SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ગુરુગુણ રત્નાકર કાવ્ય પૃ. ૧૭) વાદીઓને જીત્યા હતાં અને ષડાવશ્યકવૃત્તિ, શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્ર પર વૃત્તિ નામે અર્થદીપિકા સ. ૧૪૯૬માં કે જેને લક્ષ્મીભદ્રગણિએ શોધી હતી. (ભા. ૪, ૪૬૪ પ્ર. દે. લા. નં. ૪૮), શ્રાદ્ધવિધિવૃત્તિ-વિધિ કૌમુદી નામની વૃત્તિ સં. ૧૫૦૬માં (પ્ર. આ. સભા. નં. ૪૮ ગૂ. ભા. “જૈન ગ્રંથાવલી નં. ૩), આચારપ્રદીપ ૪0૬૫ શ્લોક પ્રમાણ સં. ૧૫૧૬માં (ભા. ૬, ૪૦ પ્ર. દે. લા. નં. ૭૧) કે જેમાં જિનહિંસ ગણિએ શોધન લેખનાદિમાં સહાય કરી હતી, તે અને કોઈના કહેવા પ્રમાણે હૈમવ્યાકરણ પર અવચૂરિ, પ્રબોધચંદ્રોદય વૃત્તિ આદિ ગ્રંથ રચ્યા. તેમને સ્તંભતીર્થમાં બાંબી નામના દ્વિ-ભટ્ટે બાલસરસ્વતી' નામનું બિરૂદ આપ્યું હતું. (ધર્મસાગર પટ્ટાવલી: હીરસૌભાગ્ય) પોતે પોતાને ભુવનસુંદરસૂરિના પણ શિષ્ય જણાવે છે (શ્રાદ્ધપ્રતિક્રમણવૃત્તિમાં). ૬૮૦. સોમસુંદરસૂરિના બહોળા શિષ્ય પ્રશિષ્યાદિના સમુદાયમાં વિશાલરાજ, ઉદયનંદિ, લક્ષ્મીસાગર, શુભરત્ન, સોમદેવ, સોમજય, વગેરે આચાર્યો, જિનમંડન, ચારિત્રરત્ન, સત્યશેખર, હેમહંસ, પુણ્યરાજ, વિવેકસાગર પંડિત, રાજવર્ધન અને ચારિત્રરાજ કે જેમણે દક્ષિણના વાદીના જીત્યા હતા, શ્રુતશેખર, વીરશેખર, સોમશખર, જ્ઞાનકીર્તિ, શિવમૂર્તિ, હર્ષમૂર્તિ હર્ષકીર્તિ, હર્ષભૂષણ, હર્ષવીર, વિજયશેખર, અમરસુંદર, લક્ષ્મીભદ્ર, સિંહદેવ, રત્નપ્રભ, શીલભદ્ર, નંદિધર્મ, શાંતિચંદ્ર, કે જેમણે શાંતિનાથનું સ્મરણ કરી વીરપ્રભુએ કરેલા તપ જેવું ઉગ્રતમ કર્યું હતું, તપસ્વી વિનયસેન, હર્ષસન, હર્ષસિંહ આદિ વાચક-ઉપાધ્યાયો પંડિતો હતા. - ૬૮૧. ઉક્ત આ. જયશેખરસૂરિના-મેરૂતુંગસૂરિના શિષ્ય માણિક્યસુંદરે ચતુર્વી ચમ્પ, શ્રીધરચારિત્ર સં. ૧૪૬૩માં (ક. છાણી {અને શ્રીધર ચરિત્ર ઉપર દુર્ગપદ વ્યાખ્યા સં. ૧૪૮૪માં પાટણમાં રચી. આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિ. પૃ. ૮૪ }), શુકરાજ કથા (ભા. ૧, નં. ૮૩ પ્ર. હંસવિજય જૈન ફ્રી ગ્રંથમાલા નં. ૨૦), (ચંદ્રધવલ) ધર્મદત્ત કથાનક (બુ૩, નં. ૧૬૦, કાં. છાણી, રીપોર્ટ, ૧૮૭૨-૭૩ નં. ૧૬૦; વે. નં. ૧૭૪૪), અને ગુણવર્મ ચરિત્ર સં. ૧૪૮૪ માં (કાં. છાણી; બુહુ ૪ નં. ૨૪૧; ખેડા ભં. {પાંચ ભાષામાં પ્ર. ચારિત્ર ફા.) રચ્યાં. તે ઉપરાંત ગુજરાતના રાજા શંખની સભામાં (સરખાવો તેની પ્રશસ્તિ વચ્ચે નરેશ્વરચ પુરતોડણૂ) ૪ સર્ગમાં મહાબલ મલયસુંદરી ચરિત (કાં. છાણી : પી. ૧ નં. ૩૧૩) રચ્યું હતું. ગુજરાતી ગદ્યમાં તેમણે રચેલા પૃથ્વીચંદ્ર ચરિત્ર સંબંધી હવે પછી જણાવશે. ૬૮૨. ઓ. મેરૂતુંગસૂરિના બીજા શિષ્ય નામે માણિજ્યશેખરસૂરિ થયા. તેમણે કલ્પનિર્યુક્તિ પર અવચૂરિ (બુ ૭ નં. ૧૯) અને આવશ્યક નિર્યુક્તિ દીપિકા (બુ. ૮ નં. ૩૭૩ {પ્ર. જિ. આ. .}). રચી. આ બીજા ગ્રંથમાં પોતાના અન્ય ગ્રંથોમાં નામ આપ્યાં છે કે પિંડનિર્યુક્તિ દીપિકા, (બુહુ. ૮ નં. ૩૮૯), ઓઘનિર્યુક્તિ દીપિકા, દશવૈકાલિક દીપિકા, ઉત્તરાધ્યયન દીપિકા, આચારાંગ દીપિકા અને નવતત્ત્વવિવરણ ને જણાવ્યું છે કે એકકતૃત્વથી આ સર્વે સહોદર રૂપ છે. ( નૃતયા થી અમી મસ્યા: સો:) {આ ઉપરાંત ભક્તમરસ્તોત્ર ટીકાનો ઉલ્લેખ આર્યકલ્યાણ ગો. ઍ. પૃ. ૮૬માં છે.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy