SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૬૯૬ થી ૬૯૯ મંત્રી મંડનની આત્મકથા ૩૧૫ તેનો (બાહડનો) મંડન નામનો પુત્ર વિશ્વના ભૂષણ રૂપ થયો કે જે પ્રશસ્ત ઉદાર અને શ્રીનો સ્વયંવરપતિ જેવો શોભે છે; જેના સુંદર ઘરમાં મહાલક્ષ્મી અને સરસ્વતી વચ્ચે એક બીજાની શોક્ય હોવાને કાણે પરસ્પર વેર છે તે માટે તે બંનેની મોટી સ્પર્ધા (હરીફાઈ) ચાલે છે, તે મહીતલમાં મહેન્દ્ર એવા માલવાના સ્વામીનો બૃહસ્પતિ જેવો ઉજ્જ્વલ અને પ્રાજ્ઞ મંત્રી થયો. કાદંબરીમંડન ૧, ૮-૯-૧૩, - श्रीमद् बाहडनन्दनः समधरोऽभूद् भाग्यवान्सद्गुणो- स्त्येतरस्यावरजो रजोविरहितो भूमण्डनं मण्डनः । श्रीमान् सोनगिरान्वयः खरतरः श्रीमालवंशोद्भवः सोऽकार्षित् किल काव्यमण्डनमिदं विद्वत्कवीन्द्रप्रियः ॥ શ્રીમદ્ બાહડનો પુત્ર નામે સમધ૨ (સમુદ્ર) સદ્ગુણી અને ભાગ્યશાળી થયો, તેનો ન્હાનો ભાઇ પૃથ્વીને અલંકાર રૂપ અને ૨જોગુણથી રહિત એવો મંડન થયો. તે સોનિંગરા ફુલના શ્રીમાલવંશના, ખરતર ગચ્છાનુયાયીએ વિદ્વાન અને કવીન્દ્રોને અવશ્ય પ્રિય એવા આ કાવ્યમંડનને રચ્યું-કાવ્યમંડન પ્રશસ્તિ. ૬૯૮. ગુજરાતમાં અજયપાલના સમયમાં મંત્રી યશઃપાલે મોહપરાજય નાટક, પ્રસિદ્ધ મંત્રીવર્ય વસ્તુપાલે નરનારાયણાનન્દ કાવ્ય આદિ રચ્યાના ઉલ્લેખ કરી ગયા છીએ. હવે માલવાના મંડપદુર્ગ (માંડુ)ના મંત્રી મંડન કે જે ચૌદમી સદીના અંતે અને પંદરમીના પ્રારંભમાં થયેલ તેમનું ટુંકચરિત્ર અને તેમની કૃતિઓની નોંધ લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. મંત્રી મંડનના સમકાલીન આશ્રિત મહેશ્વર નામના પંડિતે ‘વિદ્વાન મંડજેંદ્રને કહેવા-સંભળાવવા માટે રચેલા' ‘કાવ્યમનોહર'૪૫૬ નામના ગ્રંથમાં મંડનની વંશાવલી વગેરે આપેલ છે તે નીચે કહેવામાં આવે છે. ૬૯. ‘શ્રીમાલ વંશમાં સ્વર્ણગિરીયક (સોનગરા) ગોત્રમાં જાવાલપત્તન (જાલોર)માં આભુ નામનો પ્રતાપી પૂર્વજ થયો. તે બુદ્ધિમાન્ હતો અને સોમેશ્વર રાજાનો મુખ્ય મંત્રી હતો. તે આભૂનો પુત્ર અભયદ થયો તે આનંદ નામના રાજાનો મુખ્ય મંત્રી હતો કે જેણે ગૂર્જર નૃપ ૫૨ વિજયશ્રી ૪૫૬. કાવ્યમનોહ૨ (પ્ર. હે. ગં. નં. ૭ થી ૧૧ મંડનગ્રંથસંગ્રહ)માં મંત્રી મંડનના જન્મ વિવાહ છ ઋતુઓ વિલાસ આદિનું વર્ણન કરી છેવટના ૭ મા સર્ગમાં મંડનને દીર્ઘાયુષ્ય થવાની પ્રાર્થના કરી તેના વંશનું વર્ણન કર્યું છે, તે પરથી સિદ્ધ થાય છે કે તે કવિ મહેશ્વર સમકાલીન હતો અને તેણે આ કાવ્ય મંડનની હયાતીમાં જ પૂરૂં કર્યું છે. આમાં તેના રાજ્યસંબંધી કાર્યો કે તેના રચેલા ગ્રંથો સંબંધી કંઇ પણ ઉલ્લેખ કર્યો નથી. એ પરથી મંત્રી એટલે મુખ્ય દિવાન નહિ પણ એક રાજ્યાધિકારી એવો અર્થ વધારે યુક્ત લાગે છે. આ કાવ્ય પરથી તેમજ વિજ્ઞપ્તિ ત્રિવેણીની પ્રસ્તાવના અને મંડનના ગ્રંથો પરથી ઉંદયપુરના પંડિત શોભાલાલ શાસ્ત્રીએ ‘મંત્રી મંડન ઔર ઉસકે ગ્રંથ' એ નામનો લેખ લખ્યો છે (ના પ્ર. ૫. ૪, ૧). તેણે તેમાં અનુમાન કર્યા છે કેઃ ‘સોમેશ્વર-અજમેરનો રાજા અને ભારતના સુપ્રસિદ્ધ છેલ્લા હિંદુ સમ્રાટ પૃથ્વીરાજનો પિતા સોમેશ્વર હોય કારણ કે તે તે સમયે જાલૌર નાગોર આદિ પ્રદેશ તેને તાબે હતા કારણ કે બીજોલિયાના સોમેશ્વર સમયના સં. ૧૨૨૬ના એક શિલાલેખ (બં. એ. સો. જ. સન ૧૮૮૩) માં સોમેશ્વરના પૂર્વ જ વિગ્રહરાજે જાબાલિપુર (જાલોર), પલ્લિકા (પાલી), નડવલ (નાડોલ) જીતી લીધાં. આનંદ-તેણે ગુજરાતના રાજાને જીત્યો હતો. તે આનંદ કોણ હતો તેની પાકી માહિતી નથી મળતી. સંભવ છે કે તે આનંદ સોમેશ્વરનો પિતા અર્ણોરાજ (અપરનામ આનલ્લદેવ, આનક કે આનાક) હતો. પૃથ્વીરાજવિજયમાં લખ્યું છે કે અર્ણોરાજને બે રાણી હતી-એક મારવાડની સુધવા અને બીજી ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહની પુત્રી કાંચનદેવી. આ કાંચનદેવીથી પુત્ર સોમેશ્વર થયો. પૃથ્વીરાજ રાસામાં સોમેશ્વરના પિતાનું નામ આનંદમેવ લખ્યું છે. આથી અનુમાન થાય છે કે આનંદ યા આનંદમેવ અર્ણોરાજનાં જ નામાંતર છે. પૃથ્વીરાજ રાસામાં એ પણ જણાવ્યું છે કે આનંદમેવે (અર્ણોરાજે) સોમેશ્વરને રાજ્ય આપ્યું અને સોમેશ્વરે ગૂજરાત અને માલવા For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy