SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ સં. ૧૫૧૪ કી. ૩, નં. ૧૮૮). સં. ૧૫૦૪ માં ચૈત્ર ગચ્છના ગુણાકરસૂરિએ સમ્યકત્વ કૌમુદી કથા રચી (વૃદ્ધિચંદ્રજી ભ. ભાવ); ગુણાકરનો બીજો ગ્રંથ વિદ્યાસાગર કથા છે. (પી. ૧, નં. ૩૨૮). ૭૪૮. સં. ૧૫૦૫માં ખ. જિનપ્રભસૂરિ-જિનદેવ-જિનમેરૂ-જિનહિતસૂરિ-કલ્યાણરાજ શિ. ચારિત્રવધૂને સિન્દુરપ્રકરટીકા ભીષણઠક્કરની વિનતિથી રચી. (ડો. ભાવ. તેજ સં. ૧૫૦૫ની, લખ્યા પ્રત કાં. વડો. નં. ૧૮૭૨ છે) આ ચારિત્રવધૂને શ્રીમાલ સાલિગના પુત્ર અરડકમલ્લના કહેવાથી કાલિદાસ કવિના રઘુવંશ કાવ્ય પર શિશુહિૌષિણી નામની ટીકા રચી (પી. ૩, ૨૧૦) આ ઉપરાંત આ કાવ્યો પર ટીકા રચી છે. મેઘદૂત, કુમાર સંભવ (સં. ૧૪૯૨માં), નૈષધ (સં. ૧૫૨ ૧માં), શિશુપાલવધ, કલ્યાણ મંદિર, ભાવારિવારણ, રાઘવપાંડવીય, જુઓ અગરચંદ નાહટાનો લેખ “પંચકાવ્ય ચારિત્ર વર્તુન' જૈન સત્યપ્રકાશ ૨૦-૪} ૭૪૯. સં. ૧૫૦૭ માં બૃ. ત. રત્નસિંહસૂરિ શિ. ઉદયધર્મ સિદ્ધપુરમાં વાક્યપ્રકાશ નામનું ઔકિતક રચ્યું. (ગુ. નં. ૪૬૦૫ પ્ર. જૈન શ્રેયસ્કર મંડલ) (આ કર્તાએ ‘સનમત્ ત્રિદશ” સ્તોત્ર પણ બનાવ્યું હતું. પૂના રાજવિજયસંગ્રહ). સં. ૧૫૧૦ માં માલધારી ગચ્છના વિદ્યાસાગર-ગુણસુન્દર શિ. સર્વસુન્દરસૂરિએ પાંચ પ્રકરણમાં હંસરાજવત્સરાજ ચરિત્ર દેવપાટણમાં (કાં. વડો; લી.) રચ્યું અને મેઘરાજે વીતરાગ સ્તોત્ર પર અવચૂરિ રચી. ૭૫૦. સં. ૧૫૧૨ માં ખ. જિનભદ્રસૂરિ-સિદ્ધાન્તરુચિ ઉ. (કે જેમણે જીરાવલ્લી પાર્થ પ્રભુ પાસેથી પ્રસાદ મેળવ્યો હતો અને માંડવગઢના ગ્યાસુદીન સાહની મહાસભામાં વાદીઓ પર જય મેળવ્યો હતો તે)ના શિષ્ય સાધુ સોમે પુષ્પમાલા પર વૃત્તિ, અને તે વર્ષ લગભગ આં. જયકીર્તિસૂરિ શિ. ઋષિવર્ધન સૂરિએ જિનેન્દ્રાતિશય પંચાશિકા રચી (ડોસા. ભાવ.) સં. ૧૫૧૩ માં વીરદાસના પુત્ર હમીરના પુત્ર લક્ષ્મીસને ૧૬ વર્ષની ઉંમરે સંઘપટ્ટકપર ટીકા (ગુ. નં. ૭-૧) અને ખ. જિનસાગરસૂરિ શિષ્ય ધર્મચંદ્રગણિએ તોલ રાજાની અભ્યર્થનાથી સિંદૂરપ્રકર કાવ્ય પર ટીકા (ગુ. નં. ૪૮-૨) રચી. ૭૫૧. સં. ૧૫૧૪ માં પી. ગુણસાગરસૂરિ-ગુણસમુદ્ર શિ. સત્યરાજગણિએ પ્રાકૃતમાંથી સંસ્કૃતમાં શ્રીપાલચરિત્ર કર્યું (ખેડા ભં. પ્ર. દાનસૂરિ ગ્રં) અને ત. રત્નશેખરસૂરિના રાજ્યમાં તેમના શિષ્ય ચારિત્રરત્નગણિના શિષ્ય વાચનાચાર્ય હેમહંસગણિએ તે વર્ષમાં ગૂર્જર આશાપલ્લીમાં ઉદયપ્રભસૂરિકૃત આરંભસિદ્ધિ પર વૃત્તિ અને પછીના વર્ષ-સં. ૧૫૧૫ માં હેમવ્યાકરણમાં આપેલ ૫૭ ન્યાયોમાં બીજા ૮૪ ન્યાયો ઉમેરી-એ રીતે ૧૪૧ ન્યાયની પરિભાષાને સંગ્રહ કરી, તે પર ત્યારપછી સં. ૧૫૧૬ માં ન્યાયર્થમંજૂષા નામની જાયબૃહવૃત્તિ અમદાવાદમાં રચી (પી. ૪, ૧૭; વે. નં. ૭૬ મુનિ રત્નવલ્લભ વિ.ના ગુજરાતી વિવેચન સાથે છે. ૐકારસૂરિ ગ્રં. અને મુનિ નદિઘોષ વિ. ના હિન્દી વિવેચન સાથે પણ પ્રગટ થયેલ છે.) તથા તે વૃત્તિ પર ન્યાસ પણ રચ્યો. સં. ૧૫૧પમાં શાંત્યાચાર્યકૃત પૃથ્વીચંદ્ર મહર્ષિ ચરિતની પ્રત તાડપત્ર પર લખાઈ (પી. ૫. ૧૨૫) સં. ૧૫૧૭ (મુનીંદુતિથિ વત્સરે) બૃ. ત. રત્નસિંહસૂરિ અને ઉદયવલ્લભસૂરિ શિ. જ્ઞાનસાગરસૂરિએ વિમલનાથચરિત્ર (કાં. વડો;) રચ્યું (ગૂ. ભાષાંતર પ્ર. આ. સભા. જુઓ પારા ૭૧૯) Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy