SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ મેળવી હતી, અને જે જાવાલ (જાલોર)માં પ્રસિદ્ધ થયો હતો. તેના પુત્ર અંબડે સ્વર્ણગિરિ (જાલોરના કિલ્લા) પર વિગ્રહેશને સ્થાપિત કર્યો. તેનો પુત્ર સહરપાલ મોજદીન નૃપતિનો મુખ્ય પ્રધાન હતો. તે રાજાએ કચ્છપતુચ્છ (કચ્છ ?) નામના દેશને ઘેરી લીધો ત્યારે દુખથી રડતા લોકોના પર સહણપાલે દયા લાવી તે દેશને મુકત કરાવ્યો. આ યવનાધિપે ૧૦૧ તાઢ્ય (નામના સિક્કા) ઉપરાંત ૭ મુદ્રા આ મંત્રીને બક્ષીસ આપી. તે સહણપાલનો પુત્ર નૈણા થયો કે જેને સુરત્રાણ (સુલતાન) જલાલુદીને સર્વ મુદ્રાઓ અર્પી-રાજ્યનો સંપૂર્ણ કારભાર સોંપ્યો. તેણે જિનચંદ્રસૂરિ૫૭ સાથે સિદ્ધાચલ અને રૈવતક તીર્થની યાત્રા કરી. ૭00. “તેનો પુત્ર દુસાજુ ચંડરાઉલના રાજ્યમાં મુખ્ય પ્રધાન થયો, ને તે દુસાજુને તુગલક શાહે આદરપૂર્વક બોલાવી “મેરૂતમાન' દેશ આપ્યો હતો. તેના પુત્ર વીકાએ શક્તિશાહ કે જેણે પાદલક્ષાદ્રિ (સપાદલક્ષ પર્વત-સાંભરની આસપાસનો પ્રદેશ) ભોગવતા સાત રાજાઓને કેદ કરી રાખ્યા હતા તેનો અધિકાર છીનવી લીધો. આ કાર્યને ઉચિત સમજી તેને પાતશાહે ખુશીથી અતિમાન આપ્યું ને ત્યાં ગાજિંદ્રને અધિકારમાં સ્થાપિત કર્યો. તે વીકાએ દુકાલ સમયે ચિત્રકૂટ (ચિતોડ)માં દુકાલપીડિત જનોને અનેકવાર અન્ન વહેંચ્યું હતું. તે વીકાનો પુત્ર ઝંઝણ (નહિ કે મંડન) દેવગુરુભક્ત થયો કે જે નાંદ્રીય દેશના ગોપિનાથ રાજાનો મુખ્ય મંત્રી હતો. તેણે મલ્હાદન (પાલનપુર)માં શાંતિનાથના બિંબની પ્રતિષ્ઠા કરાવી; વળી સંઘાધિપ બની યાત્રા કરી સંઘને વસ્ત્ર દ્રવ્ય ઘોડા આદિ આપી ઉદ્યાપનનાં કાર્ય કર્યા; પુણ્યશાલા-ધર્મશાલાઓ તથા ગુરુઓને રહેવા માટેનાં તેવાં સ્થાનો અને દેવમંદિરો બંધાવ્યાં. (આ પારામાં કેટલાંક વિશેષ નામો માટે જુઓ ટિપ્પન ૪૫૮.) પર આક્રમણ કરી તેને પોતાને તાબે કર્યા. વિગ્રહદેશ-સોમેશ્વરનો મોટો ભાઈ વિગ્રહરાજ ચોથો-અપર નામ વીસલદેવ. મોદીન-તે નામના બે બાદશાહ થયાઃ એક રજિયા બેગમનો ભાઈ મોહજુદીન બહરામ (વિ. સં. ૧૨૯૬-૯૭ થી સં. ૧૨૯૮-૯૯), બીજો ગ્યાસુદીન બલબનો પૌત્ર મોઇનુદીન કૈકોબા (સં. ૧૩૪૨ થી ૧૩૪૬). આમાં કયો સમજવો. તેનો નિશ્ચય થતો નથી. પણ સમયનો હિસાબ કરતાં સહણપાલ મોઇજૂદીન બહરામનો મંત્રી હોય એમ પ્રતીત થાય છે. જલાલુદીન ફીરોજ-જે સં. ૧૪૪૭માં ગાદીએ આવ્યો તે-ખીલજી વંશનો. છ વર્ષ રાજ્ય કર્યું. આ બધાં અનુમાન તપાસવાના રહે છે, કારણ કે મને તે સંદિગ્ધ જણાય છે. ૪૫૭. જિનચંદ્રસૂરિ–આ ખરતરગચ્છની પટ્ટાવલીના જિનચંદ્ર ત્રીજા લાગે છે. તેમણે દીક્ષા જાલોરમાં જ સં. ૧૩૩૨માં લીધી. આચાર્યપદનો ઉત્સવ પણ જાલોરમાં સં. ૧૩૪૧માં ત્યાંના માલ્હગોત્રીય સાઇ ખીમસીએ કર્યો. તેમણે ચાર રાજાઓને જૈન કર્યા અને તેઓ “કલિકેવલી' નામના બિરૂદથી પ્રસિદ્ધ થયા. સ્વ. સં. ૧૩૭૬. ૪૫૮. ચંડરાઉલ કયાંનો હતો તે જણાયું નથી. મેરૂતમાન-મેવાડ દેશ હશે ? તુમકશાહ-ગ્યાસુદીન તઘલખ કે જેનું નામ ગાજીબેગ પણ હતું. તેણે સં. ૧૩૭૭માં ખીલજી મલીક ખુશરૂ કે જેનું ઉપનામ નસીરૂદીન પણ હતું તેનું રાજ્ય છીનવી લીધું અને ૪ વર્ષ રાજ્ય કર્યું. શક્તિશાહ-કોઈ મુસલમાન પાદશાહ લાગે છે. એલ્ફિન્સ્ટન લખે છે કે ગુજરાતના બાદશાહ અહમદશાહે ઈડર, જાલોર અને ખાનદેશ પર હુમલા કર્યા હતા અને એક વખતે તો મારવાડના ઉત્તરમાં આવેલ નાગોર સુધી તે ચઢી આવ્યો હતો, કે જયાં તેનો કાકો દીલ્હીના સૈયદ ખીજરખાંની વિરૂદ્ધ ઉપદ્રવ કરતો હતો. સંભવિત છે કે શકિતશાહ એ અહમદશાહ યા તેના કોઈ સેનાપતિનું નામાંતર હશે, કે જેણે સપાદલક્ષ પ્રદેશનો કબજો કરી લીધા હોય અને વીકાએ તેનાથી તે પ્રદેશને મુક્ત કર્યો હોય નાદ્રીય દેશ-નાદોદ કે જે ગુજરાતમાં છે તે. મલ્લાદનપુર-કુમારપાલના સમકાલીન અને આબુના રાજા ધારાવર્ષના નાનાભાઈ પ્ર©ાદને (જુઓ પારા ૫૦૧) વસાવેલું હાલનું પાલણપુર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy