SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ - ૫ સોળમા શતકમાં સંપ્રદાયની છિન્નભિન્નતા. केचित्काव्यकलाकलापकुशलाः केचिच्च सल्लक्षणा: केचित्तर्कवितर्कतत्त्वनिपुणाः केचिच्च सैद्धान्तिकः । केचिन्निस्तुषबीजशास्त्रनिरता ज्योतिर्विदो भूरयः चारित्रैकविलासवासभवनाः स्वल्पा पुनः सूरयः ॥ -કેટલાયે કાવ્યકલાનો કલાપ કરવામાં કુશલ હોય છે, કેટલાક લક્ષણ એટલે વ્યાકરણમાં સારા-દક્ષ હોય છે, કેટલાક તર્કવિતર્કના તત્ત્વમાં નિપુણ હોય છે, કેટલાક સૈદ્ધાત્તિક-સિદ્ધાંતમાં હુંશિયાર હોય છે, કેટલાક ખાલી અક્ષરશાસ્ત્રમાં પારંગત હોય છે, જ્યોતિષના જ્ઞાતાઓ તો પુષ્કળ હોય છે પરંતુ માત્ર ચારિત્રમાં જ જેમણે વિલાસનું વસતિસ્થાન કર્યું હોય એવા આચાર્યો સ્વલ્પ-થોડા છે. સૂિક્તિ મુક્તાવલી ૫૦મું ક્રિયાસૂક્ત] जहा खरो चंदनभारवाही, भारस्स भागी न हु चंदणस्स । एवं खु नाणी चरणेण हीणो, नाणस्स भागी नहु सुग्गईए ॥ -જેમ ચંદનનો ભાર વહનાર ગર્દભ ભારનો ભાગી છે પણ ચંદનનો ભાગી નથી તેમ જ્ઞાની ચારિત્રની હીન હોય તો તે જ્ઞાનનો ભાગી છે પણ સુગતિનો ભાગી નથી. સૂિક્તિ મુક્તાવલી] ૭૩૬. સં. ૧૫૦૮ માં (વીરાત્ ૧૯૪૫ પછી) અમદાવાદમાં લોકાશાહ નામના લહીને સાધુ પ્રત્યે અણરાગ થતાં અને સં. ૧૫૩૦ માં લખમણી નામના શિષ્ય મળતાં-બંનેએ ચાલુ પરંપરામાં કેટલોક વિરોધ દાખવ્યો. જિનપૂજા-જિનપ્રતિમાનો નિષેધ કર્યો. “સાથે જૈનોની આવશ્યક ક્રિયાઓ (પૌષધ, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન) કરવામાં તથા દાન દેવામાં માન્યતા ન રાખી. દયા એ ધર્મ છે અને હિંસામાં અધર્મ છે એવો પોકાર કરી જે જે ક્રિયા કરવામાં કોઇપણ અંશે હિંસા થાય તે, અસ્વીકાર્ય છે અને ઉપરની બાબતો કરવામાં હિંસા થાય એ જાતની પ્રરૂપણા કરી, જણાવ્યું કે મૂલ સૂત્ર માનવાં પણ તેમાં પ્રતિમાપૂજા કહી નથી. એવા સમયમાં પીરોજખાન નામને પાતશાહનો માનીતો દેહરાં ને પોશાળો તોડી જિનમતને પીડતો અને તે સંયોગ મેળવી લોંકાશાહે પોતાના મતની પ્રરૂપણા કરી. અનેક લોક તેના વિચારમાં ભળ્યા” આવી વાત તે સમયના રચાયેલા ગ્રંથોમાં છે.૪૭૪ લોંકાશાહે દીક્ષા લીધી નહિ, પણ તેમના ઉપદેશથી બીજાઓ દીક્ષા લઈને ‘ઋષિ' કહેવાયા. ૪૭૪. તપગચ્છના મુનિ લાવણ્યસમય કવિએ સિદ્ધાંત ચોપઈ સં. ૧૫૪૩માં (તે સમયમાં જ) રચી તેમાં આ લોંકાશાહની માન્યતાઓ આપી તેની સામે ઉત્તર રૂપે ચર્ચા કરી છે. તેમાં નીચે પ્રમાણેનું છે : સુણિ ભવિયણ જિણ વીરજિણ, પામીઉ શિવપુર ઠાઉં. ૨ . સઈ ઉગણીસ વરસ થયાં, પણયાલીસ પ્રસિદ્ધ, ત્યાર પછી લુંકુ હુલ, અસમંજસ તિણઈ કિદ્ધ. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy