________________
૩૦૪
જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ મંડલિક નામના સાંડેરાના રહેવાશી પોરવાડ જૈને જયાનંદસૂરિના ઉપદેશથી અનેક પુસ્તકોનું લેખન કરાવ્યું.૪૪૯.
૬૭૦. આ સમયમાં તાડપત્રપર લખાયેલી પૈકી ઉપલબ્ધ પ્રતો નીચેની છે-સં. ૧૪૫૮માં સોમપ્રભાચાર્યકૃત કુમારપાલ પ્રતિબોધ-હેમકુમારચરિત સ્તંભતીર્થમાં (પા. મં.), સં. ૧૪૮૬માં સ્થાનાંગ પરની અભયદેવની વૃત્તિ (જે. ૪૦), ૧૪૮૭માં આવશ્યકચૂર્ણિ (જે. ૩૬), સં. ૧૪૮૮માં વિશેષાવશ્યક વૃત્તિનો પ્રથમ ખંડ (જે. ૩૭), લઘુકલ્પભાષ્ય (જે. ૪૧), ઔપપાતિક અને રાજપ્રશ્રીય પરની વૃત્તિઓ (જે. ૪૩), મલયગિરિકૃત નંદિટીકા (જે. ૧૩), અંગવિદ્યા (જ. ૧૫), અભયદેવકૃત ભગવતી વૃત્તિ (જે. ૪૮), ચંદ્રપ્રજ્ઞપિટીકા સ્તંભતીર્થમાં (જે. ૨૩), સં. ૧૪૮૯માં હારિભદ્રી જીવાભિગમ લઘુવૃત્તિ, જંબૂદીપપ્રજ્ઞપ્તિ અને તે પરની ચૂર્ણિ (જે. ૩૩), ઉત્તરાધ્યયન ચૂર્ણિ (જે. ૩૪), દશવૈકાલિક ચૂર્ણિ (જે. ૩૪), પિંડનિર્યુક્તિ-લઘુવૃત્તિ અને તે પરની મલયગિરિની વૃત્તિ (જે. ૩૯), જીવાભિગમવૃત્તિ, બૃહત્કલ્પવૃત્તિનો તૃતીયખંડ (જે. ૪૨), સ્તંભતીર્થમાં આવશ્યક પરની હરિભદ્રકૃત ટીકા (જે. ૯),
ન્યાયાવતારવૃત્તિ ટિપ્પન (જે. ૪), સૂર્યપ્રજ્ઞપ્તિ ટીકા સ્તંભતીર્થમાં (જે. ૨૪), સં. ૧૪૯૦માં. ખ. જિનભદ્રસૂરિના ઉપદેશથી હેમચંદ્રકૃત છંદોનુશાસનવૃત્તિ (જે. ૪), વ્યવહારચૂર્ણિ (જે. ૧૯), વ્યવહાર પર મલયગિરિની વૃત્તિનો દ્વિતીયખંડ (જે. ૩૬), બૃહત્કલ્પવૃત્તિનો દ્વિતીય ખંડ (જે. ૪૨), દશાશ્રુતસ્કંધ ચૂર્ણિ નિર્યુક્તિ, પંચકલ્પભાષ્ય અને ચૂર્ણિ (જ. ૪૨) વ્યવહારભાષ્ય અને દશાશ્રુતસ્કંધ નિયુક્તિ વૃત્તિ(?) (જે. ૪૩), ન્યાયપ્રવેશપંજિકા (જે. ૩૧), ૧૪૯૧માં સ્તંભતીર્થે જિનભદ્રસૂરિના કોશ માટે ઉત્તરાધ્યયન ટીકા (જ. ૧૨), શાંત્યાચાર્યકૃત ઉત્તરાધ્યયન વૃત્તિ (જે. ૩૮), સં. ૧૪૯૨માં શાંત્યાચાર્યવૃત આચારાંગ વૃત્તિ (જે. ૪૨) અને સં. ૧૪૯૩માં સ્તંભતીર્થે જિનભદ્રસૂરિના કોશ માટે સર્વસિદ્ધાંત વિષપદ પર્યાય (જે. ૨૩), વગેરે. - ૬૭૧. પ્રાયઃ આ સોમસુંદરસૂરિના સમયમાં ઇડરમાં દિગંબરી ભટ્ટારકોની ગાદી સ્થપાઈ અને ત્યાર પછી સોજીત્રામાં પણ થઈ.
૪૯. પેથડ (જુઓ પારા ૬૨૪)ના પ્રપૌત્ર મંડલિકે ગિરનાર આબુ આદિ તીર્થોમાં ચૈત્યોનો ઉદ્ધાર કરાવ્યો તથા અનેક ગામોમાં ધર્મશાળાઓ કરાવી. તે અનેક રાજાઓને માનીતો હતો. વિ. સં. ૧૪૬૮ના દુકાળ વખતે લોકોને અન્નાદિ આપી મદદ કરી. સં. ૧૪૭૭માં શત્રુંજય આદિ મહાતીર્થોની યાત્રા કરી અને જયાનંદસૂરિના ઉપદેશથી ગ્રંથલેખન સંઘભક્તિ આદિ ધર્મકૃત્યો કર્યા-જુઓ મુનિ પુણ્યવિજયનો લેખ “એક ઐતિહાસિક જૈન પ્રશસ્તિ'- પુરાતત્ત્વ પુ. ૧-૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org