SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૭૨૯ થી ૭૩૪ શાહ ખેમા હડાળીયા, તોલાશા, કર્માશાહ પાદુકા પ્રતિષ્ઠિત કરી કે જે હાલ વિદ્યમાન છે. સં. ૧૫૨૬ માં તે ઉપાધ્યાયના ઉપદેશથી યવનપુરમાં (જોનપુર ? માં) શ્રીમાલી મલ્લરાજે સર્વ સિદ્ધાંતો લખાવ્યા. (તે પૈકી ભગવતીની પ્રત ગુ. નં. ૩૬૮ માં વિદ્યમાન છે) સં. ૧૫૩૬ માં ખ. જિનસમુદ્રસૂરિએ જેસલમેરમાં દેવકર્ણ રાજ્યે અષ્ટાપદ પ્રાસાદમાં પ્રતિષ્ઠા કરી. સં. ૧૫૩૮ માં ત. લક્ષ્મીસાગરસૂરિ અને સોમજયસૂરિના ઉપદેશથી અમદાવાદના શ્રીમાલ દેવાએ ૭૧ જ્ઞાનકોશ લખાવ્યો તે પૈકી પક્ષવણાસૂત્રની પ્રત (ગુ. પોથી ૧૦) વિદ્યમાન છે. ૭૩૧. મહમદ બેગડાના સમયમાં (સં. ૧૫૦૨ થી ૧૫૬૮) જૈન શેઠ ખેમા હડાલીઆએ દુકાળ વખતે ગુજરાતને પુષ્કળ અનાજ પૂરૂં પાડી ‘એક વાણિયો શાહ, અને બીજો શાહ પાદશાહ' એ કહેવતને જન્મ આપ્યો હતો. (લગભગ સં. ૧૫૩૯)-જુઓ ખેમા હડાલીઆનો રાસ (એ. રાસસંગ્રહ ભાગ ૧ લો). સં. ૧૫૮૨માં દુષ્કાળ પડ્યો હતો ત્યારે જૈન ઓસવાલ મંત્રી નગરાજે સદાવ્રત ચાલુ રાખીને ત્રણ કરોડ પીરોજી સિક્કાનો ખર્ચ કર્યો હતો. (જુઓ કર્મચંદ્ર પ્રબંધ) ૩૩૧ ૭૩૨. સં. ૧૫૮૭માં શેઠ કર્માશાહે વૈશાખ (ગૂજરાતી ચૈત્ર) વદ ૬ ને દિને શત્રુંજયનો સોળમો ઉદ્ધાર કર્યો. તેનો ટૂંકમાં ઇતિહાસ એ છે કે ચિતોડમાં ઓસવંશ (ઓસવાલ જ્ઞાતિ)ની વૃદ્ધ શાખામાં (વીસા) સારણદેવ નામનો પુરુષ થયો તે જૈન આમ રાજાનો વંશજ હતો. તેના રામદેવ-લક્ષ્મીસિંહભુવનપાલ-ભોજરાજ-ઠક્કરસિંહ-ખેતા નરસિંહ-તોલા અનુક્રમે થયા. તોલાશાહ મેવાડના મહારાણા સાંગનો પરમમિત્ર હતો. તેને લીલૂનામની પત્નીથી થયેલ પાંચ પુત્રોમાં સૌથી નાનો કર્માશા શ્રેષ્ઠ અને ખ્યાતિમાન્ હતો. ૭૩૩. તપાગચ્છના રત્નાકર પક્ષની ભૃગુકચ્છીય શાખાના વિજયરત્નસૂરિ શિષ્ય ધર્મરત્નસૂરિ સાથે સં. ધનરાજનો૪૭૨ સંઘ આબૂ વગેરે તીર્થની યાત્રા કરતો મેદપાટ (મેવાડ)માં આવ્યો. ચિત્રકૂટમાં રાજ્ય કરતા સાંગા મહારાણા (રાજ્ય સં. ૧૫૬૫ થી ૧૫૮૫) નામના મહાપ્રતાપી રાજાએ માનપૂર્વક સામા જઇ માન આપ્યું. તોલાશાહે સૂરિપાસે જઇ શત્રુંજયપર સમરાસાહે સં. ૧૩૭૧ માં સ્થાપિત કરેલ બિંબનું મસ્તક મ્લેચ્છો (મુસલમાનો)એ પુનઃ કોઇ સમયે ખંડિત કરી દીધું હતું. તેનો ઉદ્ધાર કરવાનો મનોરથ સિદ્ધ થશે કે નહિ એ પૂછતાં સૂરિએ જણાવ્યું કે ‘તારો પુત્ર કર્માશાહ તે ઉદ્ધાર કરશે.' સૂરિ સંઘ સાથે ચાલ્યા ગયા પણ પોતાના શિષ્ય વિનયમંડનને ત્યાં રાખી ગયા. પછી તોલાશાહ સ્વર્ગસ્થ થયા. ૭૩૪. પછી ગૂજરાતનો શાહજાદો બહાદુરખાન ચિતોડમાં જતાં ત્યાંના રાણાએ તેનું સન્માન કર્યું. કર્માશાહ કાપડનો વેપાર કરતો હતો. તેની પાસેથી શાહજાદાએ પુષ્કળ કાપડ ખરીદ્યું અને બંને વચ્ચે મૈત્રી થઇ. શાહજાદાને દેશમાં જવા માટે ખર્ચી ખૂટી એટલે કર્માસાહે એક લાખ રૂપિયા બિનસરતે ૪૭૧. આ દેવાના સંબંધમાં તે પ્રતને અંતે જણાવ્યું છે કે મૂલ પાટણમાં શ્રીમાલી મદન-દેવસિંહ-સલખણ તેને એક સ્ત્રીથી સદા અને હેમા નામના બે પુત્ર થયા, ને બીજી સ્ત્રીથી આ દેવો થયો. સદાએ પુણ્યકાર્યો ઘણાં કર્યાં, તે પાતસાહ મહમૂદનો સંમાન્ય હતો, અને પછી અહમ્મદશાહનો પણ માનીતો થયો. તેના રાજ્યમાં સં. ૧૫૦૮માં સત્રાગાર સદાએ માંડયું. દેવો અમદાવાદમાં રહેતો. ૪૭૨. આ ધનરાજ તે પારા ૭૨૨ માં જણાવેલ ધન્યરાજ હોવા ઘટે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy