SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૭૦૬ થી ૭૧૦ અપભ્રંશ અને ગુજરાતી ૩ ૨ ૧ સૂરિશિષ્ય દયાસિંહ ગણિએ સંગ્રહણી પર સં. ૧૪૯૭માં અને ક્ષેત્રસમાસ પર સં. ૧૫૨૯માં, તા. જયચંદ્રસૂરિ શિષ્ય હેમહંસ ગણિએ પડાવશ્યક પર સં. ૧૫૦૧માં, અને તે જ વર્ષમાં વૃદ્ધ તપા રત્નસિંહસૂરિ શિષ્ય માણિકસુંદર ગણિએ મલધારી હેમચંદ્રસૂરિકૃત ભવભાવના સૂત્ર પર દેવકુલ પાટકમાં બાલાવબોધ રચ્યા. આ સર્વે પંદરમા શતકમાં વપરાતી ભાષા પર ખરો પ્રકાશ નાંખે તેમ છે. - ૭૦૯. ગૂજરાતી કાવ્ય સાહિત્ય-પર આવતાં જણાય છે કે પંદરમા શતકમાં થયેલા જૈન કવિઓ પૈકીના મોટા ભાગે ટૂંક કાવ્યો રચ્ય જણાય છે તેમાં કેટલાંક તો સ્તવનો-સ્તુતિ (દેવ-સ્વગુરૂની) રૂપે છે, અને તેના પ્રથમાર્ધમાં રચાયેલી કૃતિઓ જણાવી ગયા છીએ, અને ઉત્તરાર્ધમાં આ યુગમાં ખાસ પ્રધાન અને ધ્યાન ખેંચે તેવી નીચે પ્રમાણે છે- ઉક્ત . જયશેખરસૂરિકૃત ત્રિભુવનદીપક પ્રબંધ-(પરમહંસ પ્રબંધ-પ્રબોધચિંતામણિ ચોપાઈ, અંતરંગ ચોપઈ), ૫૮ કડીનો નેમિનાથ ફાગ તથા કેટલાંય સ્તવનો; સોમસુંદરકૃત આરાધના રાસ અને સ્થૂલિભદ્ર ફાગ સં. ૧૪૮૧; પિંપલગચ્છના વીરપ્રભસૂરિશિ. હીરાનંદ સૂરિના વસ્તુપાલ તેજપાલ રાસ સં. ૧૪૮૪, વિદ્યાવિલાસ પવાડો સં. ૧૪૮૫, દશાર્ણભદ્ર રાસ; જંબૂસ્વામી વિવાહલો સાચોરમાં સં. ૧૪૯૫, કલિકાળ રાસ વગેરે; ઉક્ત ખ. જયસાગરસૂરિકૃત જિનકુશલસૂરિ ચતુષ્પદી સં. ૧૪૮૧, ચૈત્યપરિપાટી સં. ૧૪૮૭, નગરકોટ તીર્થ પરિપાટિ, અને વજસ્વામી ગુરુ રાસ સં. ૧૪૮૯ જૂનાગઢમાં; માંડણશ્રાવકકૃત સિદ્ધચક્ર-શ્રીપાલ રાસ સં. ૧૪૯૮, ચંપાત નચરિત્ર, મેઘા કૃત તીર્થમાળા સ્તવન, તથા રાણકપુર સ્તવન સં. ૧૪૯૯; તેજ વર્ષમાં દેવરત્નસૂરિ ફાગ તેમના એક શિષ્યકૃત; તથા વડતપ ગચ્છના સાધુ કીર્તિકૃત મત્સ્યોદરકુમાર રાસ, વિક્રમચરિત્ર કુમાર રાસ સં. ૧૪૯૯, તથા ગુણસ્થાનક વિચાર ચોપઈ; તેજવર્ધનકૃત ભરતબાહુબલી રાસ; મંડલિકકૃત પેથડરાસ (કે જેમાં ઐતિહાસિક પૃથ્વીધર-પેથડ નામના સંઘપતિનાં સુકૃત્યોનું વર્ણન છે); સર્વાનન્દસૂરિકૃત મંગલકલશ રાસ; ઉક્ત માણિક્યસુંદરસૂરિ શિષ્ય જયવલ્લભકૃત ધૂલભદ્ર બાસઠીઓ, ને ધન્ના અણગારનો રાસ; અને સોમસુન્દરસૂરિના શિષ્ય રત્નમંડનગણિકૃત નેમિનાથ નવરસ ફાગ અને નારી નિરાસ રાસ. આ પૈકી ઐતિહાસિક પ્રબંધની ગરજ સારે એવા-રાસો વસ્તુપાલતેજપાલ રાસ અને પેથડ રાસ છે. (જુઓ જૈન ગૂર્જર કવિઓ-પ્રથમ ભાગ પૃ. ૨૪ થી પૃ. ૩૬) ૭૧૦. અત્યાર સુધીની શોધ પ્રમાણે પ્રસિદ્ધ નરસિંહ મહેતાનો હારપ્રસંગ સં. ૧૫૧૨ નો છે અને તેથી તે નાગર કવિનો જન્મ સં. ૧૪૭૦ માં મૂકાય છે. તેમનાં કાવ્યોનો ઉદભવ ૧૫૦૦ પછી ગણી શકાય. તો તેના યુગ પહેલાં જૈન કવિઓએ ભાષા કાવ્યસાહિત્ય ખેડ્યું હતું. તેમનાં જુનાં કાવ્યો ઉપર જણાવ્યાં છે અને તેની જૂની પ્રતિઓ પણ લભ્ય થાય છે. નરસિંહ મહેતાનાં જે કાવ્યો હાલ છપાયાં છે તે સંસ્કારોથી-વાળીઝૂડી સાફસુફ કરેલી વર્તમાન ભાષામાં છે. મૂળ ભાષાનું નામનિશાન મળવું દુર્લભ છે. નરસિંહ મહેતાને ગૂજરાતી આદ્ય કવિ લગભગ હમણાં સુધી કહેવામાં આવતા હતા, પણ હાલમાં તે પહેલાં થયેલા સારા સંસ્કારી અને મોટી કૃતિઓ રચનારા જૈન કવિઓ મળી આવેલા છે. તેથી હવે નરસિંહ મહેતાનું ગુજરાતી ભાષાના “આઘકવિ'નું પદ ધ્રુવ રહી શકે તેમ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy