SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪ વિક્રમ સોળમું શતક [સં. ૧૫૦૧ થી ૧૬૦૦] ઐતિહાસિક ઘટનાઓ श्रेयः श्रीधर्मबीजं विमलमतिबृहद्भारत क्षेत्रधात्र्यां येनोप्तं यद् युगादौ तदनु निजलसद् गोरसैः सिक्तमेतत् । प्रौढिं च प्रापि तज्ज्ञैः सुकृतगुरुगणैः स्वाश्रितेऽद्यापि दद्या- दाधिव्याधिव्यपायं परमसुखफलं नाभिसूः स्तात् स सिद्ध्यै ॥ -જેણે વિમલમતિ બૃહત્ ભારત ક્ષેત્ર ભૂમિમાં યુગની આદિમાં કલ્યાણશ્રીનું ધર્મબીજ વાવ્યું અને ત્યાર પછી તે બીજ પોતાના જ્વલંત ગોરસ (ભૂમિરસ, વાણીરસ) વડે તેના જ્ઞાતા સુસ્કૃતિ ગુરુઓના સમુદાયથી સીંચાઇ પ્રૌઢી પામ્યું તે નાભિનન્દન-ઋષભદેવ આધિ-વ્યાધિના નાશ રૂપ પરમસુખ ફલ આપો અને આપણી સિદ્ધિ અર્થે થાઓ. (સોમચારિત્રગણિકૃત ગુરુગુણરત્નાકર કાવ્ય સં. ૧૫૪૧) ૭૧૯. સં. ૧૫૦૫માં રાણા કુંભા (કુંભકર્ણ)ના ભંડારી (કોશાધ્યક્ષ) વેલાકે શાંતિનાથ તીર્થંકરનું અષ્ટાપદ નામક જૈનમંદિર ચિતોડમાં બંધાવ્યું કે જેની પ્રતિષ્ઠા ખ. જિનસેન (?) સૂરિએ કરી હતી કે જેને હાલ શૃંગાર ચાવડી-સિંગારચોરી' કહેવામાં આવે છે.૪૬૬ તેને પ્રથમ ચાર દ્વાર હતાં તેમાં બે દ્વાર સુંદર કોરેલી જાળીઓ બેસાડી કરવામાં આવ્યાં છે. સં. ૧૫૦૬ ના વર્ષમાં મહારાણા કુંભકર્ણે આબુના જૈન યાત્રિકો પાસેથી મુંડકું વલાવું વગેરે ન લેવા અને તેમનું રક્ષણ ક૨વા સંબંધી લખી આપેલું વ્યવસ્થાપત્ર લૂણિગવસહિના દક્ષિણાભિમુખ દરવાજાની બહાર કીર્તિસ્થંભની પાસે એક શ્વેત ‘સુરહિ’ પત્થર રોપેલો છે. તેના પર કોતરેલું છે.૪૬૭ સં. ૧૫૦૭ના માઘ (અસિત) સપ્તમી દિને ૪૬૬. લોકો કહે છે કે અહીં રાણા કુંભાની રાજકુમારીનો વિવાહ થયો હતો. તેની આ ચોરી છે, પણ તે ભૂલ છે, કારણ કે તેનો શિલાલેખ ઉક્ત જૈનમંદિરની સાક્ષી પૂરે છે. ઓઝાજી રા. ઇ. પહેલો ખંડ પૃ. ૩૫૬ અને બીજો ખંડ પૃ. ૬૨૫ ટિપ્પણ. રાજપુતાના મ્યુઝિયમ રીપોર્ટ સન ૧૯૨૦-૨૧ પૃ. ૫ લેખસંખ્યા ૧૦, ૪૬૭. જુઓ તે લેખ:- ‘શ્રી ગણેશાયઃ ॥ સહી (ત્રિશૂલ જેવું ચિન્હ છે) સંવત ૧૫૦૬ વર્ષે અષાઢ સુદિ ૨ મહારાણા શ્રી કુંભકર્ણ વિજયરાજ્યે શ્રી અર્બુદાચલે દેલવાડા ગ્રામે વિમલવસહી શ્રી આદિનાથ તેજલવસહી શ્રી નેમિનાથ તથા બીજે શ્રાવકે દેહરે દાહ મુંડિકં વલાવી રખવાલી ગોડા પોઠયારૂં રાણિ શ્રી કુંભકર્ણિ મહં ડૂંગર ભોજા જોગ્ય મયા ઉધારા જિકો જ્યાત્રિ આવિ તિહિંરૂં સર્વ મુકાવું જ્યાત્રા સંમંધિ આવ્યંદ્રાર્ક લગિ પલે કુઈ કોઈ માંગવા ન લહિ રાણિ શ્રી કુંભકણિ મ. ડૂંગર ભોજા ઊરિ મયા ઉધારી યાત્રા મુગતી કીધી આઘાટ થાપુ સુરિહિ રોપાવી જિકો આ વિધિ લોપિસિ તિ ઇહિ સુરિહિ ભાંગીરૂં પાપ લાગિસિ અનિ સંહ જિકો જાત્રિ અવિસઈ સ છું ૧ એક દેવ શ્રી અચલેશ્વરિ અન દુગાણી ૪ ચ્યા દેવ શ્રી વિશિષ્ટ ભંડારિ મુકિસ્યઇ । અચલગઢ ઊપરિ દેવી ॥ શ્રી સરસ્વતી સન્નિધાનિ બઇઠાં For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy