SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ ૭૦૨. મંડન–ઉપર જણાવ્યું તેમ તે ઝંઝણ સંઘવીના બીજા પુત્ર બાહડનો નાનો પુત્ર હતો. તે વ્યાકરણ અલંકાર સંગીત તથા અન્ય શાસ્ત્રોમાં મહા વિદ્વાન હતો. વિદ્વાનો પર તેની ઘણી પ્રીતિ હતી. તેને ત્યાં પંડિતોની સભા થતી હતી કે જેમાં ઉત્તમ કવિઓ સુકાવ્યો અને પ્રબંધોથી અને પ્રાકૃત ભાષાના કવિઓ ઉદાર ગાથાઓથી તેની સ્તુતિ કરતા હતા અને નૈયાયિક વૈશેષિક ભટ્ટ વેદાન્તી સાંખ્ય પ્રાભાકર બૌદ્ધ મતના મહા વિદ્વાનો ઉપસ્થિત થઈ તેની પ્રશંસા કરતા. ગણિત ભૂગોલ શકુન પ્રશ્નપ્રભેદ મુહૂર્ત પાટી અને બૃહત્ જાતકમાં પ્રવીણ, દેશ ઋતુકાલ પ્રકૃતિ રોગ વય ચિકિત્સા આદિ લક્ષણ જાણનાર, અસાધ્ય સાધ્યાદિ રક્રિયામાં કુશલ વૈદ્યો, સાહિત્યવિદો, નાયક નાયિકાના ભેદ જાણનાર, સભામાં તેની સેવામાં ઉપસ્થિત થતા. ઉત્તમ ઉત્તમ ગાયક ગાયિકાઓ અને નર્તકીઓ તેને ત્યાં આવ્યાં કરતી હતી અને તેની સંગીતશાસ્ત્રમાં અનુપમ યોગ્યતા જોઈ અવાક થતી હતી. આ સર્વને ભૂમિ, વસ્ત્ર, આભરણ, દ્રવ્ય આદિ બક્ષીસ આપતો. યાચકોને પુષ્કળ દાન કરતો. (જુઓ કાવ્યમનોહર સર્ગ ૧ અને ૨) ૭૦૩. મંડન જેવો વિદ્વાન હતો તેવો બની હતી. પોતે જ જણાવ્યું છે કે “એક બીજા પ્રત્યે શોક હોવાના કારણે પરસ્પર વૈર છે. તેથી મહાલક્ષ્મી અને સરસ્વતી એકબીજાથી વધી જવાની આ (મંડન)ના ઘરમાં સ્પર્ધા કરે છે.” ૭૦૪. મંડનના ગ્રંથો-તેણે પોતાના ગ્રંથોમાં પોતાનું નામ જોડ્યું છે ને તેમાં “મંડન'નો અર્થ ભૂષણ પણ લઈ શકાય. ૧. સારસ્વતમંડન-આ સારસ્વત વ્યાકરણ પરનો ગ્રંથ છે. (પાટણ વાડી પાર્શ્વનાથ ભં.) ર-૩. ત્યાર પછી મોટો કાવ્યમંડન અને ચંપૂમંડન રચ્યા, કારણ કે તે બંનેને સારસ્વતમંડનના અનુજ કહેલ છે. કાવ્યમંડનમાં ૧૨ સર્ગમાં ૧૨૫૦ શ્લોક પ્રમાણ કૌરવ અને પાંડવોની કથા છે; અને ચંપૂમંડનમાં ગદ્ય તથા પદ્યમય ૭ પટલમાં નેમિનાથનું ચરિત્ર વર્ણવેલ છે. આ ઉપરાંત ૪. કાદંબરી મંડન-માલવાના બાદશાહનો મંડન પર બહુ પ્રેમ હતો. આવા વિદ્વાનોની સંગતિથી બાદશાહનો પણ સંસ્કૃત સાહિત્યનો અનુરાગ થયો હતો. એકદા સાયંકાલે બાદશાહ પાસે વિદ્ગોષ્ઠી થઈ રહી હતી. ત્યારે બાદશાહે મંડનને કહ્યું કે “મેં કાદંબરીની ઘણી પ્રશંસા સાંભળી છે તો તેની કથા સાંભળવાનું મને બહુ મન થયું છે. પરંતુ રાજકાર્યમાં પ્રવૃત્ત રહેવાથી એ મોટા પુસ્તકને સાંભળવા જેટલો સમય નથી તો તમે બહુ મોટા વિદ્વાન છો તો, તેનો સંક્ષેપ રચી સંભળાવો તો સારું આ ઇચ્છાની તૃપ્તિ અર્થે મંડને આ ગ્રંથ સંક્ષેપમાં અનુરુપ શ્લોકોમાં ૪ પરિચ્છેદમાં રચ્યો. ૫. ચંદ્રવિજય-એક વાર પૂર્ણિમાદિને સાયંકાલે મંડન પહાડને આંગણે બેઠો હતો. સાહિત્યવાર્તા ચાલી રહી હતી ત્યાં ચંદ્રોદય થયો. ચંદ્રમા કવિઓનો પરમપ્રિય વિષય એટલે મંડને કેટલાયે શ્લોક તેના વર્ણનના રચ્યા ને તેમાં ચંદ્રના ઉદયથી તે અસ્ત સુધીની જુદી જુદી દશાઓનું લલિત પદ્યમાં વર્ણન કર્યું. અસ્ત વખતે હૃદય ખિન્ન થતાં બોલી ઉઠ્યો “સૂર્યની પેઠે ભ્રમણ કરતાં ચંદ્રનો પણ અધઃપાત થયો.' સૂર્યનાં કિરણોથી તાડિત થઈ ચંદ્રમા ભાગતો હતો ને સૂર્ય તેને કાંતિહીન કરી સમુદ્રમાં નાંખી દીધો એમ વિચારતાં સૂર્ય પર પોતાને ક્રોધ આવ્યો. પોતાના પ્રીતિપાત્ર ચંદ્રમાના વિજયને માટે તેણે આ ચંદ્રવિજય નામનો એક પ્રબંધ બે પટલમાં-૧૪૧ પદ્ય રૂપી લલિત કાવ્યમાં રચ્યો કે જેમાં ચંદ્રમાનું સૂર્ય સાથે યુદ્ધ કરાવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy