SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ સોમલબ્ધિને ગણિનીનું પદ આપ્યું. માલવદેશમાં ગ્યાસદીન રાજ્યે મંડપદુર્ગના વાસી સં. સૂરા અને વીરા પ્રાગ્વાટજ્ઞાતિમાં મુખ્ય હતા. તેમણે સુધાનંદનસૂરિ સાથે સંઘ લઇ સિદ્ધાચલ આદિની યાત્રાએ નીકળી ઉંબરટ્ટ ગામમાં આવી શુભરત્નવાચકને સૂરિપદ અપાવ્યું ને પછી પાતશાહનું ફરમાન લઈ એક લાખ કરતાં વધારે દ્રવ્ય ખર્ચી ઉક્ત સિદ્ધાચલની યાત્રા કરી. ૭૨૨. દક્ષિણના દેવગિરિના સં. ધન્યરાજ અને નગરાજ બંને ભાઇઓએ ગૂજરાત આવી મહિમ્મદ નામના રાજ્યકર્તાનું માન મેળવી વિમલાચલની યાત્રા કરી પાટણ ચાતુર્માસમાં આવી ત્યાંના સંઘને અનેક રીતે સેવા કરી તુષ્ટ કર્યો ને સોમજય વાચકને સૂરિપદ અને તેમના શિષ્ય જિનસોમ પંડિતને ઉપાધ્યાયપદ પાટણમાં અપાવ્યાં. ઉપર્યુક્ત ગૂર્જર જ્ઞાતિના વણિક સુલતાનના મંત્રી સંધવી ગદાએ ૧૨૦ મણ પીત્તલનું ઋષભદેવનું બિંબ કરાવી આબૂના ભીમવિહારમાં૪૬૯ પ્રતિષ્ઠિત કરાવવા સંઘ લઈ ભાનૂ (ઇડરનોં ભાણ) અને લક્ષ (મેવાડનો લાખો) નાં સત્કાર મેળવી આબૂ જઇ ત્યાં સોમજયસૂરિ પાસે સં. ૧૫૨૫ માં તે અને બીજી મૂર્તિઓ ભીમપ્રાસાદમાં પ્રતિષ્ઠિત કરાવી. પછી તેના આગ્રહથી સુધાનંદનસૂરિએ જિનસોમ વાચકને સ્વહસ્તે આચાર્યપદવી આપી. વળી ત્યાં પાટણથી સાધારણ સા. ના પુત્ર ડુંગરે આવી જિનહંસને વાચક પદ અપાવ્યું અને આબૂવાસી સા. સંડાએ સુમતિસુંદરને ઉપાધ્યાયપદ અપાવ્યું પછી ગદરાજ ડુંગર અને સંડકે જીરાપલ્લી પાર્શ્વનાથની યાત્રા કરી. ૭૨૩. અહમ્મદાવાદના સુલતાનના મંત્રી પ્રાગ્ધાટ કર્મણ સંઘવી, દજિનાલય વડે પૌત્રી કર્પૂરી સહિત શત્રુંજયની યાત્રા કરનાર ગુણરાજ સંઘપતિ, દો. મહિરાજ, અને દો. હેમા એ ચાર જણાએ અહમ્મદાવાદથી આવતાં સોમજયસૂરિને આગ્રહ કરતાં દરેકના તરફથી અનુક્રમે મહીસમુદ્ર, લબ્ધિસમુદ્ર, અમ૨નંદિ અને જિનમાણિક્યને વાચકપદ આપ્યાં. સીરોહીના ખીમા નામના સંઘપતિએ જિનહંસવાચકને સૂરિપદ અપાવ્યું. સુંડાકના કુંતા નામના સંઘવીએ સીરોહીના સોમદેવસૂરિના શિષ્ય સુમતિસુંદરને આચાર્યપદ અપાવ્યું. ૭૨૪. અકમી(પુર)ના ઉકેશવંશીય સોની ઈશ્વર અને પતા એ બે ભાઇઓએ ઇડરના ભાણ રાજાના દુર્ગ ઉપરના પ્રાસાદ કરતાં ઉંચો પ્રાસાદ કરાવી તેમાં ઘણાં બિબો સાથે અજિતનાથના બિંબની લક્ષ્મીસાગરસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી. (સં. ૧૫૩૩'). આ ભાણરાજાના મંત્રી-કોઠારી ઉકેશવંશના શ્રીપાલે સુમતિસાધુને આચાર્યપદવી અપાવી. (અમદાવાદના) અકમી(પુર)ના ઉક્ત ઉકેશ જ્ઞાતીય અને પદપ્રતિષ્ઠા કરનાર ઇશ્વરના લઘુભાઇ પતા અને પુત્ર હરિશ્ચંદ્રે કરેલા ઉત્સવથી રાજપ્રિય અને ઇંદ્રનંદિને સૂરિપદ અપાયાં. અહમ્મદાવાદના મેઘમંત્રીએ ધર્મહંસ અને ઇંદ્રહંસને વાચકપદ અપાવ્યાં. ૪૬૯. આ ભીમવિહાર તે આબૂ પરનું ભીમાશાહવાળું ઋષભદેવનું મંદિર કે જે પૂર્વે સં. ૧૩૭૩ પછી બનેલું ને ‘પીતલહર’ એ નામથી ઓળખાતું હતું અને જેનો ઉદ્ધાર સોમસુંદરસૂરિના સમયમાં સંઘે કર્યો હતો. તેમાં મંત્રી સુંદરના પુત્ર ઉક્ત ગદાએ નવી પ્રતિમા બેસાડી તે આજે વિદ્યમાન છે. મુનિ કલ્યાણવિજયનો લેખ ‘આબુના જૈન શિલાલેખો’-‘જૈન’ તા. ૧૬-૧૦-૨૭. ૧. આ સંબંધી સુધાનંદનસૂરિના શિષ્યે તે સમયે રચેલી ‘ઇડરગઢ ચૈત્ય પરિપાટી' માટે જુઓ જૈનયુગ સં. ૧૯૮૫ માહથી ચૈત્રનો અંક પૃ. ૩૪૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy