SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ શાંતિજિનાલયની પ્રશસ્તિ રચી. તેમના ઉક્ત ગ્રંથ સિવાયના બીજા ગ્રંથોઃ-સં. ૧૪૭૮માં ૬૨૧ ગાથાની પાટણમાં પર્વરત્નાવલી કથા (કાં. વડો; બુહ. ૪, નં. ૧૬૭), સં. ૧૪૮૪માં વિજ્ઞપ્તિ ત્રિવેણી કે જેમાં પોતે સિંધુ દેશના મલ્લિકવાહણપુરથી અણહિલ્લપત્તનમાં તે વખતે રહેલા ગચ્છનાયક ખ. જિનભદ્રસૂરિ પ્રત્યે સં. માં વિજ્ઞપ્તિ રૂપ પોતાના તીર્થ પ્રવાસાદિનો અહેવાલ સુંદર કાવ્યમાં રજૂ કર્યો હતો. (પ્ર. આ. સભા. ભાવ.) તીર્થ રાજીસ્તવન કે જેમાં પોતે ફરી ફરી જે તીર્થોનાં દર્શન કર્યા હતાં તેનો ઉલ્લેખ છે, ઉપસર્ગહરસ્તોત્રવૃત્તિ, જિનદત્તસૂરિના ગુરૂ પારતંત્ર્યાદિ સ્તવો ૫૨ વૃત્તિ-જિનદત્તસૂરિકૃત સ્મરણસ્તવ પર વૃત્તિ (વિવેક. ઉદે.; કાં. છાણી), ભાવારિવારણ ૫૨ વૃત્તિ, સં. ૧૪૯૫માં જિનદત્તસૂરિષ્કૃત સંદેહ દોલાવલીપર લઘુવૃત્તિ (પ્ર. જિનદત્તસૂરિ ભંડાર ગ્રંથમાલા સુરત નં. ૯) આદિ ગ્રંથો રચ્યા. (જે. પ્ર. ૫૪). ૩૧૪ ૬૯૬. ઉક્ત આશાપલ્લિ કોશને માટે તેમજ પાટણના કોશ માટે ઉક્ત જયસાગરગણિએ પોતાના ઉપદેશ દ્વારા શ્રાવકોને પ્રતિબોધ આપી હજારો પુસ્તકોનું પુનર્લેખન સં. ૧૪૯૫-૯૭માં કરાવ્યું હતું. સં. ૧૪૯૫માં ધવલક (ધોલકા) પાસેના ઉફરેપુર ગામમાં વ્યવહારચૂર્ણિ, ૧૪૯૭માં પત્તનમાં એક શાસ્ત્રની પ્રત તેમણે લખાવેલ તે પાટણના ભંડા૨માં વિદ્યમાન છે. (જયસાગરગણિ માટે વિશેષ જુઓ વિજ્ઞપ્તિ ત્રિવેણીપર જિનવિજયની પ્રસ્તાવના.) ૬૯૭. ખ. (જિનવર્ધનસૂરિ-જિનચંદ્ર શિષ્ય) જિનસાગરસૂરિ (સમય સં. ૧૪૮૯-૧૫૦૫) એ હૈમ વ્યાકરણ પર હૂંઢિકા હૈમ લઘુવૃત્તિના ૪ અધ્યાયની દીપિકા (ખેડા સંઘ ભં.), તથા કર્પૂરપ્રકરણ ૫૫ પર અવસૂરિ-લઘુટીકા કે જેનો પ્રથમાદર્શ શિષ્ય ધર્મચંદ્રે લખ્યો તે રચી. (વે. નં. ૧૭૯૮ પ્ર. હી. હં; જૈ. ધ. સભા સં. ૧૯૭૫) આ ધર્મચંદ્રે જૈનેતર કવિ રાજશેખરકૃત કર્પૂરમંજરી પર ટીકા રચી છે. (વે. નં. ૧૨૮૧; ભાં. ૩ નં. ૪૧૮-૧૯) મંત્રી મંડન અને તેના ગ્રંથો. जाग्रद् व्याकरणश्च नाटकशुभालंकार विज्ञ स्तथा, संगीतातुलकोविदः प्रविलसद् गंभीरशास्त्रान्वितः । चातुर्यैकनिवासभूमिरतुलैः प्राप्तोन्नतिः सद्गुणैः, श्रीमालान्वयवर्द्धनोऽमलमतिः श्रीमण्डनो राजते ॥ વ્યાકરણમાં જાગ્રત, નાટક અને અલંકારનો વિશેષે જાણનાર, સંગીતમાં અતુલ પ્રવીણ, વિલસતા ગંભીર શાસ્ત્રથી યુક્ત, ચાતુર્યની એક માત્ર નિવાસભૂમિ, અતુલ સદ્ગુણોથી ઉન્નતિ પ્રાપ્ત કરનાર, શ્રીમાલ વંશનો વર્ધક નિર્મલમતિ શ્રી મંડન વિરાજે છે. કાવ્યમનોહર. ૧, ૧૨. મંડનનો આત્મવૃત્તાંત. तस्याभूत्तनयो नाम्नो मण्डनो विश्वमण्डनः । शोभते यः शुभोदारः स्वयंवरपतिः श्रियः ॥ महालक्ष्मी सरस्वत्यो बद्धसापन्त्यवैरयोः । वर्द्धते महती स्पर्द्धा मन्दिरे यस्य बन्धुरे ॥ महीतलमहेन्द्रस्य मालावानामधीशितुः । समन्ती समभूत्प्राज्ञो वाचांपतिरिवोज्जवलः ॥ ૪૫૫. મૂળ કર્પૂરપ્રક૨ ૧૭૨ સુભાષિત શ્લોકનો સંગ્રહ છે. તેના કર્તા ત્રિષષ્ટિસારના રચનાર વજ્રસેનના શિષ્ય હિર છે. તે રિએ નેમિચરિત રચ્યું છે (બોડ. નં. ૧૪૬૪ અને વેબર ૨, ૧૧૦૧) તેમનો સમય નિર્ણીત થઇ શકયો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy