SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ નિરાકરણ (બુહૂ. ૮, નં. ૩૯૪) રચ્યું. વળી ઓથ નિર્યુક્તિનો ઉદ્ધાર કર્યો. વળી તેમના બે મહાન ગ્રંથો એક વ્યાકરણ ૫૨ અને બીજો દર્શન ગ્રંથ પર છે તેનાં નામ ક્રિયારત્ન સમુચ્ચય (પી. ૬, ૧૭ ને ૧૯; પ્ર. ય. ગ્રં. નં. ૧૦) અને હિરભદ્રષ્કૃત ષદર્શન સમુચ્ચય ૫૨ તર્કરહસ્ય દીપિકા નામની ટીકા છે. ક્રિયારત્નસમુચ્ચય તે સિદ્ધહેમ વ્યાકરણમાંથી બહુ ઉપયોગી ધાતુઓ લઇ તેના દશગણના ગણવાર રૂપો સંદેહ ન રહે તેવી રીતે આપીને સં. ૧૪૬૬ માં સ્વગુરુ દેવસુંદરસૂરિના નિર્દેશથી રચ્યો છે.૪૫૦ અને ષડ્દર્શન સમુચ્ચય પરની ટીકામાં બૌદ્ધ તાર્કિકો નામે સૌદ્ધોદનિ, ધર્મોત્તરાચાર્ય, ધર્મકીર્ત્તિ, પ્રજ્ઞાકર, દિનાગ આદિ, તથા પુષ્કળ બ્રાહ્મણ ગ્રંથકારો જેવા કે અક્ષપાદ, વાત્સાયન, ઉદ્યોતકર, વાચસ્પતિ, ઉદયન, શ્રીકંઠ, અભયતિલકોપાધ્યાય, જયન્ત આદિનો ઉલ્લેખ કર્યો છે. (પ્ર. ડા. સ્વાલિસંશોધિત બિ. ઈ. માં, તથા જૈ. આ. સભા, વે. નં. ૧૬૬૭-૬૯ {હિન્દી ભાષાંતર, સોમતિલકસૂરિ કૃત લઘુવૃત્તિ અને અવસૂરિ સાથે પ્ર.ભા.જ્ઞા. સં. મહેન્દ્રકુમાર}). ૬૭૩. સોમસુંદરસૂરિના વિદ્વાન શિષ્યોનો પરિવાર મોટો હતો. પોતાના તેમજ પોતાના ગુરુના શિષ્યો પૈકી અનેકને તેમણે પોતે આચાર્યપદ આપ્યાં હતાં. તેમના શિષ્યો જબરા લેખકો, ઉપદેશકો, અને ગ્રંથકારો હતા. ૬૭૪. તેમાંના તેમના પટ્ટધર મુનિસુંદરસૂરિ (આચાર્ય પદ સં. ૧૪૭૮, સ્વ. ૧૫૦૩) સહસ્રાવધાની હતા. તેમની સૂરિમંત્રના સ્મરણ કરવાની શક્તિ જબરી હતી. તેથી અને ષષ્ઠ અષ્ટમ આદિ ઉપવાસોના તવિશેષથી પદ્માવતી આદિ દેવીઓ પ્રત્યક્ષ થતી હતી. દેવકુલપાટક-દેલવાડામાં શાંતિકર સ્તવ નવીન રચી તેનાથી મહામારિનો ઉપદ્રવ નિવાર્યો હતો અને રોહિણી (શિરોહી) નામના નગરમાં (તીડના) ઉપદ્રવનો નાશ કરવાથી તે નગરના રાજાએ મૃગયાનો નિષેધ કર્યો અને દેશમાં અમારિ પ્રવર્તાવી. (સોમસૌભાગ્ય સર્ગ ૧૦; ગુરુગુણ રત્નાકર શ્લોક ૬૭-૭૧) ૬૫. તેઓ સિદ્ધસારસ્વત કવિ હતા. તેમણે ૧૨-૧૪ વર્ષની નાની ઉંમરમાં સં. ૧૪૫૫માં ત્રૈવિદ્યગોષ્ઠી (મુદ્રિત, કી. ૨ નં. ૩૭૯ {પ્ર. હર્ષપુષ્પા.}) નામનો ગ્રંથ રચ્યો (જુઓ પારા ૬૫૩) તેમાં ન્યાય, વ્યાકરણ અને કાવ્ય એ ત્રણ વિદ્યાના વિષયોનો પરિચય આપ્યો છે. સં. ૧૪૬૬માં તેમણે એક વિજ્ઞપ્તિગ્રંથ પોતાના ગુરુ (આચાર્ય) દેવસુન્દરસૂરિની સેવામાં મોકલ્યો હતો. તેનું નામ ત્રિદશતરંગિણી છે. તેનું વિજ્ઞપ્તિપત્રોના સાહિત્ય અને ઇતિહાસમાં સૌથી વધારે મહત્ત્વ છે. તેના જેટલો મોટો અને પ્રૌઢ પત્ર કોઇએ પણ લખ્યો નથી. તે ૧૦૮ હાથ લાંબો હતો અને તેમાં એકથી એક વિચિત્ર અને અનુપમ એવાં સેંકડો ચિત્ર અને હજારો કાવ્ય લખવામાં આવ્યા હતાં. તેમાં ૩ સ્તોત્ર અને ૬૧ તરંગ હતાં. તે હાલ સંપૂર્ણ મળતો નથી. માત્ર ત્રીજા સ્રોતનો ગુર્વાવલી નામનો એક વિભાગ અને પ્રાસાદાદિ ચિત્રબંધ કેટલાંક સ્તોત્રો અહીં તહીં છૂટાં મળે છે. ગુર્વાવલી (પ્ર. ય. ૪૫૦. આ ગ્રંથની પ્રશસ્તિમાં જણાવ્યું છે કે ઇયદર (ઇડર)ના રાજાના માન્ય એવા વાછા નામના સંઘપતિના પુત્ર સાધુ વીસલે આની પ્રથમની દશ પ્રતિઓ લખાવરાવી. (જુઓ ટિપ્પણ ૪૪૧.) આ ગ્રંથકર્તાના પ્રતિષ્ઠા લેખો સં. ૧૪૬૯ના માટે જુઓ બુ. ૧, ૧૨૦૧; બુ. ૨, ૧૨૦. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy