SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ આ વૈષ્ણવ નવીન સંપ્રદાયે ગુજરાતના બીજા સંપ્રદાયો પર અસર કરી. [જુઓ રા. દુર્ગાશંકર કૃત વૈષ્ણવધર્મનો સંક્ષિપ્ત ઇતિહાસ ફા. ઝં. નં. ૪] જૈનધર્માનુયાયી મોઢ, ખડાયતા, નાગર વાણિયાઓ હતા તે સર્વ અત્યારે આ સંપ્રદાયના જ જણાય છે; ઓસવાળ, પોરવાડ, શ્રીમાલી, લાડ વાણિયામાં જૈન અને વૈષ્ણવ બંને ધર્મ પળાય છે ને સામાન્ય રીતે અનુક્રમે શ્રાવક અને મહેસરી (મહેશ્વરી) એ નામથી ઓળખાય છે. ૭૪૨. આવી પરિસ્થિતિમાં તપાગચ્છના આનન્દવિમલ સૂરિએ સં. ૧૫૮૨ માં ધર્મશિથિલતા દૂર કરવા માટે ક્રિયોદ્ધાર કર્યો. પોતે ૧૪ વર્ષ લગી ઉગ્ર તપશ્ચર્યા આદરી હતી અને સ્થળે સ્થળે વિચરી ઉગ્ર વિહાર કર્યો હતો. તેથી લોકો પર તેમની સારી છાપ પડી. સાધુઓ માટે ૩૫ બોલના નિયમોનો લેખ પાટણમાંથી સં. ૧૫૮૩ માં બહાર પાડયો (જૈન સા. સં. ખંડ ૩ અં. ૪ પૃ. ૩૫૯) તેમાં ગુરુની આજ્ઞાથી વિહાર કરવો, વણિક સિવાયના બીજાને દીક્ષા ન દેવી, પરીક્ષા કરી ગુરુ પાસે વિધિપૂર્વક દીક્ષા દેવી, અમુક તપ અમુક વખતે અવશ્ય કરવાં, દ્રવ્ય અપાવી કોઇએ ભટની પાસે ન ભણવું, એક હજાર શ્લોક કરતાં વધુ લહીઆ પાસે ન લખાવવું (પોતે લખવું) વગેરે છે તે પરથી તે વખતની, સાધુસંઘની સ્થિતિ પર પ્રકાશ પડે છે. જેસલમેરમાં પૂર્વે સોમપ્રભસૂરિએ જલના અભાવને લીધે દુષ્કર ક્ષેત્ર જાણી ત્યાં વિહાર કરવા માટે સાધુને માટે પ્રતિષેધ કર્યો હતો તે આનંદવિમલસૂરિએ દૂર કર્યો અને ત્યાં તેમના શિષ્ય વિદ્યાસાગર ઉપાધ્યાયે (ધર્મસાગરના ગુરુ) ખરતરગચ્છવાળા સાથે વાદ કર્યો તથા અન્ય સ્થળોએ બીજા પક્ષીઓ સાથે વાદ કર્યો. (ધર્મસાગરકૃત પટ્ટાવલી.) ૭૪૩. એકંદરે દરેક દર્શનમાં-સંપ્રદાયમાં ભાંગતોડ-ભિન્નતા-વિચ્છિન્નતા થયેલ છે. મુસલમાની કાળ હતો. લોકમાં અનેક જાતના ખળભળાટ વધુ વધુ થયા કરતા. રાજસ્થિતિ, વ્યાપાર, રહેણી કરણી વગેરે બદલાયાં. મહમદ બેગડાના જુલમો વધ્યા. તેણે સં. ૧૫ર૭માં જૂનાગઢના હિંદુ રાજા રા'માંડલિક પર બીજી વાર હુમલો કરી તેને વટલાવી મુસલમાન કર્યો, અને ત્યાંનાં દહેરાંની સોનાની મૂર્તિઓ લૂટી ગયો. દ્વારકાનાં દહેરાંઓનો નાશ કર્યો, ને ત્યાંના હિંદુ રાજા ભીમને તેના શરીરના કકડા કરી એકએક કકડો દરેક દરવાજે ચોંટાડવાના હુકમ સાથે અમદાવાદ મોકલ્યો. સં. ૧૫૫૦માં ચાંપાનેર કબજે લઈ તેના ઘવાયેલ હિંદુ રાજા રાવળ તથા પ્રધાન ડુંગરસીને મુસલમાન થવા નાકબૂલ થતા મારી નાંખ્યા. જુનાગઢ ને ચાંપાનેર એ બે ગઢ જીતવાથી તે “બેગડો' કહેવાયો. તે સં. ૧૫૭૦ માં મરણ પામ્યો, લાવણ્યમયે પોતાના સં. ૧૫૬૮ માં રચેલા વિમલપ્રબંધમાં મૂકેલી કડીઓ યથાર્થ આ કાલ માટે લાગુ પડતી હતી કેઃ “જિહાં જિહાં જાણઈ હીંદુ નામ, તિહાં તિહાં દેશ ઉજાડઈ ગામ, હીંદુનુ અવતરીકે કાલ, જુ ચાલિ તુ કરિ સંભાલ.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy