SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૬૭૯ થી ૬૮૬ ૧૫મા સૈકાના વિદ્વાનો ૩૦૯ ૬૮૩. સં. ૧૪૭૧માં તાડપત્રપર લખાયેલી નમિસાધુષ્કૃત રૂદ્રાલંકાર ટિપ્પન અને તાત્પર્યપરિશુદ્ધિની પ્રતો ભાં. ઈ. માં છે. આ વર્ષ આસપાસ કાસદ્રહ ગચ્છના દેવચંદ્રસૂરિ શિષ્ય દેવમૂર્ત્તિ ઉપાધ્યાયે વિક્રમચરિત નામનો ગ્રંથ રચ્યો. તેમાં ૧૪ સર્ગ છે તેનાં નામ-વિક્રમાદિત્યની ઉત્પત્તિ, રાજ્યપ્રાપ્તિ, સુવર્ણપુરુષલાભ, પંચદંડછત્રપ્રાપ્તિ, દ્વાદશાવર્તવન્દનકફલસૂચક કૌતુક નયવીક્ષિ, દેવપૂજાફલસૂચક સ્ત્રી રાજ્યગમન, વિક્રમપ્રતિબોધ, જિનધર્મપ્રભાવસૂચક હંસાવલી વિવાહ, વિનયપ્રભાવ, નમસ્કારપ્રભાવ, સત્ત્વાધિક કથા કોશ, દાન ધર્મપ્રભાવ, સ્વર્ગારોહણ અને છેલ્લો સર્ગ સિંહાસન દ્વાત્રિંશકથા (બત્રીસ પુતલીઓની કથા)થી યુક્ત છે. લોકકથા સાહિત્યમાં વિક્રમાદિત્ય રાજા પ્રધાનપદ ભોગવે છે તેથી આ તે સાહિત્યનો વિશાલ ગ્રંથ છે.૪૫૨ ૬૮૪. સં. ૧૪૭૪માં પૌર્ણમિક ગચ્છના (ગુણસાગરસૂરિ શિ.) ગુણસમુદ્રસૂરિએ૪૫૩ સંયમસિંહ ગણિના આગ્રહથી જિનદત્તકથા (વે. નં. ૧૭૨૦), સં. ૧૪૭૫માં તાડપત્ર ૫૨ અજ્ઞાતકર્તાકૃત કુમારપાલપ્રબંધ લખાયો. (પા. સૂચિ નં. ૧૬) ૬૮૫. સં. ૧૪૮૦માં ત. (મુનિસુંદરીસૂરિ-હર્ષસેન શિ.) હર્ષભૂષણે શ્રાદ્ધવિધિવિનિશ્ચય (કાં. વડો. નં. ૧૦૧૬), અને અંચલમતદલન (કી. ૨, નં. ૩૬૦), તથા સં. ૧૪૮૬ માં પર્યુષણવિચાર રચ્યા. પોતાના ગુરુ તરીકે હર્ષસેનને જણાવવા ઉપરાંત સોમસુંદરસૂરિ અને મુનિસુંદરસૂરિ તેમજ મહિમચંદ્ર, જયચંદ્ર, ભુવનસુંદર અને જિનસુંદરસૂરિને પણ જણાવે છે (કાં. વડો. નં. ૨૯૪૯). તે જિનસુંદરે (સોમસુંદરસૂરિ શિષ્ય) સં. ૧૪૮૩માં દીપાલિકા કલ્પ (કાં. વડો. નં. ૧૦૧૫; લીં.) રચ્યો. ૬૮૬. બૃહત્ (વૃદ્ધ) તપાગચ્છના (રત્નાકરસૂરિની પરંપરાએ અભયસિંહસૂરિ-જયતિલકરત્નસિંહસૂરિના શિષ્ય) ચારિત્રસુંદર ગણિએ સ્તંભતીર્થ (ખંભાત)માં સં. ૧૪૮૪(૭)માં શીલદૂત નામનું ૧૩૧ શ્લોકમાં સુન્દર કાવ્ય રચ્યું (બુહૂ. ૨ નં. ૩૧૬ પ્ર. ય. ગ્રં. નં. ૧૮) કે જેમાં સ્થૂલિભદ્રે કામવાસનાને જીતી લીધી તેનું વર્ણન મેઘદૂતના દરેક શ્લોકનું ચોથું ચરણ તે કાવ્યના દરેક શ્લોકમાં પણ ચોથા ચરણ તરીકે આવે એ રીતની ઘટનાપૂર્વક-સમસ્યામય કાવ્ય કર્યું છે. વળી તેમણે કુમારપાલ ચરિત મહાકાવ્ય દશસર્ગમાં શુભચંદ્રગણિની અભ્યર્થનાથી ૨૦૩૨ શ્લોકમાં રચ્યું (પ્ર. આ. સભા નં. ૫૭) તેમાં પોતાના વિદ્યાગુરુ તરીકે જયમૂર્ત્તિ પાઠકને જણાવેલ છે. આ ઉપરાંત મહીપાલચિરત, આચારોપદેશ આદિ ગ્રંથો રચ્યા છે. ૪૫૨. આ ગ્રંથની કર્જાના સમય લગભગ લખાયેલી બે પ્રતો મળે છે :- એક તો સં. ૧૪૮૨માં {નહીં પણ જિનરત્નકોશ પૃ. ૩૪૯-૫૦ મુજબ સં. ૧૪૯૨માં, ડૉ. શિવપ્રસાદ મતે રાણા કુંભાનું શાસન સં. ૧૪૮૯ થી શરૂ થયું હોવાથી ૧૪૯૨ સાચો છે. કાલ સરોવર વો. ૭ સંખ્યા ૩. ૯૩} મેદપાટ-મેવાડમાં રાજા કુંભકર્ણના રાજ્યમાં વેસગ્રામમાં કાસદ્રહ ગચ્છના દેવચંદ્રસૂરિ (કર્તાના ગુરુ)ના શિષ્ય ઉદ્યોતનસૂરિના પટ્ટધર શિષ્ય સિંહસૂરિએ પોતાના વાચનાર્થે વાચનાચાર્ય શીલસુંદર પાસે લખાવી-તે (વે. નં. ૧૭૭૩), અને બીજી તે જ સિંહસૂરિએ તે જ રાજાના સમયમાં મહીતિલક પાસે સં. ૧૪૯૬માં લખાવી તે (લીં.) ૪૫૩. આ સૂરિના સં. ૧૫૧૧ આદિના પ્રતિષ્ઠા લેખ માટે જુઓ બુ. ૨, ૧૩૮ અને ૩૭૭, બુ. ૧, ૪૨૫ ૭૨૮ અને ૧૦૧૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy