SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ પુરુષ અપભ્રંશે આપેલો વા૨સો ભૂલી જાય છે...વળી છંદનો કલામય ઉપયોગ આજકાલનો નથી-પણ કલાના જેટલો જૂનો છે.૪૬૩ ૭૧૭. ‘આ કાવ્યમાં પહેલ વહેલાં પદ મળે છે. પદનું જ બીજું નામ દેશી છે. માર્ગ અને દેશી એ બે નામો અનુક્રમે પિંગળને અનુસરીને લખાયેલી કવિતાને અને લોકરાહોને અનુસરીને લખાયેલી કવિતાને આપવામાં આવ્યાં છે. તેનો આરંભ ચૌદમા સૈકાથી થયેલો જોવામાં આવે છે. દેશીનું આપણે સ્થૂલ પૃથક્કરણ કરીએ. પદમાં નરસિંહનાં ત્રણ કાવ્યો લખાએલાં છે. ગોવિંદગમન, સુરતસંગ્રામ, અને સુદામાચરિત્ર. નરસિંહ મહેતાનાં ‘પ્રભાતિયાં' કહેવાય છે તે રાગનું નામ નથી પણ પ્રભાતમાં એ પદ ગાવામાં આવતાં હોવાથી તે નામ અપાયું છે. એને આપણે હાલ ઝૂલણા છંદ એવું નામ આપીએ છીએ. એયે ભૂલ છે. દેશીને માર્ગનું નામ આપી શકીએ નહિ....'૪૬૪ આ પદ-દેશી-રોગો જયશેખરસૂરિ પહેલાં પણ (એટલે અવશ્ય નરસિંહ મહેતા પહેલાં) જૈન કવિઓએ વાપર્યા છે ને ત્યાર પછી વાપર્યે ગયા છે. તે દાખલાથી બતાવી શકાય તેમ છે. ૭૧૮. આ યુગના ગૂજરાતી જૈન કવિઓની કૃતિઓમાંથી કાવ્યના નમુના અત્રે સ્થલસંકોચને લીધે આપી નથી શકાયા. જેમને થોડા નમુના જોવા હોય તે મારા લેખ નામે ‘વિક્રમ ૧૫ મા સૈકાના કેટલાક જૈન કવિઓની કાવ્ય પ્રસાદી'માંથી ૪૬૫ મેળવી શકશે. દરેક યુગવાર કવિઓના નમુના હવે પછી જૈન ગૂર્જર પદ્યસાહિત્ય સંબંધી વિસ્તારથી નિબંધ લખાનાર છે તેમાં અપાશે. ૪૬૩. જુઓ દિ. બ. કેશવલાલ હર્ષદ ધ્રુવના સંપાદિત ‘પ્રાચીન ગુર્જર કાવ્ય'માં તેમની પ્રસ્તાવના અને જૈનયુગ પુ. ૩, પૃ. ૧૦૧માં ‘પ્રબોધ ચિંતામણી સંબંધી સાક્ષરશ્રી કેશવલાલભાઈ.’ ૪૬૪, ઉક્ત સાક્ષરશ્રી ધ્રુવના જ ભાષણનો સાર ‘બુદ્ધિપ્રકાશ’ ફેબ્રુ. ૧૯૨૬ ‘પદ્યબંધની કસોટી અને બીજા પ્રશ્નો.’ વિશેષ માટે જુઓ અમારા મિત્ર રા. મંજુલાલનો લેખ ‘આપણી દેશીઓ અને પ્રાચીન લોકસંગીત’-ગુણસુન્દરી, ૧૯૩૦. ૪૬૫. ‘શારદા’નો તંત્રી અંક જાને. ૧૯૨૭ પૃ. ૧૦૦૩ : ‘જૈનયુગ’ કાર્નિક માગશર સં. ૧૯૮૩ પૃ. ૧૬૯. For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy