SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૭૧૧ થી ૭૧૬ જયશેખરસૂરિનો ત્રિભુવન્નદીપક પ્રબંધ ૩૨ ૩ યોગ્ય કર્યું છે. રૂપક મનનગ્રાહ્ય છે. તેના કાવ્ય રૂપે નિરૂપણથી ઔચિત્ય સચવાય છે અને નવીનતા એ આવે છે.” ૭૧૪. આ. જયશેખરે સંસ્કૃતમાં પ્રબોધ ચિંતામણિ કાવ્ય રચ્યું છે. તેની સાથે આ ગુજરાતી કાવ્યની ઉક્ત સાક્ષર ધ્રુવ કહે છે કે, “તુલના કરવી ઈષ્ટ નથી. એક કાવ્યમાં કવિએ અલંકારપ્રધાન મહાકાવ્યની આડંબરી શૈલી સ્વીકારી છે; અને બીજામાં પ્રસાદપ્રધાન કથાવાર્તાની ઋજુ શૈલી હૃદયે ધરી છે. કર્તાના સમયમાં પંડિતોએ પહેલાને વખાણ્યું હશે; અને સામાન્ય શ્રોતાઓએ બીજાને વધાવી લીધું હશે. સંસ્કૃત કવિ તરીકે જયશેખરનું જે સ્થાન હોય તે હો, ગુજરાતી કવિ તરીકે તો તેમનો દરજ્જો ઊંચો છે. આ એક જ ગૂર્જર કાવ્યથી જૈન કવિ પ્રથમ પંક્તિના સાહિત્યકાર બને છે. પ્રબોધ ચિંતામણિ પ્રબોધપ્રકાશના કરતાં અધિક યશસ્વી થવા નિર્મિત છે. કવિની પ્રતિભા વસ્તુની ગૂંથણીમાં, પાત્રની યોજનામાં અને રૂપકની ખીલવણીમાં એક સરખી વિજયશાળી નીવડે છે. પ્રસ્તાવોનું વૈચિત્ર્ય અનેક રસની મિલાવટને પોસે છે; અને કાર્યનો વેગ તથા સંવિધાનનું ચાતુર્ય વાંચનારનું કૌતુક છેવટ સુધી ટકાવી રાખે છે. ગુજરાતી કૃતિનો રસ ઝીલનાર જૈનેતરે હશે, એ દૃષ્ટિથી કર્તાએ તેને સર્વની રૂચિ સંતોષે એવું રૂપ આપ્યું છે. જૈનેતર સાહિત્યની પેઠે જૈન સાહિત્ય ચકલે ચૌટે ગવાયું હોત, તો જયશેખરસૂરિએ પણ ભાલણ અને પ્રેમાનંદના જેવી પ્રસિદ્ધિ લોકમાં મેળવી હોત. ૭૧૫. “પ્રબોધચિંતામણીનો પદ્યભાગ માત્રાબંધ અને લયબંધ એ બે રૂપે વિભક્ત છે. માત્રાત્મક છંદમાં આશરે અઢીસે ચઉપઈ અને લગભગ પોણોસો દૂહા છે. તે સિવાય પદ્ધરી, ચરણાકુલ, મરહઢા, દુમિલા અને નીતિના નામે જાણીતા માત્રામેળ છંદ વધતા ઓછા દેખા દે છે; અને અપભ્રંશમાંથી જૂની ગુજરાતીમાં ઊતરી આવેલી વસ્તુ નામે છંદ પણ તેમાં યોજેલો છે. ઉપરાંત છાય, સરસ્વતી ધઉલ, તલહારૂ અને ધઉલ એ મિશ્ર માત્રાબંધ પણ કવિએ ઉપયોગમાં લીધી છે. બાકીના પદ્યાત્મક ભાગમાં સોરઠા જેવા એક કડીના દ્રુપદનો, પદ જેવાં અનેક કડીનાં દ્રુપદ તથા ઝાબટ્ટનો અને ધઉલ કિંવા ધોળનો સમાવેશ થાય છે. લયબંધ આખા કાવ્યનો નવમો ભાગ જ રોકે છે. ગદ્ય ભાગમાં બોલીનાં બે ઉદાહરણ છે. જયશેખરસૂરિના ન્હાના ગુરુભાઈ મેરૂતુંગસૂરિ, તેમના શિષ્ય માણિક્યસુંદર સૂરિએ જૂની ગુજરાતીમાં ગદ્યાત્મક પૃથ્વીચંદ્ર ચરિત્ર સંવત ૧૪૭૮માં રચ્યું છે; તે બોલીમાં છે. અક્ષરના, રૂપના, માત્રાના અને લયના બંધનથી મુક્ત છતાં લેવાતી છૂટ ભોગવતું પ્રાસયુક્ત ગદ્ય, તે બોલી. માણિક્યસુંદર બોલીવાળા પ્રબંધને વાગ્વિલાસ એટલે બોલીનો વિલાસ એવું નામ આપે છે. ૭૧૬. “પ્રાકૃત પાસેથી વારસામાં મળેલી છંદની પૂંજી વધારીને અપભ્રંશે ગૂજરાતીને આપી.૪૬૨ એને લીધે ગુજરાતીનું પુરાતન સાહિત્ય છંદમાં રચાયું. સમય જતાં ગૂજરાતીએ નવું સાહસ ખેડી વિવિધ દેશોનો લયબંધ ઊપજાવ્યો. ચિરંતન ગુજરાતી સાહિત્ય ઓછું ઉપલબ્ધ અને ઓછેવું પ્રસિદ્ધ હોવાથી, ગતકાળનું ગુજરાતી સાહિત્ય તો દેશમાં જ હોય-છંદમાં ન હોય, એવી માન્યતા બાંધનાર ૪૬૨. ‘જુઓ હેમાચાર્ય વિરચિત છંદોનુશાસનનો પ્રાકૃત અને અપભ્રંશ છંદોને લગતો ભાગ.” (કે. ધ્રુવ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy