SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૬૯૨ થી ૬૫ જિનભદ્રસૂરિ સ્થાપિત જ્ઞાનભંડારો ૩૧ ૩ સ્થપાવ્યા હતા. મંડપદુર્ગ (માંડવગઢ), અલ્હાદનપુર (પાલણપુર), તલપાટક આદિ નગરોમાં અનેક જિનબિંબોની પ્રતિષ્ઠા કરી હતી. પોતાની બુદ્ધિથી અનેકાન્તજય પતાકા જેવા પ્રખર તર્કના ગ્રંથ અને વિશેષાવપશ્યક ભાષ્ય જેવા મહાન્ સિદ્ધાંત ગ્રંથ તેમણે અનેક મુનિઓને શીખવ્યા અને તેઓ કર્મ પ્રકૃતિ તથા કર્મગ્રંથ જેવા ગહન ગ્રંથોના રહસ્ય પર વિવેચન કરતા. રાઉલશ્રી વૈરસિંહ (જેસલમેરનો રાજા કે જેણે સં. ૧૪૯૫માં જેસલમેરમાં પંચાયતના પ્રાસાદ લક્ષ્મીકાંત પ્રીત્યર્થ બંધાવ્યું કે (જેને હાલ લક્ષ્મીનારાયણનું મંદિર કહેવામાં આવે છે) અને ચંબકદાસ જેવા નૃપતિ તેમના ચરણમાં પડતા હતા. તેમના ઉપદેશથી સા શિવા આદિ ચાર ભાઇઓએ જેસલમેરમાં સં. ૧૪૯૪ માં મોટું ભવ્ય જિનમંદિર બંધાવ્યું અને તેમાં સં. ૧૪૯૭ માં આ સૂરિએ સંભવનાથ પ્રમુખ ૩૦૦ જિનબિંબ પ્રતિષ્ઠિત કર્યા. (જુઓ તે સંબંધીના શિલાલેખની પ્રશસ્તિ કે જેમાંથી આ પારાની અંદરના ત્રણ શ્લોક મૂકયા છે. ભાં. ૨, પૃ. ૯૬-૯૭; જે. પરિશિષ્ટ.) ૬૯૩. આ આચાર્ય સર્વથી અધિક મહત્ત્વનું-વિશિષ્ટ કાર્ય જુદાં જુદાં સ્થલે (જેસલમેર, જાબાલિપુર (જાલોર), દેવગિરિ, અહિપુર-નાગોર અને પિત્તન-પાટણમાં ૫૪ વિશાલ પુસ્તકાલયો સ્થાપિત કર્યો તે છે. આ ઉપરાંત મંડપદુર્ગ (માંડવગઢ), આશાપલ્લી-કર્ણાવતી (કે જે સ્થાનપર અમદાવાદ અહમદશાહે વસાવ્યું તે) અને ખંભાત-એના ભંડારોનો પણ ઉલ્લેખ મળે છે. આ સૂરિએ જિનસત્તરી પ્રકરણ નામનો ૨૨૦ પ્રાકૃત ગાથામાં ગ્રંથ રચેલો ઉપલબ્ધ થાય છે. (આ આચાર્યના વિશેષ વિસ્તારથી વર્ણન માટે જુઓ જિનવિજયની વિજ્ઞપ્તિ ત્રિવેણીની પ્રસ્તાવના) તેમણે અપવર્ગ નામમાલા પણ રચી હતી (ચુનીજી ભં. કાશી) કે જેમાં પોતાના ગુરૂ તરીકે જિનવલ્લભ, જિનદત્ત અને જિનપ્રિય બતાવે છે. તેમણે સં. ૧૫૦૧ માં તપોરત્નક્ત ષષ્ઠિશતકવૃત્તિ શોધી. ૬૯૪. ખ. પિપ્પલક શાખાના સ્થાપનાર (અને જિનરાજસૂરિના પટ્ટધર) જિનવર્તનસૂરિએ શિવાદિયકૃત સપ્તપદાર્થોપર ટીકા (ભા. ૩ નં. ૨૯૧; કાં. વડો. પ્ર.લા.દ.વિ. સં. જિતેન્દ્ર જેટલી }) સં. ૧૪૭૪માં બનાવી, અને તેમણે વામ્ભટાલંકારપર વૃત્તિ (વેબર નં. ૧૭૧૯) પણ રચી. આ ઉપરાંત પૂર્વદેશીય ચૈત્યપરિપાટી, સત્યપુરમંડનવીર સ્તવન, વીરસ્તુત્રો (શ્લેષ), પ્રતિલેખના કુલક રચ્યાં છે. ખ. પિપ્પલક શાખા કા ઈતિ. ડૉ. શિવપ્રસાદ, શ્રમણ જાન્યુ. માર્ચ ૧૯૯૮} ૬૯૫. ખ જયસાગરગણિ આ વખતમાં ઘણા વિદ્વાન સાધુ થયા. તેમના દીક્ષાગુરુ જિનરાજસૂરિ, વિદ્યાગુરુ જિનવર્ધનસૂરિ અને ઉપાધ્યાયપદ (સં. ૧૪૭૫માં) આપનાર જિનભદ્રસૂરિ હતા એ વાત સં. ૧૫૦૩માં પાલણપુરમાં માલ્હા શ્રાવકની વસતિમાં સત્યરુચિની પ્રાર્થનાથી અને રત્નચંદ્ર ગણિની સહાયથી સ્વરચિત પૃથ્વીચંદ રાજર્ષિચરિત્ર (વીરબાઇ પાઠશાળા પાલીતાણા; કાં. વડો. નં. ૨૯)માં જણાવી છે. તેમણે વળી સં. ૧૪૭૩માં જેસલમેરમાંના પાર્શ્વ જિનાલયની પ્રશસ્તિ શોધી અને ૪૫૪. શ્રીમન્નેસમેહુ નારે નાવાતપુ તથા શ્રીમદ્ રેવરી તથા દિપુરે શ્રીપત્તને પત્તને ! भाण्डागारमबीभरद् वरतरै नानाविधैः पुस्तकैः सःश्रीमज्जिनभद्र सूरि सुगुरु र्भाग्याद्भुतोऽभूद्भुवि ॥ -સમયસુંદરકૃત અષ્ટલક્ષી પ્રશસ્તિ (પી. ૪, ૧૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy