SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ સંતોષ કરવામાં લાખો ટંક ખચ્યાં. આ રીતે વિધવિધ શ્રાવકોનાં વર્ણનો ત્રીજા સર્ગમાં પૂરાં થયા છે. ૭૨૯. ચોથા સર્ગમાં સં. રના મેઘા અને જેસિંગની યાત્રાનું વર્ણન છે. રત્નો તે સોમસુંદરસૂરિના પિતાનો સ્વજન થાય. તેના પૂર્વજ સંબંધી કહેલ છે કે સામઢિકા નામની ગુજરાતની એક નગરીમાં પ્રાગ્વાટ વંશનો જૈત્રસિંહ તે સોમસુંદરસૂરિનો પિતૃપૂર્વજ થયો. પછી બૂટડ-કાલો ને તેના છ પુત્ર પૈકી સામલના ચાર પુત્રો પૈકી જયેષ્ઠ પુત્ર સજજને માલવદેશમાં જઈ પર્ણવિહાર ગામમાં વાસ કર્યો; તેને પૂર્ણદેવીથી કર્મા નામનો પુત્ર થયો કે જે (અક્ષિ અંતરીક્ષ અક્ષરમાંક વર્ષમાં) સિદ્ધક્ષેત્રની યાત્રા કરી સંઘપતિ થયો. તે પર્ણવિહારથી આગર નગરમાં વસ્યો. તેના ત્રણ પુત્રો રત્નો, સુએસ અને મેઘો થયા. તેમણે અનેક પુણ્યકાર્યો કર્યા. રત્નાએ બહુ નામ કાઢયું. રત્નાને જીરાપલ્લીનાથની સંઘ કાઢી યાત્રા કરવા ઈચ્છા થઈ. તેની સાથે તેના ભાઇઓ જોડાયા. સારંગપુરવાસી જેસંગ સા જોડાયો. સીણોરકઢંગ સિંદુરપુર તથા સારંગપુરના વાસી આવ્યા. સંઘ આગરપુરથી ચાલી પર્ણવિહાર ને ત્યાંથી રતલામ આવ્યો ત્યાં મંડપરાજ્યના સીબલીયના સંઘવાળા મંત્રી જાઉર અને સહજા ત્યાં આવ્યાં. ધારા, ઉજ્જયિની આદિના, મહેંદ્રીતટ વાગડના એમ મળી આ માલવીય સંઘ રાજદેશના ઈડરમાં આવ્યો. ને ત્યાં કુમારપાલે કરાવેલ પ્રાસાદમાં દર્શન કર્યા. ભાણરાજાએ રત્ના અને જેસંગ સંઘવીને માન આપ્યું. લબ્ધિસમુદ્ર વાચક ત્યાં હતા. ત્યાં બધા મળી ૮૪ સંઘપતિઓ એકઠા થયા. ત્યાંથી આબૂની તળેટીમાં આવેલા જીરિકાપલ્લિમાં આવી ત્યાંના પાર્શ્વનાથની યાત્રા કરી, પછી અબ્દતીર્થની યાત્રા કરી. પછી સીરોહી આવ્યા. ત્યાં લક્ષ (લાખા) રાજાએ બહુમાન કર્યું. દેવવંદન કરી ત્યાં બિરાજતા ત્રણ સૂરિઓ અને અનેક ઉપાધ્યાયોને વંદન કર્યું. રત્નાકે ગચ્છપરિધાપનિકાનો ઉત્સવ કર્યો. પોતાના ગોત્રમાંથી જ થયેલા સોમસુંદરસૂરિના પરંપરાના સાધુઓને ગુરુભાવથી અંબરદાન કર્યું. લાખોરાવ પણ પૂજ્યપાદ ગુરુને નમ્યો. ૩૦૦ સાધુને વેષાર્પણ કર્યું. અન્યપક્ષી સાધુઓને પણ વસ્ત્રદાન કર્યું. દરેક દેશમાં વસતા સાધુઓને તે પ્રમાણે કર્યું પછી રાણપુરની યાત્રા કરી સીરોહી થઈ માલવભૂમિમાં આગરપુરમાં સંઘપતિ રત્ના અને મેઘા પાછા ફર્યા. આ પરિધાપનિક સં. ૧૫૨૮ માં તેમણે આરંભી. તપાગચ્છના ઉપરાંત વૃદ્ધશાલી, ખરતર, અંચલ, આગમ, વટ (વડ), પૂર્ણિમા, નાણા, નાણાવાલ આદિ સર્વ ગચ્છના સાધુઓને પુષ્કલ વસ્ત્રનું દાન કર્યું. આ રત્ના સંઘપતિની વિનતિથી, જે વર્ષમાં સુભિક્ષનો ઉદ્ભવ થયો તે સં. ૧૫૪૧માં લક્ષ્મીસાગરસૂરિના રાજ્યમાં જ આ ગુરુગુણ રત્નાકર કાવ્ય સોમદેવસૂરિ શિષ્ય ચારિત્રહંસના શિષ્ય સોમચારિત્રે રચ્યું.” સં. ૧૫૪૭માં તે સૂરિ સ્વર્ગસ્થ થયા. ૭૩૦. સં. ૧૫૨૪ માં ખ. કમલસંયમ ઉપાધ્યાયે રાજગૃહીના વૈભારગિરિ પર જિનભદ્રસૂરિની નામનું નામ પ્રાપ્ત કર્યું. જીવનની મકૂ નામની પત્નિથી થયેલ પુત્ર પુંજરાજે પોતાનાં સૂત્રોથી સારસ્વત પર ટીકા રચી. આ પરથી જણાય છે કે મેઘ મંત્રીની જૈન ધર્મ પ્રત્યે પ્રીતિ હતી અને ખાસ કરી સ્ત્રીમંડળની તો જરૂર હતી, જ્યારે જીવનમંત્રીની બ્રહ્મ વિદ્યા-જગદીશ્વરની પૂજામાં પ્રીતિ હતી ને તેનો પત્ર પંજરાજ પણ જૈનેતર ધર્માનુયાયી હતો. તેણે મંગલાચરણ દ્વિરદાનન-ગણપતિનું કર્યું છે. વળી પુરુષો એક ધર્મ પાળે ને સ્ત્રીઓ બીજો ધર્મ પાળે એમ પણ હાલ શ્રીમાલીમાં જોવામાં આવે છે તેમ પહેલાં બનતું પણ સાથે પુરુષો સ્ત્રીઓના ધર્મ પ્રત્યે પણ અનુરાગ બતાવતા. એક ભાઇ એક ધર્મમાં આસ્થા રાખે અને બીજો બીજામાં એમ પણ ઉદારભાવ એક કુટુંબમાં રહેતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy