SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૭૩૭. સં. ૧૫૩૩માં સીરોહી પાસેના અરઘટ્ટ પાટકના વાસી પ્રાગ્વાટ જ્ઞાતિના ભાણાથી પ્રતિમાનિષેધનો વાદ વિશેષ પ્રચારમાં આવ્યો. (તે માટે ધર્મસાગરની પ્રવચન પરીક્ષાનો ૭મો વિશ્રામ જુઓ) તે વાદને માનનારાને મૂર્તિપૂજકો તિરસ્કારપૂર્વક ‘લુંપક-વેષધર-ઉત્થાપક' કહે છે. તે પોતાને હૂંઢિયા કહેતા. તેમાં સં. ૧૫૬૮માં રૂપજી ઋષિ થયા. સં. ૧૫૭૦માં તેમાંથી નીકળી બીજા નામના ગૃહસ્થે બીજ મતની ઉત્પત્તિ કરી (કે જેને વિજયગચ્છ પણ કવચિત્ કહેવામાં આવે છે). સં. ૧૫૭૮માં લોંકામાં જીવાજી ઋષિ અને ૧૫૮૭માં વરસિંઘજી થયા. સં. ૧૫૮૫માં તેઓ ક્રિયાવંત બની ઉગ્નકડક આચાર પાળવા લાગ્યા હતા.૪૭૫ તેથી, લોકો પર વિશેષ છાપ પાડી શક્યા. તેઓ ધીમે ધીમે ‘લોંકા’ ‘હૂંઢિયા’માંથી હવે ‘સ્થાનકવાસી’ એ નામથી પોતાને ઓળખાવે છે. તે સંપ્રદાયને માનનારા ગૂજરાત કાઠિયાવાડ મારવાડ માળવા પંજાબ અને ભારતના બીજા ભાગોમાં રહે છે. સ્થાપક લોંકાશાહ લંકઇ વાત પ્રકાસી ઇસી, તેહનુ સીસ હુઉ લખમસી, તીણઇ બોલ ઊથાપ્યા ઘણા, તે સઘલા જિનશાસન તણા. ૧૧ X મહિયલિ વરૂં ન માને દાનં. X ૩૩૪ , પોસહ પડિકમણું પચ્ચખાણ, નવિ માને એ ઇસ્યા × ૪. ૧૩ જિનપૂજા કરવા મતિ ટલી, અષ્ટાપદ બહુ તીરથ વલી, વિ માને પ્રતિમા પ્રાસાદ. X X ૧૪ અને ખરતર ગચ્છના કમલસંયમ ઉપાધ્યાય કે જેમણે સં. ૧૫૪૪ અને સં. ૧૫૪૯ માં ગ્રંથરચના કરી એટલે જેઓ તે સમયમાં થયા તેમણે ગૂજરાતી ગદ્યમાં આ લોંકાશાહની પ્રરૂપણાના પ્રત્યુત્તર રૂપે સિદ્ધાંત સારોદ્વાર સમ્યક્ત્વોલ્લાસ ટિપ્પણક રચ્યું તેમાં પ્રથમ ૧૩ કડીની ચોપઇ આપી છે. તેમાંથી પ્રસ્તુત વાત જેટલું ઉતારવામાં આવે છેઃ સંવત્ પનર અઠોતરઉ જાણિ, લુકુ લેહઉ મૂલિ નિખાણિ. X X X તેહને શિષ્ય મિલિઉ લખમસી, x x ટાલઇ જિન પ્રતિમાનઇ માન, દયા દયા કરી ટાલઈ દાન. ૩ ટાલઇ વિનય વિવેક વિચાર, ટાલઇ સામાયિક ઉચ્ચાર, પડિકમણાનઉ ટાલઇ નામ, ભામઈ પડિયા ઘણા તિણિ ગામ. ૪ સંવત્ પનરનુ ત્રીસઇ કાલિ, પ્રગટ્યા વેષધાર સમકાલિ, દયા દયા પોકારઈ ધર્મ, પ્રતિમા નિંદી x x ૫ એહવઈ હૂંઉ પીરોજજિખાન, તેહનઈ પાતસાહ દિઈ માન, પાડઇ દેહરા નઈ પોસાલ. જિનમત પીડઈ દુખમાકાલ. ૬ લુકાનઇ તે મિલિઉ સંયોગ, X × ડગમગ પડિઉ સઘલઉ લોક; પોસાલઇ આવઇ પણિ ફોક. ૭ આ ચોપઈ પછી ગદ્યમાં સ્પષ્ટ જણાવ્યું છે કે ‘સંવત્ ૧૫૦૮ વર્ષે અહમ્મદાવાદ નગરે । લુકુ લેહુ ભંડાર લિખતુ । x તેહનઇ લખમસી શિષ્ય મિલઉં ! × તે લખમસીના પ્રતિબોધ થકી સંવત્ ૧૫૩૦ વર્ષે ભિક્ષાચર વ્રતના ઉચ્ચાર પાખઇ । ન મહાત્મા માહિ ન મહાસતી માહિ ન શ્રાવકમાહિ ન શ્રાવિકામાહિ એતલા કારણ ભણી સંઘબાહ્ય કહિવરાઇ । હવઇ જિનપ્રતિમા ઉથાપવાનઈ કાજિ તેણે લુકે એહવઉ બોલ લીધઉ । જે મૂલસૂત્ર વ્યતિરેક બીજા શાસ્ત્ર ન માનઉં । તે કઇ મૂલસૂત્ર માહિ પ્રતિમા પૂજા નથી કહિયા । x તુ લુકઉ લેહઉ સંવત્ ૧૫૦૮ હુઉ | અનઇ જિનપ્રતિમા લખમસીઇ । સંવત્ ૧૫૩૦ ઉથાપી । વગેરે. આ બંને ચર્ચાગ્રંથો છે તે પરથી એમ લાગે છે કે લોંકાશાહના મંતવ્યોએ ઘણો ખળભળાટ ઉત્પન્ન કર્યો હતો અને ત્યારે તે સંબંધીના વાદો - ઉત્તર પ્રત્યુત્તર થતા હતા. ૪૭૫. સં. ૧૬૦૨ પછી રચેલી સુધર્મ ગચ્છ પરીક્ષામાં પાર્શ્વચંદ્ર શિષ્ય બ્રહ્મમુનિ પ્રાયઃ આ લોંકાશાહના મત સંબંધી જણાવે છે કે: સંવત પંદર પંચાશીએ, ક્રિયા તણી મતિ આણી હિયે, થયા ઋષીસ કિરિયાવંત, વૈરાગી દેખીતા સંત. ગુરુ લોપી...સહુ કહે, તો કાં છાંડી અલગા રહે, સહુનું માથા શિરૂં પોષાલ, તે છાંડી કાં પડયા જંજાલ, વલી પ્રતિષ્ઠા પ્રતિમા જાણ, નવિ માને આદેશ પ્રમાણ. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy