SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૬૮૭. સં. ૧૪૯૦માં પૂર્ણિમાગચ્છના (અભયચંદ્રસૂરિના શિષ્ય રામચંદ્રસૂરિએ દર્ભિકાગ્રામ (ડભોઈ)માં સંસ્કૃત પદ્યબંધ ૩૨ કથા રૂપે વિક્રમચરિત્ર રચ્યું તેમાં પોતે ક્ષેમંકરગણિએ સંસ્કૃત ગદ્યમાં રચેલી સિંહાસન ત્રિશિકા પરથી પોતે તે બનાવેલ છે એમ સ્વીકાર્યું છે. આમાં પણ ૩૨ પુતલીની કથા છે. (પ્ર. ગૂ. ભા. સ્વ. મણિલાલ નભુભાઇનું કરેલું. વડોદરા દેશી કેળવણી ખાતા તરફથી સં. ૧૯૫૧), અને આ જ વર્ષમાં માઘ શુદિ ૧૪ ને દિને તે સૂરિએ સંસ્કૃત ગદ્યપદ્યમાં ૨૨૫૦ શ્લોકપ્રમાણ પંચદંડાતપત્ર છત્ર પ્રબંધ ખંભાતમાં રચ્યો કે જેમાં પંચદંડની કથા છે. (વે. નં. ૧૭૪૬; પ્ર. હી. હં. સન ૧૯૧૨; વેબર નં. ૧૫૮૦ બર્લિન સન ૧૮૭૭). ૬૮૮. આ વર્ષમાં ત. મુનિસુંદરસૂરિ શિ. શુભશીલ ગણિએ પણ વિક્રમચરિત્ર (પ્ર. હે. ગ્રં. અમદાવાદ) રચ્યું કે જેમાં વિક્રમ સંબંધીની અનેક હકીક્તો આવે છે. તે ઉપરાંત તે કર્તાએ બીજું કથાસાહિત્ય પણ બનાવ્યું - સં. ૧૫૦૪ માં પ્રભાવક કથા (ડો. ભાવ.) ૧૫૦૯ માં કથાકોશ-અપરનામ ભરતેશ્વર બાહુબલિ વૃત્તિ (પી. ૪, ૧૧૦; મિત્ર ૮, ૧૬૩ પ્ર. ગૂ. ભા. મગનલાલ હઠીસિંગ સન ૧૯૦૯) અને સં. ૧૫૧૮માં શત્રુજય કલ્પવૃત્તિની રચના કરી. મૂળ અને ગૂ. ભા. પ્ર. શ્રમણસ્થવિરા લય } વળી તેમણે અભિધાન ચિંતામણીને અનુસરી ઊણાદિનામમાલા (સાગર ભં. પાટણ) બનાવી. પ્રભાવક કથામાં પોતાના ગુરુભ્રાતાઓ-મુનિસુંદરસૂરિના શિષ્યોનાં નામ આપે છે કે:- વિશાલરાજ, રત્નશેખર, ઉદયનન્દિ, ચારિત્રરત્ન, લક્ષ્મીસાગર અને સોમદેવ, ઐતિહાસિક ગ્રંથોમાં પ્રબંધની ગરજ સારે એવા ગ્રંથો આ યુગમાં મુનિસુંદરકૃત ગુર્વાવલી ઉપરાંત રચાયા છે. ૬૮૯. ઐતિહાસિક ગ્રંથોમાં સં. ૧૪૯૨માં સોમસુંદરસૂરિ શિ. જિનમંડને કુમારપાલપ્રબંધ રચ્યો. તેમાં તેમણે કુમારપાલ આદિની હકીક્તો બહુ કાળજી રાખી એકઠી કરી છે. (વે. નં. ૧૭૦૮-૯; પી. ૧. ૮૨; કી. ૧૭૭; પ્રા. આ. સભા નં. ૩૪ સને ૧૯૭૧). આ કવિએ સં. ૧૪૯૮માં વળી શ્રાદ્ધગુણસંગ્રહ-વિવરણ (મિત્ર ૮, ૨૩૩ પ્રા. આ. સભા) અને ધર્મપરીક્ષા (પ્ર. આ. સભા નં. ૬૭) પણ રચેલ છે. સં. ૧૪૯૫માં જિનસુંદરસૂરિના શિષ્ય ચારિત્રરત્ન ગણિએ ચિત્રકૂટ (ચિતોડ)ના મહાવીરસ્વામીના મંદિરની પ્રશસ્તિ તરીકે મહાવીર પ્રશસ્તિ-ચિત્રકૂટ પ્રશસ્તિ (કાથવટે રી; જુઓ ટિપ્પણ નં. ૪૪૦ અને ૪૪૪) રચી તેમાંથી મળતી ઐતિહાસિક વિગતો પ્રકરણ પહેલાની ટિપ્પણમાં આપેલી છે અને સં. ૧૪૯૯માં દાનપ્રદીપ નામનો ગ્રંથ રચી ચિતોડમાં જ પૂરો કર્યો છે, ને તેમાં ૧૨ પ્રકાશ અને કુલ ૬૬૭૫ શ્લોકપ્રમાણ છે. દાનના પ્રકારો સમજાવી દરેક પર કથાઓ આપી છે. (પ્ર. આ. સભા નં. ૬૬ ગૂ. ભા. આ. સભા નં. ૫૦) સં. ૧૪૯૭ માં ઉક્ત જયચંદ્રસૂરિ શિષ્ય જિનહર્ષ ગણિએ ચિતોડમાં વસ્તુપાલ ચરિત્ર કાવ્ય રચ્યું કે જેમાં વસ્તુપાલના ચરિત્ર વિષે અનેક વિગતવાર હકીક્તો છે ને વિરધવલના પૂર્વજોનું વૃત્તાંત છે. (ગૂ. ભા. પ્ર. જૈ. ધ; ભા. ઇ. નં. ૧૭૧; ૧૮૭૧). [આ જિનહર્ષ પ્રા. માં રત્નશેખર કથા ચિતોડમાં (પી. ૪, ૧૧૧), સં. પ્રા. વિસંતિ સ્થાનક વિચારામૃત સંગ્રહ વિરમગામમાં સં. ૧૫૦૨ માં (પી. ૧, ૧૧૨ દે. લા. નં. ૬૦); પ્રતિક્રમણ વિધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy