SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૭૨૦ થી ૭૨૧ રાજા માંડલિક, આ. લક્ષ્મીસાગર સૂરિ ૩ ૨૭ વર્ણનવાળો અને પછી શાણરાજના વર્ણનના બે શ્લોક જણાવી અટકતો અત્યારે ગિરનાર પર મોજૂદ છે.) આ શાણરાજ તે હરપતિ સંઘપતિ કે જેણે સં. ૧૪૫૨ માં ૭ દેવાલયો સાથે શત્રુંજય વગેરે તીર્થોની યાત્રા કરી હતી અને જેણે ત્યાં રત્નસિંહસૂરિનાં અને રત્નચૂલા સાધ્વીનાં પગલાં પધરાવ્યાં હતાં. તેના નામલદે પત્નીથી થયેલ પુત્ર સજ્જનસિંહનો કૌતુકદેવી નામની સ્ત્રીથી થયેલ પુત્ર હતો. તેણે સં. ૧૫૧૭માં શત્રુજ્ય તથા ગિરનાર તીર્થની ૨૪ દેવાલયો સહિત યાત્રા કરી હતી અને તે જ વર્ષમાં તેના આગ્રહથી જ્ઞાનસાગરસૂરિએ ખંભાતમાં વિમલનાથચરિત્ર રચી પૂર્ણ કર્યું હતું. (જુઓ તે ચરિત્રનું ભાષાંતર પ્ર. ઓ. સભા ભાવ. {પ્ર. હી. હે, જિ. આ. 2. }) ૭૨૦. સં. ૧૫૧૨માં વાણીઆમાં દશા વીસા એવા ભેદ જાણીતા થઈ ગયા હતા અને તેમાં શ્રાવક અને મૈશ્રી (વૈષ્ણવ) બંને હતા એ તે વર્ષમાં રચાયેલા કાન્હડદે પ્રબંધ પરથી જણાય છે - વીસા દસા વિગતિ વિસ્તરી, એક શ્રાવક નિ એક મહેસરી.' છતાં તે બંને ખરીદવું, વેચવું, પરદેશ સાથે જળ અને સ્થળથી વ્યવસાય કરવો વગેરે અરસ્પરસ વ્યવહાર રાખી સાથે જ કરતા. ૭૨૧. તપાગચ્છમાં લક્ષ્મીસાગરસૂરિને ગચ્છનાયક પદ સં. ૧૫૧૭માં મળ્યું. તેમનું ચરિત્ર ગુરુગુણરત્નાકર કાવ્યમાં આપેલું છે તેનો સાર અત્રે મૂકવામાં આવે છે. તેમણે મૂળ મુનિસુંદરસૂરિ પાસે ઉમાપુરમાં સં. ૧૪૭૦માં છ વર્ષની વયે દીક્ષા લઈ સિદ્ધાંતો શીખી લીધાં અને દુર્વાદીઓનાં માન ઉતારી બાલ દશા છતાં જીર્ણદુર્ગમાં મહિપાલ રાજાને રંજિત કરેલ હતો. ક્રમે વિવાહપ્રજ્ઞપ્તિના યોગવહનથી ગણિપદ પ્રાપ્ત કર્યા પછી પંડિતપદ સોમસુંદરસૂરિએ દેવગિરિથી આવેલા સાત મહાદેવના કરેલા ઉત્સવપૂર્વક સં. ૧૪૯૩માં આપ્યું. સં. ૧૫૦૧ માં મુંડસ્થલમાં મુનિસુંદરસૂરિએ વાચકપદ આપ્યું ને તેનો ઉત્સવ સંઘપતિ ભીમે કર્યો. સં. ૧૫૧૭ માં ગચ્છનાથ બન્યા પછી માલવદેશ અવલોકી ગૂજરાતમાં આવી સ્તંભતીર્થમાં રત્નમંડન અને સોમદેવસૂરિ સાથે ગચ્છમેલ કર્યો પૃથક પક્ષ જેવું થઈ ગયું હતું તે દૂર કર્યું. સં. ૧૫૨૨ માં ગચ્છપરિધાપનિકા વિધિ કરી અનેકને આચાર્યપદ, વાચકપદ, વિબુધપદ, આપ્યાં તેની સૂચિ માટે જુઓ સર્ગ બીજો) ગૂર્જરત્રા મરૂ અને માલવ દેશમાં પ્રસિદ્ધ શ્રાવકો, અને તેમના કરેલા ઉત્સવ પૂર્વક બિંબ પ્રતિષ્ઠાદિનો ઉલ્લેખ ત્રીજા સર્ગમાં છે. ગિરિપુર (ડુંગરપુર)માં ઉકેલ જ્ઞાતિનો સાહ સા© તે સોમદાસ રાજાનો મંત્ર હતો. તેણે ૧૨૦ મણ પિત્તલની જિનમૂર્તિ કરાવી તેની અન્ય બિંબો સાથે પ્રતિષ્ઠા કરાવી. દક્ષિણના દેવગિરિના સાત મહાદેવે શત્રુંજયાદિની તીર્થયાત્રા કરી લાટપલ્લિ આદિમાં પુષ્કળ દ્રવ્યથી કરેલા ઉત્સવથી અનેકને વાચક, મહત્તરાપદ અપાવ્યાં. હાડાવટી માલવદેશના પ્રજાપ્રિય અહમ્મદના મુખ્ય મંત્રી મંડપ (માંડવગઢ) ના વાસી પ્રાગ્વાટવંશના સંઘપતિ ચંદ્રસાધુ (ચાંદાસાહે) ૭૨ કાષ્ઠમય જિનાલય અને ધાતુના ૨૪ જિનના પટ્ટો વગેરે કરાવ્યાં. અને તેની પ્રતિષ્ઠા કરાવી. અહમદાવાદના વાસી શ્રી ગદરાજ (ગદા) મંત્રીએ સોઝીંત્રક (સોઝીંતરા) માં ત્રીશહજાર દ્રમ ટંક ખચી નવું જૈન મંદિર કરાવી તેમાં સોમદેવસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી, અને શુભરત્નને વાચકપદ અપાવ્યું. મંડનશ્રેષ્ઠીવાળા આશાવલ્લીપુરમાં તે સૂરિએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy