SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૭૦૦ થી ૭૦૧ મંડનમંત્રીના પૂર્વજો ૩૧૭ ૭૦૧. આ ઝંઝડ સંઘવી મંડપ (માંડૂ)માં આવ્યો ને ત્યાં તેને છ વિજયી પુત્રો નામે ચાહક સંઘવી, બાહડ, દેહડ સંધવી, પદ્મ, સંઘવી, આલ્હા સંઘવી અને પાહુ સંઘવી થયા. ચાહડના બે પુત્રો નામે ચંદ્ર અને ક્ષેમરાજ થયા. ચાહડે જીરાવલ્લી (આબુની પાસેના જીરાવલા) તીર્થની તથા અર્બુદિરિ (આબુની)ની યાત્રા કરી સંઘવીની પદવી લીધી. બાહડ સંઘવીને બે પુત્રો નામે સમુદ્ર (સમધર) સંઘવી અને મંડન સંઘવી (તે મંડનમંત્રી) થયા. બાહડે રૈવત (ગિરનાર)ની યાત્રા સંઘ લઈને કરી તેથી તે સંઘવી બન્યા. દેડે પણ સંઘપતિ બની અર્બુદ પર નેમિનાથની યાત્રા સંઘ સાથે કરી. તેણે રાજા કેશિરાજ, રાજા હરિરાજ અને રાજા અમરદાસને ત્યાં રહેલા કેદીઓને છોડાવ્યા હતા. દેહડનો પુત્ર નામે ધન્યરાજ (ધનરાજ, ધનદ, ધનેશ) હતો. પદ્મ સંઘવીએ પાર્શ્વનાથની યાત્રા કરી હતી અને વ્યાપારથી પાતશાહને પ્રસન્ન કર્યો હતો. આર્દૂ સંઘવીએ મંગલ નામના નગરની યાત્રા કરી તથા જીરાપલ્લી (જીરાવલા)માં મોટો વિશાલ સ્તંભ અને ઉંચા દરવાજાવાળો મંડપ બંધાવ્યો અને તેને માટે વિતાન (ચંદરવો) પણ બંધાવ્યો. પાહૂ સંઘવીએ સ્વગુરૂ જિનભદ્રસૂરિ સાથે જીરાવલ્લી અને અર્બુદની યાત્રા સંઘ સહિત કરી હતી. ઝંઝણના આ છએ પુત્રો આલમ (શાહ)ના ૫૯ સચિવો હતા. આ કુલમાં પૂજ્ય ગુરૂઓ જિનવલ્લભસૂરિ (પારા ૩૧૪) પછી જિનદત્તસૂરિ (પારા ૩૧૦), અનુક્રમે તપસ્વી સુપર્વસૂરિ (?) જિનચંદ્રસૂરિ (જુઓ ટિપ્પણ નં. ૪૫૭)-અનુક્રમે જિનપદ્મ, જિનલબ્ધિ, પછી (અનુક્રમે) જિનરાજસૂરિ થયા. તેમના જિનભદ્રસૂરિ (પારા ૬૯૨-૩) થયા, કે જેઓ આ સમયે વિદ્યમાન હતા.' આટલું કાવ્યમનોહરમાંથી ઉપલબ્ધ થાય છે. મંડન મંત્રીએ વિશેષમાં પોતાના કાવ્યમંડનની પ્રશસ્તિમાં જણાવ્યું છે કે ‘ઝંઝણના છએ ધાર્મિક પુત્રોએ કોલાભક્ષ નૃપ પાસેથી લોકોને છોડાવ્યા.’ ૪૫૯. આલમ (શાહ)-અલમ્મશાહ=એટલે દિલાવરખાનનો પુત્ર અલ્પખાં અને પછી થયેલ હોશંગ ધોરી. તૈમુરે દીલ્હી લૂટયું અને ઉત્તર હિંદ જીત્યું ત્યાર પછી દિલ્હીની છિન્નભિન્નતામાં ઘોર ગામના પઠાણ દિલાવરખાન કે જે ધારમાં મુખ્યપણે રહેતો હતો તેણે માલવાનું આધિપત્ય જાહેર કર્યું. (સં. ૧૪૫૭). દિલાવરખાનું મરણ સં. ૧૪૬૧ માં થતાં તેના પુત્ર ઉક્ત અલ્પખાંએ ગાદી લઇ માલવાની રાજધાની ધારથી બદલી માંડુ કરી તેણે સં. ૧૪૮૬ સુધી રાજ્ય કર્યું. જેમ્સ કૅમ્પબેલ લખે છે કે -Though their temples were turned into mosques, the Jains continued to prosper under Ghoris. -જોકે તેમનાં મંદિરોની મસીદો કરવામાં આવી છતાં જૈનો ઘોરીના સમયમાં આબાદ થતા ચાલ્યા. ઝાંસીના લલિતપુરના દેવગઢ ગામમાં સં. ૧૪૮૧ નો એક શિલાલેખ મળ્યો છે (બંગાલ એ. સો. જ. ભાગ પર પૃ. ૭૦; આ. સ. ઇ. નવીન વૉ. ૨, ૧૨૦) તેમાં બે જિનની પ્રતિષ્ઠાનો ઉલ્લેખ છે; તેમાં શ્રીમન્માવપાત શરૃપે ગૌરીતોદ્યોતકે નિઃશત્તે વિષયાય મંડપપુરાષ્ટ્રી સાત્તિ બાતમò ॥ માં ઉલ્લેખેલ સાહિ આલમ્મ તે આ આલમશાહ (હોશંગ ઘોરી). તેના મરણ પછી તેનો પુત્ર ઘઝનીખાન, સુલ્તાન મહમદ ઘોરી એ નામ ધારણ કરી ગાદીએ બેઠો ને તેણે ત્રણ વર્ષ રાજ્ય કર્યું, પછી સં. ૧૪૯૦માં તેના દીવાનનો પુત્ર મહમદ ખીલજી, હોશંગનો શાહી ખીતાબ ધારણ કરી ગાદી પર બેઠો. તે સં. ૧૫૨૫ સુધી રાજ કરી મરણ પામતાં તેનો પુત્ર અને દીવાન ગ્યાસુદીન ગાદી પર આવ્યો. તે ઘણો ધાર્મિક વૃત્તિનો હતો. તેણે સોનાના સિક્કા પાડ્યા. તે ન્યાય બરાબર આપતો. તેણે સં. ૧૫૫૬ સુધી પોતાના પુત્રને રાજકારોબાર સોંપી ખુદાની બંદગીમાં જીવન પૂરૂં કર્યું. (જુઓ જેમ્સ કૅમ્પબેલનો ‘માંડુ’ પરનો લેખ મુંબઈ રૉ. એ. સો. જ. વૉ. ૧૯ અંક ૫૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy