SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૭૨ ૨ થી ૭૨૮ લક્ષ્મીસાગરસૂરિના કાર્યો ૩ ૨૯ પ્રાદન (પાલણપુર) વાસી ઉકેશ જ્ઞાતિના ખીમાના પુત્ર સા. જીવાએ આગમમંડનને વાચકપદ અપાવ્યું. (ઈડરના) ભાણ રાજાના મંત્રીકોઠારી સાયરે ગુણસોમને, દરવર્ષે યાત્રા કરનાર તેમના સં. ધનાએ અનંતકંસને અને આશાપલ્લીના ૫. જૂઠા મીઠાએ હંસનંદનને વાચકપદ અપાવ્યું. આમ ઇલદુર્ગ-ઇડરમાં ત્રણને સૂરિપદ, છને વાચકપદ, અને આઠને પ્રવર્તિનીપદ જુદાં જુદાં અપાયાં. ૭૨૫. સીરોહીમાં લક્ષ (લાખા) રાણાના અમાત્યો ને સંઘ લઈ શત્રુંજયની યાત્રા કરી થયેલ સંઘપતિઓ પ્રા. કો. ઉજલ અને કાજાએ સોમદેવસૂરિ સાથે જીરાપલ્લી પાર્શ્વનાથની સાત દિન સુધી યાત્રા કરી અને સીરોહીમાં ૮૪ આર્યદંપતી સહિત સોમજયસૂરિની દેશના સાંભળી બ્રહ્મવ્રત સ્વીકાર્યું. મેવાડના કુંભકર્ણ રાજાથી સત્કારિત એવા સંઘપતિ જે ધરણાએ રાણપુરમાં ચોમુખ ચૈત્ય બંધાવ્યું તેના પ્રથમ ભાઈ રત્નસિંહનો સં. ચાલિગ નામનો પુત્ર થયો તેનો પુત્ર સં. સહસા થયો કે જેને માલવાધીશ ગ્યાસુદીને ધર્મના ભાઈથી અધિક મિત્ર કર્યો હતો. તેણે સુમતિસુંદરસૂરિના ઉપદેશથી લક્ષ (લાખા) રાણાની અનુમતિ લઈ આબૂના અચલદુર્ગ શિખર પર મોટો ચોમુખ પ્રાસાદ કરાવી. તેમાં ૧૨૦ મણ પીતળનું જિનબિંબ કરાવી પ્રતિષ્ઠિત કર્યું. ૭૨૬. મંડપ (માંડવગઢ) ના સં. વેલાએ સુમતિસુંદરસૂરિના ઉપદેશથી જિનયાત્રા માટે સુલતાનનું ફરમાન લઈ સંઘ કાઢ્યો. ત્યાંથી રતલામ આવતાં અનેક (પર) સંઘો મળ્યા. પછી ઇલાદુર્ગ (ઈડર) આવતાં ગુરૂને વંદી જીરપલ્લિપુરની યાત્રા કરી. ગુણરાજ સંઘવીએ ઇદ્રમાલા પહેરી હતી તેવી રીતે વેલાએ અબ્દતીર્થમાં નવ હજાર ટંકથી ઇદ્રમાલા પહેરી. વેલાક અને ધર્મસિંહ આદિએ રાણપુરના ચતુર્મુખ ચૈત્યમાં દેવકુલિકાઓ કરાવી પછી સિદ્ધક્ષેત્રની યાત્રા કરી ફરી ઈડરમાં આવી ગુરૂને સોનાનાણાંથી વધાવ્યા ને ત્રણસો સાધુઓને વસ્ત્રો આપ્યાં ને સોમસાગરને ઉપાધ્યાયપદ આપ્યું. પછી પાવાપુરમાં સંભવનાથને વંદી માંડવગઢ પાછા આવ્યા. ૭૨૭. પિપ્પલીયપુરના સં. ધર્મસિંહે ઉદ્યાપન ઉત્સવ કરી ઘણું દ્રવ્ય ખર્યું. દેવાસના સં. ભાદા તથા આનાએ જિનપ્રતિષ્ઠા ઉદ્યાપન આદિ કરી સાધુઓને વસ્ત્ર આપ્યાં. ત્યાં જ પ્રાગ્વાટ જ્ઞાતિના તથા માફમાલિકના મંત્રી સં. દેવસીએ ૨૪ દેવાલયો, અને પિત્તલમય ચતુર્વિશતિ જિનપટ્ટો બનાવરાવી આગમમંડન વાચક પાસે પ્રતિષ્ઠા કરાવી. ૭૨૮. મંડપ (માંડવગઢ) વાસી શ્રીમાલી અને માલવાધિપતિના મિત્ર તથા “માફમાલિક' એ નામ ધારણ કરતા મેઘમંત્રી હતા. તેની માતુશ્રી આદિ કુટુંબ પૂર્વે સોમસુંદરસૂરિનું રાગી હતું તે હમણાં પણ પરિકર સહિત તેમનું રાગી હતું. તેણે સુવર્ણટંક સહિત દશશેરના મોદક આખા માંડવગઢના સર્વ જાતિના વાસીઓને આપ્યા. આ મેઘે પોતાના નાનાભાઈ જીવણ૭૦ સહિત રહીને સત્રાગારથી સંઘને ૪૭૦. આ જીવણના પુત્ર પુંજરાજે સારસ્વત વ્યાકરણ પર ટીકા (પી. ૫, ૧૬૬) રચી છે. તેની પ્રશસ્તિમાં જણાવ્યું છે કે શ્રીમાલ સદેપાલનો પુત્ર કોરો તેનો પુત્ર પામો ને તેનો પુત્ર ગોવા સા. રામચંદ્રમાં પ્રીતિવાળો થયો. તેનો પુત્ર પંચ સા. ને તેની સ્ત્રી મદીથી બે પુત્રો થયા તે આ જીવન અને મેઘ. તે બંનેએ મંડપદુર્ગમાં ખલચિ સાહિગયાસ (ખીલજી ગ્યાસુદિન)ના મંત્રી થઈ પરોપકાર વડે ભારે ખ્યાતી મેળવી. જીવને મંત્રિનો ભાર નાનાભાઈ મેઘને (ઉપર મોટાભાઈ જણાવ્યું છે.) સોંપી બ્રહ્મવિદ્યામાં સમય ગાળ્યો. મેઘમંત્રીએ શ્રી ગયાસ પાસે “મફરલી માલિક' For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy