________________
પ્રકરણ - ૨
સોમસુન્દર-યુગમાં સાહિત્યપ્રવૃત્તિ (સં. ૧૪૫૬ થી ૧૫૦૦)
जिनवदनसरोजे यो विलासं विशुद्ध
द्वयनयमयपक्षा राजहंसीव धत्ते ।। कुमतसुमतनीरक्षीरयो य॑क्तिकी
जनयतु जनतानां भारती भारती सा ॥ - જે રાજહંસની પેઠે બે નય વ્યવહાર અને નિશ્ચય)નો વિશુદ્ધ પક્ષ લઈને જિનના મુખકમલમાં વિલાસ કરે છે, જે અસત્ય મત અને સત્ય મત એ બંનેનો નીર-ક્ષીરની પેઠે વિવેક કરનારી છે તે ભારતી જનતાની ભારતીને પ્રકટ કરો.
श्री सोमसुन्दरगुरुप्रमुखा स्तदीयं त्रैवेद्यसागरमगाधमिहावगाह्य । प्राप्योत्तरार्थमणिराशिमनर्थ्यलक्ष्मीलीलापदं प्रदधते पुरुषोत्तमत्वम् ॥ सारस्वते प्रवाहे तेषां शोषंगतेऽधुना कालात् ।
शिष्यैरुपक्रियन्ते विद्यांभ: कूपकै र्लोकाः ॥ - તેમના (પૂવાચાર્ય ગુણરત્નાદિના) ત્રણ વિદ્યાના સાગરને અહીં અવગાહીને તેમાંથી મોંઘી લક્ષ્મીની લીલાના પદવાળા ઉત્તમ અર્થરૂપી મણિઓ પ્રાપ્ત કરીને શ્રી સોમસુંદર ગુરુ પ્રમુખ પુરુષોત્તમપણાને ધારણ કરે છે.
આધુનિક કાલથી લોકોનો સારસ્વત પ્રવાહ શોષાઈ ગયો હોવાથી વિદ્યારૂપી પાણીના કુવાઓ જેવા શિષ્યો લોકો ઉપર ઉપકાર કરે છે.
-મુનિસુંદરકૃત ગુર્નાવલી. ૬૭૨. સોમસુંદરસૂરિના ગુરુભાઇ ગુણરત્નસૂરિએ સં. ૧૪૫૭માં કલ્પાન્તર્વાચ્ય (ભક્તિ. ભાવ.), સં. ૧૪૫૯માં સપ્તતિકા પર દેવેન્દ્ર ગણિની ટીકા પર આધાર રાખી અવચૂર્ણિ (ડૉ. ભાવ.) તથા તે વર્ષમાં દેવેન્દ્રસૂરિકૃત કર્મગ્રંથો ઉપર અવસૂરિઓ, આતુરપ્રત્યાખ્યાન, ચતુદશરણ, સંસ્કારક અને ભક્તપરિશા એ ચાર પન્ના-પ્રકીર્ણકો પર અવસૂરિઓ તેમજ સામતિલકના ક્ષેત્રસમાસ પર (પી. ૬, ૪૨) અવચૂરિ, નવતત્ત્વ પર અવચૂરિ (વે. નં. ૧૬૨૨) રચી અને વાસોંતિકાદિ પ્રકરણ-અંચલમત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org