________________
પારા ૬૮૭ થી ૬૯૧
૧૫મા સૈકાનું સાહિત્ય
૩૧ ૧
સં. ૧૫૨૫ માં, પ્રાયઃ આરામશોભા ચરિત્ર ૪૫૧ શ્લોકમાં (ખેડા, ભં.) આદિ રચ્યાં હતાં. તેમનાં ગ્રંથો ‘હર્ષોક' એટલે ‘હર્ષ'થી અંકિત હતા.]
૬૯૦. સં. ૧૪૯૫ માં શ્વે. કીર્તિરાજ ઉપાધ્યાયે કાવ્યાભ્યાસ નિમિત્તે ૧૨ સર્ગમાં રચેલ નેમિનાથ મહાકાવ્યની પ્રત મળે છે. (મુદ્રિત ય. ગ્રં.) સં. ૧૫૦૦ લગભગ ત. (સોમસુંદરસૂરિ-અમરસુંદર શિ.) ધીરસુંદર ગણિએ હરિભદ્ર હેમચંદ્ર અને જ્ઞાનસાગર-સૂરિઓ વિરચિત ચૂર્ણિઓ ૫૨ આધાર રાખી આવશ્યક નિર્યુક્તિ ૫૨ અવચૂર્ણિ બનાવી (મોટી ટોલીનો ભં. પાલીતાણા).
૬૯૧. સોમસુંદરસૂરિએ પોતે ચઉશરણ પયન્ના પર સંસ્કૃતમાં અવસૂરિ (વેબર નં. ૧૮૬૨), અને કલ્યાણાદિ વિવિધ સ્તવો રચ્યાં. સં. ૧૪૯૭માં અષ્ટાદશ સ્તવી (યુષ્મદસ્મતા) રચેલ તેમાં તેમણે સંસ્કૃત સર્વનામ નામે ‘યુષ્યત્’ અને અસ્મન્ નાં જુદાં જુદા રૂપો બીજા શબ્દો સાથે બહુવ્રીહિ સમાસ કરે છે તે ૧૮ સ્તોત્રમાં (પ્ર. જૈન સ્તોત્ર સંગ્રહ ય. ગ્રં. સને ૧૯૦૬) જણાવ્યાં છે, તેના પર તેમના શિષ્ય સોમદેવે અવચૂર્ણિ (વે. નં. ૧૭૯૫) રચી. વળી તેમણે સતિ ૫૨ અવચૂર્ણિ અને આતુરપ્રત્યાખ્યાન પર અવચૂર્ણિ, ભુવનતુંગ સૂરિ (આં. મહેન્દ્રસૂરિ શિષ્ય)ની વૃત્તિ-ચૂર્ણિ (કા. વડો; બુહૂ. ૪ નં. ૧૨૪) પરથી, રચી (વિવેક. ઉદ્દે.) આ ઉપરાંત ગુજરાતી ભાષામાં બાળાવબોધ રચ્યા છે તેનો ઉલ્લેખ હવે પછી થશે.)
Jain Education International
F
For Private & Personal Use Only
www.jainelibrary.org