૫૪૬ માં આંચ. ઉદયસાગરે ઉત્તરાધ્યયન સૂત્ર પર દીપિકા રચી અને શાન્તિનાથ ચ. (૨૭૦૦ શ્લો.), કલ્પસૂત્ર અવસૂરિ (૨૦૮૫ શ્લો.) રચ્યા. જિનરત્નકોશ પૃ. ૩૮૦, પૃ. ૭૮.} ૭૫૭. સં. ૧૫૫૨ માં આં. સિદ્ધાંતસાગર સૂરિના રાજ્ય તેમના શિષ્ય કીર્તિવલ્લભ ગણિએ ઉત્તરાધ્યયન સૂત્ર પર પૂર્વાચાર્યોએ રચેલી દીપિકા આદિ વૃત્તિઓને અનુસરી સ્પષ્ટ વ્યાકરણની ઉક્તિ વાળી વૃત્તિ રચી અમદાવાદમાં દીપોત્સવી દિને પૂર્ણ કરી (પી. ૪,૭૬). સં. ૧૫૫૪ માં ત. લક્ષ્મીસાગરસૂરિ-સોમદેવ-રત્નમંડન-સોમજય-ઇંદ્રનંદિ-ધર્મહંસ શિષ્ય ઇંદ્રહંસ ગણિએ ભુવનભાનુ ચરિત્ર (સં. ગદ્ય પ્ર. હી. હું. }), સં. ૧૫૫૫માં શ્રાવકના કૃત્યની “મહ જિણાણું' વાળી પાંચ ગાથાની સ્વાધ્યાય પર ઉપદેશ કલ્પવલ્લી નામની ટીકા (ગૂ. ભાષાંતર પ્ર. જે. ધ. સભા ભાવ.) તથા સં. ૧૫૫૭માં બલિનરેન્દ્ર કથા (ક. છાણી) રચ્યાં. આ સં. ૧૫૫૭ના વર્ષમાં વૃદ્ધ ત. લબ્ધિસાગરસૂરિએ શ્રીપાલકથા સંસ્કૃતમાં રચી. ૭૫૮. સં. ૧૫૬૯ માં ખ. જિનચંદ્રના કહેવાથી તિલકગણિએ રચેલ (પ્રાકૃત વૃત્તિમાંથી શબ્દસંગ્રહ તરીકે) પ્રાકૃત શબ્દ સમુચ્ચય ખંભાતમાં રચાયો અને લખાયો (ઘોઘા ભં.) સં. ૧૫૭૦માં ત. સોમજયસૂરિ શિ. ઇદ્રનંદિસૂરિ શિષ્ય સિદ્ધાંતસારે દર્શનરત્નાકર નામનો ગ્રંથ બનાવ્યો. (જે. ગ્રં.) ૧૫૭૧ માં ૪૭૮. આ કમલસંયમ ઉ. ના ઉપદેશથી અણહિલપુર પત્તનમાં સ્થાનાંગ વૃત્તિ સં. ૧૫૭૦માં જિનહર્ષસૂરિના પટ્ટધર જિનચંદ્રસૂરિના રાજ્ય લખાઈ (સંઘનો ભં. પાટણ). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy