SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૬ - સોળમા શતકમાં સાહિત્ય-પ્રવૃત્તિ. श्री शारदा शारदनीरदाभा समग्रजाग्रज्जनजाड्यहंत्री । कर्त्री चिदानन्दमहोदयस्य स्फुरत्वहोरात्रमियं ममान्तः ॥ -શરદ ઋતુના વાદળા જેવી કાંતિવાળી, જાગ્રત જનોની સમગ્ર જડતાને હરનારી, જ્ઞાનાનન્દના મહાન ઉદયને કરનારી એવી શ્રી શારદા મારા અંતઃકરણમાં અહોરાત્ર સ્ફુરો ! ચારિત્રવર્ધનકૃત રઘુવંશટીકા. ૭૪૪. સં. ૧૫૦૧માં ખ. સાધુનંદનના શિષ્યો તપોરત્ન અને ગુણરત્ને નેમિચંદ્ર ભંડા૨ીકૃત ષષ્ઠિશતક પર ટીકા રચી (વિવેક. ઉદે; લીં; કાં. વડે; વે. નં. ૧૬૭૦-૭૨) કે જેને ખ. જિનભદ્રસૂરિએ શોધી. કર્તાના દીક્ષાગુરુ જિનોદય, વિદ્યાગુરુ વિનયપ્રભ-વિજયતિલક-સાધુનંદન અને મુનિશેખર તથા વ્રતગુરુ ક્ષેમકીર્દિ ગણિ હતા. આ પૈકી તપોરને ઉત્તરાધ્યયન લઘુવૃત્તિ પણ રચી હતી (કે જેને તેમના શિષ્ય તેજોરાજે શત્રુશલ્યના રાજ્યે સં. ૧૫૫૦ માં શોધી હતી. લી.) ૭૪૫. સં. ૧૫૦૨માં ત. જયચંદ્રસૂરિના ઉપદેશથી અણહિલ્લપાટણના શ્રીમાલી પર્વતે એક લક્ષ પ્રમાણ ગ્રંથો લખાવ્યા. જેમાંની મલયગિકૃિત પિંડનિર્યુક્તિ વૃત્તિની પ્રત મળે છે. (વીરમગામ ભં.) ૭૪૬. સં. ૧૫૦૩ સોમસુંદરસૂરિ શિ. ચારિત્રરત્નણના બીજા શિષ્ય સોમધર્મગણિએ ઉપદેશસપ્તતિકા નામનો ગ્રંથ પાંચ અધિકારમાં રચ્યો (પી. ૧, ૭૭; બુહૂ. ૪ નં. ૧૩૮) તેમાં અનેક તીર્થો અને ઐતિહાસિક વ્યક્તિઓની કથાઓ પણ છે. (ગૂ. ભાંષાતર પ્ર. આ. સભા નં. ૪૨) ૭૪૭. સં. ૧૫૦૪માં ત. રત્નશેખરસૂરિ શિ. સોમદેવે૪૭૭ કથામહોદધિ નામનો કથાગ્રંથ ગદ્યપદ્યમાં રચ્યો તેમાં હરિષણકૃત કર્પૂરપ્રકરમાં સૂચિત ૧૫૭ કથાઓ છે. (કાં. વડો; પી. ૩, ૩૧૬. વેબર નં. ૨૦૧૫; વે. નં. ૧૭૦૫ {૫૧ થાઓ પાંચ ભાગમાં પ્ર. ચારિત્રરત્ન ફા. ટ્રસ્ટ અમલનેર. સં. ઉદયરત્ન સા.} આ સોમદેવગણિકૃત જિનપ્રભસૂરિના સિદ્ધાંતસ્તવ૫૨ની ટીકા ઉપલબ્ધ છે (લખ્યા ૪૭૭. સોમદેવ પ્રખર વાદી હતા તેમને વાચકપદ મંત્રી ગદાએ કરેલ મહોત્સવ પૂર્વક અપાયું હતું. તેમની નવીન કાવ્યકલાથી મેવાડપતિ કુંભકર્ણ રાજા રંજિત થયા હતા, તેમણે પૂરેલી સમસ્યાથી જીર્ણદુર્ગના રાજા મંડલિક (ત્રીજો ઈ. સ. ૧૪૫૧ થી ૧૪૭૩) ચમત્કાર પામ્યા હતા અને તેમનાં વચનોથી પાવાપુર ચંપકનેર (ચાંપાનેર) નો રાજા જયસિંહ પ્રસન્ન થઈ નમ્યો હતો, અને તેમને સૂરિપદ રાણપુરમાં ધરણ સંઘપતિએ કરેલા ઉત્સવ પૂર્વક રત્નશેખસૂરિએ આપ્યું હતું. (સોમસૌભાગ્ય સર્ગ ૧૦ શ્લોક ૩૨ થી ૪૩, ગુરુગુણરત્નાકર કાવ્ય પૃ. ૧૯-૨૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy