SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૭૧૧. રા. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી જણાવે છે કે ‘ગુજરાતી સાહિત્યનો મધ્ય યુગ અને તેની પણ પૂર્વના યુગ માટે આજથી પચ્ચીસ વર્ષ ૫૨ જે જે અભિપ્રાયો બંધાએલા તે, નવાં નવાં પુસ્તકો હાથ લાગવાથી કાલક્રમે બદલાતા ગયા છે. દાખલા તરીકે નરસિંહ મહેતાને આદિ કવિનું સ્થાન આપવામાં આવતું અને સાથે સાથે એવો પણ અભિપ્રાય આપવામાં આવતો કે નરસિંહ મહેતાના સમય પહેલાં ગુજરાતી સાહિત્ય હતું જ નહીં. તેનો આરંભ નરસિંહ મહેતાથી જ થયોએ અભિપ્રાય ભુલભરેલો માલમ પડયો છે......ઘણાં પ્રાચીન કાવ્યો જે અપ્રસિદ્ધ પડી રહેલાં તે પ્રસિદ્ધિમાં આવવાથી જુના અભિપ્રાય ફેરવી નવા બાંધવામાં આવ્યા છે અને હાલ જે અભિપ્રાય બંધાયા છે તે પણ સ્થાયી નથી, કારણ હજુ જૈન ભંડારોમાં અને જૈનેતર વ્યક્તિઓના કબજામાં એટલા બધા અપ્રસિદ્ધ લેખો પડી રહેલા છે કે તે જેમ જેમ પ્રસિદ્ધ થતા જશે તેમ તેમ હાલ બાંધેલા અભિપ્રાય પણ ફેરવવા પડશે. આપણા જુના સાહિત્ય સંબંધે હાલનો જમાનો અનિશ્ચિતપણાનો-transitional period-નો-છે....' ૩૨૨ ,,૪૬૧ ૭૧૨. આ. જયશેખરે સંસ્કૃતમાં પ્રબોધચિંતામણી એક રૂપક (allegory) તરીકે સં. ૧૪૬૨માં રચેલો જણાવી ગયા છીએ. તે જ વિષયનો પણ સ્વતંત્ર કૃતિ તરીકે ત્રિભુવનદીપક પ્રબંધ અથવા પરમહંસ પ્રબંધ-પ્રબોધચિંતામણી ચોપઈ એ નામનો ગ્રંથ રચેલ છે કે જે વિક્રમ ૧૫મી શતાબ્દીના ઉત્તરાર્ધના પ્રારંભની ગુજરાતી ભાષાનો અવિકલ નમુનો પૂરો પાડે છે. જો કે તે પોતાના સંસ્કૃત ગ્રંથ નામે ‘પ્રબોધચિંતામણિ'ના જ વિષયનું પ્રતિપાદન કરે છે, છતાં ભાષાનો પ્રવાહ સ્વતંત્ર અખંડિત અને સ્વાભાવિકપણે વહે છે. તે ગ્રંથ પ્રબોધચંદ્રોદય જેવા પરપ્રવાદીઓના વાપ્રહારોના પ્રતિકારકરૂપ, લોકપ્રચલિત પાખંડ અને લોકોત્તર ધર્મના સત્ય સ્વરૂપને પ્રકાશતિ કરવા માટે રચાયેલો છે. આ ઉપરથી ધર્મબુદ્ધિ-પાપબુદ્ધિ રાસ આદિ કૃતિઓ પછીના સમયમાં થઇ છે. આ પ્રબંધની પ્રાચીન શુદ્ધ ભાષા જોતાં તે ૧૫મા સૈકામાં થયેલા માનવામાં આવતા નરસિંહ મહેતા, ભાલણ, મીરાંબાઈ આદિની ગૂજરાતી ભાષા અર્વાચીન જણાઈ આવે છે. આમાં જૂની ગુજરાતી છે અને અનેક છંદો જેવા કે દૂહા, ધૂપદ, એકતાલી ચોપઈ, વસ્તુ, સરસ્વતી ધઉલ, છપય, ગુજરી વગેરેમાં પ્રાસંગિક વ્યાવહારિક પ્રબોધ સાથે પરમહંસ અથવા આત્મરાજનું ચરિત્ર પ્રકટ કર્યું છે. આ પરથી જેમ પ્રો. મણિલાલ નભુભાઈ દ્વિવેદીને જણાયું કે ‘ગુજરાતી ભાષાને પ્રથમ ગુજરાતીનું રુપ આપનાર જૈનો જ હોય એમ માનવાને બહુ કારણો છે,' તેમ સ્પષ્ટ સમજાય તેવું છે. (જુઓ પં. લાલચંદ સંપાદિત તે કાવ્ય.) {જયશેખરસૂરિના જીવન-કવન અને ગ્રંથો વિષે જુઓ ‘મહાકવિ જયશેખરસૂરિ’ ભા. ૧-૨ સં. સાધ્વી મોક્ષગુણાશ્રી પ્ર. આર્યજય કલ્યાણ કેન્દ્ર. } ૭૧૩. તાજેતરમાં જ સાક્ષર શ્રી કેશવલાલ હર્ષદ ધ્રુવ જણાવે છે કે :- ‘પ્રબોધચિંતામણિ ગૂજરાતીમાં જૂનામાં જૂનું રૂપક છે. રૂપકની ઘટના દૃશ્યના કરતાં શ્રાવ્ય કાવ્યને અને કથાને વિશેષ અનુકૂળ છે. તે જોતાં પ્રયોગબંધનો માર્ગ મૂકી જયશેખર સૂરિએ કાવ્યબંધનો માર્ગ લીધો એ બહુ ૪૬૧. ‘આનંદકાવ્ય મહોદધિ' ૭ મા મૌક્તિકનો ઉપોદ્ઘાત; ‘જૈનયુગ’ પુ. ૧ પૃ. ૧૨૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy