SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૭૮૦ થી ૭૮૭ ગુર્જર લોકસાહિત્ય ૩૪૯ તેમાં આચાર્યોનો ટુંક ઉલ્લેખ રૂપે પરંપરાગત વૃત્તાંત છે. લાવણ્યસમયના વિમલ-પ્રબંધ સંબંધે અગાઉ કહેવાઇ ગયું છે. ૭૮૪. એક સુંદર ભાષાંતર અત્રે નોંધવા યોગ્ય છે. જૈનેતર બિલ્હણકવિ કૃત સંસ્કૃત બિલ્હણ પંચાશિકા અને શશિકલા પંચાશિકા સોળમા શતકના પ્રારંભે લગભગ થયેલ જ્ઞાનાચાર્ય નામના જૈન સાધુએ હૃદયંગમ ભાષામાં અવતારી છે. ૭૮૫. આ શતકમાં જૈનેતર ગૂજરાતી કવિઓમાં નરસિંહ મહેતા (કાવ્યકાલ ૧૫૧૨ થી ૧૫૩૭ લગભગ), ભાલણ (કાવ્યકાલ સં. ૧૫૧૫ થી ૧૫૭૦ લગભગ), કેશવ ૧૫૨૯, ભીમ ૧૫૫૦, નાકર (લગભગ ૧૫૫૦-૧૬૩૨) થયેલા ઉપલબ્ધ થાય છે, જ્યારે જૈન ગૂર્જર કવિઓ વર્ષાનુક્રમે ઉપર બતાવ્યા પ્રમાણે કેટલા બધા થયા છે તે સ્પષ્ટપણે જોઈ શકાય તેમ છે. સ્તવનો આદિ તેમજ બીજી નાની-ટૂંકી કૃતિઓ તો પાર્શ્વચંદ્ર આદિ જ્ઞાત અજ્ઞાત ઘણાઓએ ઘણી રચી છે કે જેનો ઉલ્લેખ અત્રે કરવામાં આવ્યો નથી.૪૮૩ ૭૮૬. ‘ઓસવાળમાં લાવી જૈન બનાવવાનો છેલ્લામાં છેલ્લો બનાવ સં. ૧૬૦૦માં બન્યો. એ પછી એ પ્રથા બંધ પડી ગઈ-કારણ એમ થયું કે જૈન ધર્મમાં અંદર અંદરનો વિરોધ બહુ પ્રબળ થઇ પડ્યો. ખરતરગચ્છ અને તપાગચ્છ વચ્ચે વૈમનસ્ય અને ઘૃણા હતાં. સામાન્ય રીતે ખરતરગચ્છીય સાધુઓ મારવાડ મેવાડમાં વિહરતા અને તપાગચ્છીય ગૂજરાતમાં વિહરતા. વળી અમદાવાદમાં લોંકાશાહે સ્થાપેલો સંપ્રદાય મૂર્તિપૂજા અને તેના ઉપદેશક સાધુઓનો પ્રબળ હરીફ થઇ પડ્યો. અંદર અંદરના વિખવાદથી ધર્માચાર્યોનું મહત્ત્વ ઘટ્યું અને તેમના હાથ નિર્બળ થઈ ગયા.’ આવા સમયે તે સર્વનું નિવારણ કરવા અને ધર્મસ્થિતિનું પુનઃસ્થાપન કરવા અર્થે જ હીરવિજયસૂરિ થયા હોય નહીં એમ લાગી આવે છે. તેમના સંબંધી હવે વિવેચન કરીશું. ૪૮૪ ૭૮૭. ધર્મનો ઉદ્યોત મહાન નૃપોને પ્રતિબોધી ધર્મસંમુખ કરવાથી ઘણો થાય છે. કારણ કે 'यथा राजा तथा प्रजा' જેવો રાજા તેવી પ્રજા થાય છે, અને ‘રાના તિસ્ય ાર ં' -રાજા કાલનું કા૨ણ છે અર્થાત્ જમાનાને બદલી નાંખવામાં રાજા એ પ્રબળ નિમિત્તભૂત છે. આના દૃષ્ટાંતમાં શ્રીમાન્ મહાવીર ભગવાને મગધરાજ શ્રેણિકને પ્રતિબોધ્યા હતા; તથા તેમની પરંપરામાં અનેક આચાર્યોએ અનેક નૃપોને ધર્મસંમુખ કર્યા. તે સર્વમાં છેલ્લો પ્રસિદ્ધ દાખલો શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે પ્રાયઃ સિદ્ધરાજ જયસિંહને અને પૂર્ણ રીતે કુમારપાલ રાજાને પ્રતિબોધ્યાનો છે. ત્યાર પછી જૈન ધર્મની અહિંસાની ઉંડી છાપ અકબર બાદશાહ ઉપર પાડવામાં હીરવિજયસૂરિએ મુખ્યપણે ભારે ભાગ ભજવ્યો છે અને તેમના શિષ્યોએ પણ તેમાં પૂર્તિ કરી છે. આથી આ પછીના એક શતકના યુગને તે સૂરિના નામ પરથી ‘હૈ૨ક યુગ' કહેવામાં આવ્યો છે. 1 ૪૮૩. જુઓ સોળમી સદીના જૈન કવિઓ માટે ‘જૈન ગૂર્જર કવિઓ' પ્રથમ ભાગ પૃ. ૩૭ થી ૧૮૦, ૪૮૪. સ્વ. મણિલાલ બ. વ્યાસ મૃ. ‘શ્રીમાળી (વાણીઆ)ઓના જ્ઞાતિભેદ' પૃ. ૮૧. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy