SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ ૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ગુરુવારે જૂનાગઢના રાજા માંડલિકે રત્ન(સિંહ)સૂરિના પટ્ટાભિષેકના અવસરે પંચમી અષ્ટમી ચતુર્દશી દિનોમાં સર્વ જીવની અમારિ કરાવી તેની પહેલાં એકાદશી અને અમાવાસ્યામાં તેનું પાલન થતું હતું. ૪૯તેજ રાજાના સમયમાં સં. ૧૫૦૯ માઘ શુદ ૫ ને દિને, વિમલનાથનો પ્રસાદ સ્તંભતીર્થવાસી વ્ય. શાણરાજે બંધાવેલો. તેમાં ઉક્ત બૃહત્ તપાગચ્છના રત્નસિંહસૂરિએ પ્રતિષ્ઠા કરી. (જૈન ગૂ. કવિઓ ભાગ ૨ પૃ. ૭૩૮. આ સંબંધીનો પ્રથમનો અર્થો મોટો શિલાલેખ માંડલિકના રાજવંશનું લિખિત દુએ શ્રી સ્વયં મા શ્રી રામપ્રસાદાત છે શુભ ભવતુ દોસી રામણ નિત્ય પ્રણમતિ ” આમાં મેવાડી ભાષા છે. આમાંના શબ્દોના અર્થ જાણવા યોગ્ય છે. વિમલવસહી-વસહી (પ્રાકૃત) વસહિકા (પ્રાકૃતથી બનેલ સંસ્કૃત), વસતિ (સંસ્કૃત), મંદિર; વિમલશાહનું સ્થાપેલું-બંધાવેલું મંદિર; તેજલવસહી-પ્રસિદ્ધમંત્રી વસ્તુપાલના ભાઈ તેજપાલની સ્થાપેલી શ્રી નેમિનાથની વસહિક. બીજે-બીજા, અન્ય. શ્રાવક-જૈન ધર્માનુયાયી સંઘના ચાર અંગ છે-સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા; તેમાં શ્રાવક તે ધર્મનું શ્રવણ કરનાર (સાધુઓના ઉપદેશના અનુયાયી) અર્થાત્ ગૃહસ્થ, તેમાંથી સરાવગી' શબ્દ નિકળ્યો છે. દેહર-દેવધર, દેવકુલ, દેવલ, મંદિર. બીજે શ્રાવકે દેહરે-અન્યાન્ય જૈન મંદિરોમાં (અધિકરણની વિભક્તિ વિશેષણ તથા વિશેષ્ય બંનેમાં છે) દાણ-સંસ્કૃત દંડ, રાજકીય કર દંડ યા દાણ જુર્માના (શિક્ષા) ને માટે યા રાહદારી જગાત આદિના માટે લેવાય છે. મુંડિક-મુંડકું, પ્રત્યે યાત્રિકના દર માથા દીઠ કર. વલાવીમાર્ગમાં રક્ષા માટે સાથેના સીપાઈનો કર. રખવાલી-ચોકીદારનો કર. ગોડા-ઘોડા, પોઠયા-સંસ્કૃત પૃષ્ઠય-પીઠ પર ભાર ઉંચકનાર બળદ, ડું-ના. રાણિ શ્રી કુંભકર્ણિ-ઈ” એ ત્રીજી વિભક્તિનું ચિન્હ છે. રાજા કુંભકર્ણ. મહંમહત્તમ, મહત્તમ. ઉચ્ચ રાજ્યાધિકારી યા મંત્રી. સરખાવો મહતા, મહેતા કા મહત્તર. જોગ્ય-યોગ્ય, જોગ. ડુંગર ભોજા નામના અધિકારીના કહેવાથી, તેના પર કૃપા-ઉપકાર કરીને. નિકો-જે. તિહિરૂં તેનું મુકાવું-મૂકાવ્યું, છોડાવ્યું. પલે-પાલ્યું જાય. માંગવા ન લહિ-માગી ન શકે. ઊપરિ-ઉપર જોગ્યની વ્યાખ્યા જુઓ. મયા ઉધારા-મયા ધારણ કરી. ‘દયા મયા’ કરી, કૃપા કરી. મુગતી-મુક્તિ, છૂટ, કીધી-કરી, થાપુ-થાણું, સ્થાપ્યું. આઘાટ-નિયમ. સૂરિહિ-ફારસી શરહ (?) નિયમનો લેખ. રોપાવીરોપી, ઉભી કરી. (સં. રોપિતા, પ્રાકૃત સંસ્કૃત રોપાપિતા). લોપિસિ-લોપશે. તિ તેને (ર્મકારક). ભાંગીરૂં-તોડવાના. લાગિસિ-લાગશે. અનિ-અને (સં. અન્યત) સંહ-સંઘ, યાત્રિકોનો સમૂહ. અવિસઈ-આવશે સંસ્કૃત સમ-આવિષ્યાતિ (?) સ-તે. ફધું (સંસ્કૃત પદિક)-ફદીઉં, બે આનાની લગભગ કિંમતનો ચાંદીનો સિક્કો. અચલેશ્વરિ, ભંડારિ, સંનિધાનિએમાં ‘ઈ’ અધિકરણ કારક છે. દુગાડી (સં. દ્રિકાકિણી) એક પદિકના પાંચ (રૂપિયાના ૪૦) એવો એક તાંબાનો સિક્કો, મુકિસ્યઇ-મૂકશે (સરખાવો મુકાવું, અવિસઇ). દૂએ-દૂતક. શિલાલેખો અને તામ્રપત્રોમાં જે અધિકારી દ્વારા રાજાજ્ઞા અપાઈ હોય તેનું નામ “દૂતોડત્ર' એમ કહીને લખાતું હતું તેનો અપભ્રંશ દૂએ, દુવે યા દુબે પ્રત, પછીના લેખો પટ્ટો આદિમાં આવે છે. આ લેખના દુએ યા દૂતક સ્વયં રાણા કુંભાજ છે. દોસી રામણ-આ લેખનો લેખક હશે. ઓઝાજીનો લેખ “અનંદ વિક્રમ સંવતૂકી કલ્પના ના પ્ર. પ્ર. ૧, પૃ. ૪૫૦-૪પર. ૪૬૮, આ સંબંધીનો મોટો શિલાલેખ જૂનાગઢના ઉપરકોટમાં ગઢમાં એક શિલાપટ્ટ છે તેમાં છે કે જે મારી ગિરનાર યાત્રાના અવસરે તા. ૩૦-૬-૨૯ ને દિને મેં ભાંગ્યો તૂટ્યો ઉતારી લીધો તેમાંથી નીચેનું પ્રસ્તુત જેટલું મૂકેલ છે. સ્વસ્તિ શ્રી સંવત્ ૧૫૦૦ વર્ષે માઘ...સપ્તમી દિને ગુરૂવારે...શ્રી..રાણાશ્રી મેલગદે સુત રાઉલશ્રી મહિપાલદે સુત...શ્રી મંડલિક પ્રભુણા... સર્વજીવકરૂણાકરણતત્પરેણ ઔદાર્ય ગાંભીર્ય ચાતુર્ય શૌર્યાદિ ગુણરત્ન રત્નસિંહ) સૂરીણાં પટ્ટાભિષેકાવસરે સ્તંભતીર્થ વાસ્તવ્ય સા. દેવા ત હાંસા સૂત.રાજકુલીન...સમસ્તજીવઅભયદાનકરણ..કારકેણ પંચમી અષ્ટમી ચતુર્દશી દિનેષુ સર્વ જીવ અમારિ કારિતા રાજા.નંતર સિંહાસનોપવિરેન શ્રી મંડલિક રાજાધિપેન શ્રી અમારિ પ્રા લિખિત સ્વહસ્ત લિખિત શ્રી કરિ (?) સહિત સમર્થિત પુરાપિ એકાદશી અમાવાસ્ય પાલ્યમાનસ્તઃ સંમતિ... એતેષ પંચમી અષ્ટમી એકાદશી ચતુર્દશી અમાવાસ્યા દિનેષુ રાજાધિરાજ શ્રી મંડલિકેણ સર્વ શ્રેય કલ્યાણકારિણી સર્વ દુરિત દુર્ગોપસર્ગનિવારિણી સર્વજીવઅમારિ કાર્ય...ણી ચિર વિજયતાં છે વગેરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy