SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૬૭૩ થી ૬૭૮ સોમસુન્દરસૂરિના વિદ્વાન શિષ્યો ૩૦૭ ગ્રં.)માં ૫00 પદ્ય છે ને તેમાં શ્રમણ ભગવાન શ્રી મહાવીરથી લઈ લેખક સુધીના તપાગચ્છના આચાર્યોનો સંક્ષિપ્ત પરંતુ વિશ્વસ્ત ઇતિહાસ છે. વળી અધ્યાત્મકલ્પદ્રુમ-શાંતરસભાવના (વિ. સં. ૧૬૬૨; પ્ર. ધનવિજયકૃત ટીકાસહિત નિ. D.; {ધનવિ. + રત્ન વિ. ટીકા પ્ર. દે. લા.} ગૂ. ભા. જૈ. ધ. ભાવ.), ઉપદેશ રત્નાકર સ્વોપજ્ઞવૃત્તિ સહિત (પ્ર. કે. લા. નં. ૨૨; પ્રથમ ભાગ ગૂ. ભા. સહિત જૈન વિદ્યાપ્રસારક વર્ગ; વે. નં. ૧૫૭૨), અનેક પ્રસ્તાવોમાં જિનસ્તોત્રરત્નકોષ (પ્રથમ પ્રસ્તાવ પ્ર. જૈનસ્તોત્ર સંગ્રહ ય. ગ્રં.; વે. નં. ૧૮૦૦), જયાનંદચરિત્ર (કે જે તેમના શિષ્ય રત્નચંદ્ર ગણિએ શોધ્યું. (કાં. વડો.પ્ર. હી. હં.}), શાંતિકરસ્તોત્ર, મિત્રચતુષ્ક કથા (સુમુખાદિ ચરિત્ર કે જેનું શોધન શબ્દાનુશાસનમાં દક્ષ લક્ષ્મીભદ્રમુનિએ કર્યું. મુ.) {.. હર્ષ પુષ્પા.) સં. ૧૪૮૪, સીમંધરસ્તુતિ, પ્રા. માં પાક્ષિકસત્તરી, અંગુલસત્તરી રચેલ છે. આ સૂરિને સ્તંભતીર્થમાં ત્યાંના નાયક દફરખાને (જફરખાં. જુઓ. ઓઝાજીનો રા. ઈ. પૃ. પ૬૬, ટિ. ૨) “વાદિગોકુલસંકટ’ એ નામનું બિરૂદ આપ્યું હતું. (હીરસૌભાગ્ય ૧૪,૨૦૪) ૬૭૬. બીજા શિષ્ય જયચંદ્રસૂરિએ પોતાની વિદ્વત્તાથી “કૃષ્ણ સરસ્વતી’-કૃષ્ણવાÈવતા એ બિરૂદ ધારણ કર્યું હતું. (જુઓ ગુરુગુણ રત્નાકર આદિ). તેમણે કાવ્યપ્રકાશ, સન્મતિતર્ક વગેરે જેવા મહાન અર્થવાળા ગ્રંથો શિષ્યોને ભણાવ્યા હતા અને પ્રત્યાખ્યાન સ્થાનવિવરણ, સમ્યકત્વ કૌમુદી, પ્રતિક્રમણ વિધિ સં. ૧૫૦૬માં (મુ. પી. ૪, ૧૦૭) આદિ પ્રકરણો રચ્યાં હતાં. (ધર્મસાગરની પટ્ટાવલીમાં આપેલ જયસુંદર નામ ખરું નથી લાગતું.) ૬૭૭. ત્રીજા શિષ્ય ભુવનસુંદરસૂરિ થયા, તેમણે પરબ્રહ્મોત્થાપન સ્થલનો વાદગ્રંથ રચ્યો {પ્ર.લા.દ. વિદ્યા મં. જૈન દાર્શનિક ટે.સં' અંતર્ગત સં. નગીન શાહ) અને કુલાર્ક યોગાચાર્ય શબ્દનું અશાશ્વતપણુંઅનિત્યપણું બતાવવા ૧૬ અનુમાનો પર દશશ્લોકી કૃતિ નામે મહાવિદ્યા બનાવેલ અને તેના પર અજ્ઞાત ટીકાકારે (ચિરંતને) એક વૃત્તિ રચી હતી, છતાં આ સૂરિએ તે પર વિવૃત્તિ રચી અને તે વિવૃત્તિપર ટિપ્પણ-વિવરણ પણ રચ્યું અને વળી લઘુમહાવિદ્યા વિડંબન રચ્યું. (વે. નં. ૧૦૫૬; પ્ર. ગા. ઓ. સીરીઝ) તેમણે વ્યાખ્યાન દીપિકા આદિ ગ્રંથો રચ્યા છે (જુઓ રત્નશેખરકૃત શ્રાદ્ધપ્રતિકમણ વૃત્તિનું મંગલાચરણ). ૬૭૮. ચોથા શિષ્ય જિનકીર્તિસૂરિએ સં. ૧૪૯૪ માં નમસ્કારસ્તનપર સ્વપજ્ઞ વૃત્તિ (બુ. ૨ નં. ૨૯૨; બુ. ૬, નં. ૭૩૦) ઉત્તમકુમારચરિત્ર (પી. ૧, નં. ૨૪૪), શીલપર શ્રીપાલગોપાલકથા (વે. નં. ૧૭૬૧ પ્ર. આત્માનંદ જય ગ્રં. ડભોઈ), ચંપક શ્રેષ્ઠી કથા, પંચનિસ્તવ, સં. ૧૪૯૭ માં ધન્યકુમારચરિત્ર-દાનકલ્પ ૫૫ (ગુ. નં. ૧૪-૬), સં. ૧૪૯૮ (મનુનંદાશ્રક વર્ષ ?)માં શ્રાદ્ધગુણસંગ્રહ (બુ, ૬, નં. ૬૭૫) રચ્યાં. ૬૭૯. પાંચમા શિષ્ય રત્નશેખરસૂરિએ “બાળપણમાં પણ દક્ષિણ દિશાના (બેદરપુર આદિના- ૪૫૧. આ સંસ્કૃત પદ્ય ગ્રંથ પરથી સંસ્કૃત ગદ્યમાં ત. જ્ઞાનસાગર ઉપાધ્યાયના શિષ્ય ધન્યચરિત્ર રચ્યું. (વે. નં. ૧૭૪૨). Jain Education International For Private & Personal-Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy