SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૭૪૮ થી ૭૫૪ ૧૬મા સૈકાના ગ્રંથકારો ૩૩૯ ૭૫૨. સં. ૧૫૧૭ માં ત. રત્નશેખરસૂરિ-મંદિરત્ન શિ. રત્નમંડનગણિએ ભોજપ્રબંધ અપરનામ પ્રબંધરાજ (બુ, ૬ નં. ૭૨૩; વે. નં. ૧૭૫૪, પ્ર. પંડિત ભગવાનદાસ અમદાવાદ સં. ૧૯૭૮ ગૂ. ભાષાંતર પ્ર. જૈન ધ. સભા ભાવ.) તથા તે અરસામાં ઉપદેશ તરંગિણી રચી કે જેમાં કેટલીક ઐતિહાસિક હકીક્તો મળી આવે છે (પ્ર. ય. ગ્રં; ગૂ. ભાષાં. પ્ર. ભી. મા.) (સં. ૧૫૧૮ માં ત. મુનિસુન્દરસૂરિના શિષ્ય શુભશીલગણિએ શત્રુજય કલ્પ કથા, અમરચંદ્ર ઉપદેશમાલા પર અવસૂરિ, સં. ૧૫૧૯માં ઉક્ત સાધુસમે જિનવલ્લભસૂરિના મહાવીરચરિય પર વૃત્તિ-ચારિત્રપંચક વૃત્તિ અને નન્દીશ્વરસ્તવ વૃત્તિ (બાલચંદ્ર યતિ ભં. કાશી). અને સં. ૧૫૨૦ માં કવિ સંગ્રામસિંહે બુદ્ધિસાગર નામનો સર્વમાન્ય અત્યુપયોગી ગ્રંથ (કાં. વડો; બૃ. ૨, નં ૨૯૬) એમ ગ્રંથો રચાયા. ઉક્ત સંગ્રામસિંહ માંડવગઢના પ્રસિદ્ધ ઓસવાલ અને માલવાના મહમદ ખીલજીના માનીતા વિશ્વાસપાત્ર ભંડારી હતા. ૭૫૩. સં. ૧૫૨૪ માં પ્રતિષ્ઠાસોમે સોમસૌભાગ્ય નામનું કાવ્ય શ્રી સોમસુંદરસૂરિના ચરિત્રરૂપે રચ્યું. તેમાંથી અનેક ઐતિહાસિક સ્થળો અને વ્યક્તિઓ સંબંધી હકીક્તો મળે છે ને તેનો ટુંકસાર આ વિભાગના પ્રથમ પ્રકરણમાં આપ્યો છે. (ગુ. ભાષાંતર સહિત મુદ્રિત {મુનિ રત્નજ્યોત વિ. કૃત સંસ્કૃત ટીકા અને ગુ.ભા. સાથે પ્ર, રંજન વિ. જૈન પુ.કે) આ વર્ષમાં ધર્મઘોષ ગચ્છના ધર્મસૂરિના અનુક્રમમાં મહિચન્દ્રસૂરિ શિ. રાજવલ્લભે પડાવશ્યકવૃત્તિના વાર્તિકમાંની કથા નામે શીલ ઉપરની ચિત્રસેન પદ્માવતી કથા શ્લોકબદ્ધ રચી (ચુનીજી ભ. કાશી સં. કૉ. ૧૦, ૫૮; જિનવિજયનો પ્રશસ્તિ સંગ્રહ; પી. ૩, ૨૧; વે. નં. ૧૭ {પ્ર. હી. હં.}) સં. ૧૫૩૦ માં ષડાવશ્યક વૃત્તિ (વાર્તિક) રચ્યું. તથા પ્રાય: તે જ કર્તાએ ભોજપ્રબંધ નામનો ગ્રંથ પણ રચ્યો છે; કે જેમાં ૮ પ્રકરણ છે (મુંજભોજની ઉત્પત્તિ, ધનપાલ પ્રતિબોધ સ્વર્ગગમન વગેરે પ્રકરણનાં નામ છે જુઓ વે. નં. ૧૭૬૬). સં. ૧૫૨૯માં ત. સોમસુંદરસૂરિ-સુધાનંદનગણિ શિષ્ય જલ્પમંજરી બનાવી (ભા. ૬ નં. ૧૩૬૮). સં. ૧૫૩૨માં ખ. સિદ્ધાન્તરુચિ ઉ. ના શિષ્ય વિજયસોમની સહાયતાથી માંડવગઢના જ્ઞાનભંડાર માટે ત્યાંના સંઘવી મંડને (કે જેણે જિનપ્રતિમાં આચાર્યપદ આદિની પ્રતિષ્ઠા, તીર્થયાત્રા, સત્રાગાર આદિ પુણ્યકાર્ય કર્યા હતાં, અને જે મંડન મંત્રીથી ભિન્ન હતો) ભગવતીસૂત્રની પ્રત લખાવી (તા. ભં. પાટણ) ૭૫૪. સં. ૧૫૩૧માં ધર્મસુન્દરસૂરિ અપર નામ સિદ્ધસૂરિએ શ્રીપાલનાટકગત રસવતી વર્ણન, અને સં. ૧૫૩૫ માં સત્યરાજે પૃથ્વીચંદ્રચરિત્ર ગદ્ય-પદ્ય-ભંગ-શ્લેષમય રચ્યું. {પ્ર. . જૈ. ગ્રં} સં. ૧૫૩૫માં પૂર્ણિમા ગચ્છના જયચંદ્રસૂરિ શિષ્ય ભાવચંદ્રસૂરિએ ૭૦૦૦ શ્લોકપ્રમાણ સં. ગદ્યમાં શાન્તિનાથ ચરિત્ર (ગુ. નં. ૬૧-૩ (પ્ર. જિ. આ. .}) રચ્યું. ઉકેશગચ્છના મહિસાગર ઉ. શિષ્ય વિનયભૂષણે ભાવડાર ગચ્છના સોમદેવમુનિની વિનતિથી રચેલી સ્વાદિશબ્દસમુચ્ચય પર ટીકાની સં. ૧૫૩૬માં લખાયેલી પ્રત કેશરવિજય ભ. વઢવાણમાં છે. સં. ૧૫૪૦માં ઉક્ત શુભાશીલ ગણિએ શાલિવાહન ચરિત રચ્યું. સં. ૧૫૪૧માં સિદ્ધાંતસાગરે ચતુર્વિશતિ જિનસ્તુતિ બનાવી, રત્નપ્રભસૂરિ શિષ્ય લક્ષ્મી નિવાસે મેઘદૂત પર વૃત્તિ (ડાયરા ભં. પાલણપુર) રચી અને સોમસુંદરસૂરિ-સોમદેવ-ચારિત્રાંસ શિષ્ય સોમચારિત્ર ગણિએ ગુરુગુણરત્નાકર કાવ્ય (પ્ર. ય. ગ્રં. નં. ૨૪) રચ્યું કે જેમાં મુખ્યપણે ત. રત્નશેખરસૂરિના પટ્ટધર લક્ષ્મીસાગરસૂરિનું વૃત્તાંત છે. તે પારા ૭૨૧ થી ૭૨૯ માં ટૂંકમાં અપાયું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy