SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૬૬૬ થી ૬૬૯ સોમસુંદરસૂરિ-કાગળ ઉપર ગ્રંથલેખન સ્તંભતીર્થનો સૌવર્ણિક લખમસિંહ કુલનો મદન તથા તેનો ભાઇ વીર તીર્થયાત્રાઓ, આચાર્યપદમહોત્સવો પ્રતિષ્ઠા વગેરે સુકૃત્યોથી જિનમતને દીપાવતા હતા. ઘોઘામાં વસ્તુપતિ વિરૂપે ઘણાં મહોત્સવ અને યાત્રાઓ કરી. પંચવારક દેશમાં સંઘપતિ મહુણસિંહે સોમસુંદર સૂરિના ઉપદેશથી પ્રતિબોધ પામી ત્યાં ઉંચા શિખરોથી વીંટાયેલો જૈનપ્રસાદ બંધાવ્યો કે જેમાં શીલભદ્ર વિબુધે (ઉપાધ્યાયે) પ્રતિષ્ઠા કરી. આમ સૂરિના અનેક વિદ્વાન સમૃદ્ધ શ્રાવકો હતા. આવા સૂરિ સં. ૧૪૯૯માં સ્વર્ગસ્થ થયા.' ૩૦૩ ૬૬૭. વિશેષમાં આ યુગમાં ખાસ ભવ્ય અને કલા કૌશલ્યનાં મંદિરો માટેનાં સ્થળો ગુજરાતની સીમાપાર અને આસપાસ પણ શોધાયાં. જેસલમેરનાં સં. ૧૪૭૩માં ત્યાંના ધર્મપ્રેમી રાજા લક્ષ્મણના નામથી ‘લક્ષ્મણવિહાર’ નામનું પાર્શ્વજિનાલય ખ. જિનવર્ધનસૂરિએ પ્રતિષ્ઠિત કર્યું. રાણપુરનું મંદિર સં. ૧૪૯૬માં ધરણાશાએ કરેલું તે ઉ૫૨ કહેવાઇ ગયું છે. ૬૬૮. આજ સમયમાં અહમદશાહ બીજાએ અમદાવાદમાં જામામસીદ બંધાવી કે જે ત્યાં સ્થાપત્યની દૃષ્ટિએ મુખ્ય ધ્યાન ખેંચે એવી છે. ‘આ બંને મકાનો (આ મસીદ અને ઉક્ત રાણકપુર મંદિર) સમકાલીન હોવા છતાં એ જૈનમંદિર આ મસીદના કરતાં વધારે સારૂં અને ભવ્ય લાગે છે, કારણ કે તેમાં ખરેખરી કળા છે.’૪૪૭ ૬૬૯. જૈન સાધુઓએ પુસ્તકોનું લખાવવું અને સંગ્રહવું ખાસ આવશ્યક ગણીને તે માટે બહુ ભગીરથ પ્રયાસ સેવ્યો છે. પહેલાં ઘણું કરી તાડપત્રો ઉપર જ ગ્રંથો લખવાની પ્રથા હતી, પરંતુ આ સમયમાં તે પ્રથામાં ઘણો મોટો ફેરફાર થયો. આ વખતે કાં તો તાડપત્રોની પ્રાપ્તિ દુર્લભ થઇ ગઈ હોય, યા તો કાગળોની પ્રવૃત્તિ વિશેષ વધી ગઈ હોય-ગમે તે હો, પરંતુ (આ અરસામાં તાડપત્રો પર લખવું એકદમ પ્રાયઃબંધ થયું અને તેનું સ્થાન કાગળોએ લીધુ. તાડપત્રપર જેટલા જૂના ગ્રંથ લખાયા હતા તે સર્વની નકલ આ સમયમાં કાગળ પર કરવામાં આવી હતી. ગૂજરાત અને રાજપૂતાનાના પ્રસિદ્ધ ભંડારોની તાડપ્રતોનો આ એક જ સમયમાં એકી સાથે જીર્ણોદ્ધાર થયો હતો. પાટણ અને ખંભાતના ગ્રંથોનું કાગળો પરનું સંસ્કરણ ગુજરાતમાં તપાગચ્છના આચાર્ય દેવસુંદર અને સોમસુન્દર સૂરિની મંડળીએ કર્યું, અને રાજપુતાનામાં જેસલમેરનાં શાસ્ત્રોનો સમુદ્ધાર ખરતરગચ્છના અધિપતિ જિનભદ્રસૂરિની મંડળીએ કર્યો હતો. ઐતિહાસિક ઉલ્લેખોથી જણાય છે કે આ સમયમાં પુસ્તકોદ્ધારના કાર્યનો પ્રવાહ અતિ તીવ્રવેગથી વહેવા લાગ્યો હતો. આ ૧૫મી શતાબ્દીના મધ્ય અને અંતમાં કંઇ લાખો પ્રતિઓ લખાઇ હશે.) તેવા ઉલ્લેખો પૈકીમાં સં. ૧૪૭૨માં ખંભાતના મોઢ જ્ઞાતિના પર્વત૪૮ નામના શેઠે જૈનોનાં ૧૧ મુખ્ય અંગો આગમો મોટો ખર્ચ કરી સોમસુંદરસૂરિ દ્વારા લખાવ્યાં હતાં. ૪૪૭. રા. ગજાનન પાઠકનો લેખ નામે ‘ગુજરાતનું સ્થાપત્ય’-સુરત ગૂ. સા. પરિષદનો અહેવાલ. ૪૪૮. પર્વત અને તેના મોટાભાઇ રામે સં. ૧૪૬૮ અને તે પછીનાં બે વર્ષોમાં પડેલા દુકાળમાં પોતાના ધનથી જઘન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારના સત્રાગાર-દાનશાળા માંડી હતી તથા શત્રુંજય ગિરનાર આબુ જીરાપલ્લિપાર્શ્વનાથ (જીરાઉલા) આદિ અનેક તીર્થક્ષેત્રોમાં તથા અન્ય સત્કાર્યોમાં ઘણું દ્રવ્ય ખર્યું હતું. જુઓ જૈન છે. ડૉ. હેરલ્ડ ઓગસ્ટ-સપ્ટેમ્બર ૧૯૧૩નો સંયુક્ત અંક પૃ. ૪૨૮-૪૩૨ ‘એક ઐતિહાસિક પ્રશસ્તિ,’ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy