SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૭૦૨ થી ૭૦પ મંત્રી મંડળના ગ્રંથો ૩૧૯ તેને હરાવી પછી ઉદયાચલપર ઉદય થવાનું વર્ણન કર્યું છે. તેમાં ચંદ્રમાની ઉત્પત્તિ, તેનું સૂર્ય સાથે વેર-તેની સાથે યુદ્ધ, ચંદ્રમાનો વિજય અને તારાઓ સાથે તેનો વિહાર બતાવેલ છે. ૬ અલંકારમંડનસાહિત્ય શાસ્ત્રનો પાંચ પરિચ્છેદમાં ગ્રંથ છે. કાવ્યનાં લક્ષણ, તેના ભેદ અને રીતિઓ, કાવ્યના દોષો તથા ગુણો, રસ અને અલંકારોનું તેમાં વર્ણન છે. ૭ શૃંગારમંડન-શૃંગારરસના પરચુરણ ૧૦૮ શ્લોક છે, ૮ સંગીતમંડન અને ૯ ઉપસર્ગખંડન એ બેનાં નામ પરથી તેમાં અનુક્રમે સંગીત અને ઉપસર્ગોનું વર્ણન હોવાનું પ્રતીત થાય છે. આ બધા મંડને પોતે જ લખાવેલા હોય તેમ સં. ૧૫૦૪ માં કાયસ્થ વિનાયકદાસના હાથની તાડપત્ર પરની પ્રતો પાટણ વાડીનાથ પાર્શ્વનાથ મંદિરના ભંડારમાં વિદ્યમાન છે તે પરથી પ્રતીત થાય છે. તે પૈકી ૧, ૮ અને ૯ સિવાયના સર્વ છે. ગ્રં. માં મુદ્રિત થયા છે. આ નવ કૃતિઓ ઉપરાંત ૧૦ મી કૃતિ નામે કવિકલ્પદ્રુમ સ્કંધ કે જેનો ઉલ્લેખ ઉક્ત નવ કૃતિઓ સાથે Catalogus Catalogaram માં કરેલ છે, પણ તે કૃતિ ઉપલબ્ધ નથી. ૭૦૫. મંડનની પેઠે તેના કાકા દેહડનો પુત્ર ધન્યરાજ-ધનરાજ-ધનદ પણ એક નામી વિદ્વાનું હતો. તેણે ભર્તુહરિ શતક ત્રયની પેઠે શૃંગાર ધનદ, નીતિ ધનદ, અને વૈરાગ્ય ધનદ નામનાં ત્રણ શતક-ધનદત્રિશતી રચેલ છે. તે પૈકી નીતિધનદની પ્રશસ્તિ પરથી જણાય છે કે તે તેણે મંડપદુર્ગમાં સં. ૧૪૯૦માં રચેલ છે; વળી તેમાં પોતાનો પરિચય આપ્યો છે અને તત્કાલે વિદ્યમાન આચાર્યથી જિનભદ્રસૂરિનું સ્મરણ કરેલ છે કે : “જિનવર પદ પૂજામાં દત્તચિત્ત, સારા વિત્તવાળ, ખરતર મુનિની શિક્ષાથી જેણે વિશ્વોપકાર શીખેલ છે. તે દેહલના એક વીર એવો ધનરાજ જયવંતો છે કે જેના નામથી આ નયધનદ-નીતિધનદ શોભે છે. ૨. સંમતિ ભક્તોના ચિંતામણિ રૂપ તપશ્ચર્યાથી જેમણે ઇંદ્રને ત્રાસ આપ્યો છે, જે દયાના ઉદયવાળા, સર્વ લોકને પ્રસન્ન રાખનાર, સિદ્ધ અને ગુરુવર્ય જિનભદ્રસૂરિ સંપ્રતિ વર્તે છે. ૯૪ જગતમાં પ્રસિદ્ધ નામવાળા ધર્મકર્માધિકારી કુલમાં સૂર્યરૂપ ગઝણ (ઝંઝણ) નામના મંત્રી થયા કે જેની કીર્તિ ચંદ્ર જેવી નિર્મલ હતી. તેને બંધુત્વ અને વિનયવાળા છ પુત્રો થયા તેમાં ચાહડ, પછી બાહડ સંઘપાલ, ધીર દેહડ, પદ્માકર, આલ્બ અને ગુણી પાહૂ થયા. ૯પ-૯૭ મંડપદુર્ગમાં ગુર્જર પાતસાહનો ગર્વ તોડનાર ગોરી વંશનો યવન નરપતિ શ્રીમદ્ આલમસાહ રાજ્ય કરતો હતો. ત્યારે તેનો મંત્રી દેહડ કે જે સતપુરુષોના દિનમણિનું બિરૂદ ધરાવતો સર્વ તીર્થકરોનાં ચરિત્રો ખરતર મુનિઓની પાસેથી સાંભળી તત્ત્વોપદેશ પ્રાપ્ત કરતો હતો. તેને સાધ્વી ગંગાદેવીથી ધનેશ નામનો પુત્ર થયો કે જેણે ત્રિશતિશૃંગાર નીતિ વૈરાગ્ય શતકત્રય રચ્યાં. મંડપદુર્ગમાં દેહડના પુત્ર ધનપતિએ સં. ૧૪૯૦ ના વૈશાખ શુકલપક્ષે બૃહસ્પતિવારે આ ગ્રંથની પ્રતિષ્ઠા કરી.” ૯૮-૧૦૧. વૈરાગ્ય ધનદ નામના તૃતીય શતકના બીજા શ્લોકમાં પોતે કહેલ છે કે - श्रीमालः श्रीविशालः खरतरमुनितोऽधीतधर्मोपचार: पारावारान्यतीरप्रचुरदुरयशा दानसंतानबन्धुः । नानाविद्याविनोदस्फुरदमलशम: कामरूपाभिरामो जीयाद् धन्योधनेशः शमशतकमिदं यस्य नाम्ना विभाति ॥ -શ્રીમાલ (કુલના), શ્રીથી વિશાલ, ખરતર મુનિ પાસેથી ધર્મોપચાર જેણે શીખેલ છે એવો, જેનો યશ સમુદ્રના બીજા તીરથી ઘણે દૂર ફેલાયો છે, જે દાનનાં સંતાનોનો બંધુ છે, જે વિધવિધ વિદ્યાના વિનોદમાં સ્કૂરતી નિર્મલ શાંતિ ધરાવે છે, જે કામદેવના રૂપથી સુંદર છે એવો ધન્ય ધનેશ જીવો, કે જેના નામથી આ શમશતક શોભે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy