SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ચારે બાજુ ભદ્રપ્રાસાદથી વિંટાયેલો કરાવ્યો ને તેનું નામ ‘ત્રિભુવનદીપક’ આપ્યું. તેમાં ઋષભદેવની ચાર પ્રતિમા-ચોમુખ રખાવી ને તેમાં સોમસુંદરસૂરિએ પ્રતિષ્ઠા કરી. (સં. ૧૪૯૬).૪૪૬ તે વખતે સોમદેવ વાચકને આચાર્યપદ આપ્યું. ૬૬૬. દેવકુલપાટકમાં દેવગિરિથી આવેલ શ્રીમંત શ્રાવક નામે મહાદેવે કરેલા ઉત્સવપૂર્વક ગુરૂએ રત્નશેખર વાચકને સૂરિપદ આપ્યું. (ને લક્ષ્મીસાગરને ગણિપદ આપ્યું. સં. ૧૪૯૬) ચિત્રકૂટમાં ગુણરાજના પુત્ર બાલે કિલ્લામાં કીર્ત્તિસ્તંભ પાસે ચાર દેવકુલિકા સમેત એક ઉંચું જિનચૈત્ય કરાવી તેમાં સોમસૂરિએ ત્રણ જિનબિંબની પ્રતિષ્ઠા કરી. કપિલપાટકપુરમાં વીજા ઠકકુરે કરાવેલા ચૈત્યમાં સોમગુરુએ શાંતિનાથની પ્રતિષ્ઠા કરી. અમદાવાદના પાતશાહ-અહમ્મદશાહના માન્ય સમરસિંહ સોનીએ ગુરુના ઉપદેશથી સિદ્ધાચલની યાત્રાએ આવી ગિરિનારની યાત્રા કરી નેમિનાથના ત્રણ કલ્યાણકના ચૈત્ય-એટલે વસ્તુપાળના પ્રાસાદનો ઉદ્ધાર પોતાના કાકા માલદેવની સંમતિથી કર્યો. તેમાં અને બેદરનગરમાંના પાતશાહના માન્ય પૂર્ણચંદ્ર કોઠારીએ ગિરનાર પર મોટું જિનચૈત્ય બંધાવ્યું તેમાં, ગચ્છનાથના વચનથી જિનકીર્તિસૂરિએ પ્રતિષ્ઠા કરી, ગંધારના લક્ષોબા નામના સંઘપતિએ ગિરનાર પર કરાવેલા ચતુર્મુખ જિનાલયમાં, સોમદેવ ગુરુએ પ્રતિષ્ઠા કરી. મંજિગનગરના ઘૂંટ નામના શ્રેષ્ઠિએ પિત્તળની અસંખ્ય ચોવીસીનાં બિબો કરાવ્યાં તેની સોમગુરુએ પ્રતિષ્ઠા કરી. પાટણના શ્રીનાથ નામના વણિકે સોમસુંદરસૂરિને બોલાવી તેમની સાથે શત્રુંજય અને ગિરનારની યાત્રા કરી. તેના પાંચ પુત્રો સંઘપતિ મંડન, વચ્છ, પર્વત, સંઘપતિ નર્મદ, અને સંઘપતિ ડુંગર પાટણમાં રહી સૂરિના ભક્ત તરીકે જિનમતની પ્રભાવના કરતા હતા. (ત્યાંનો) પાતશાહનો બહુમાન્ય કાલાક સૌવણિક (સોની), અને ૪૪૬. સં. ૧૪૯૬ રાણપુરના જૈન મંદિરનો શિલાલેખ- ‘ભાવનગર ઇનસ્ક્રિપ્શન્સ' પૃ. ૧૧૪, લેખાંક ૩૦૭ જિ. ૨; તેમાં જણાવેલું છે કે સં. ૧૪૯૬ વર્ષમાં શ્રી બપ્પ (મેવાડના રાજાઓની વંશાવલી)... ના ૪૧મા હિંદુસુરત્રાણ' ષદર્શન ધર્માધાર પ્રજાપાલક વિદ્વાન રાણાશ્રી કુંભકર્ણના વિજયમાન રાજ્યે તેના પ્રસાદપાત્ર ધરણાક કે જેણે અહમ્મદ સુરત્રાણના આપેલા ફુ૨માણવાળા સાધુશ્રી ગુણરાજ સંઘપતિનું સાહચર્ય કરી આશ્ચર્યકારી દેવાલયોના આડંબરપુરઃસર શ્રી શત્રુંજયાદિ તીર્થની યાત્રા કરી હતી. અજાહરી (અજારી), પીંડરવાટક (પીંડવાડા-બંને શિરોહીરાજ્યમાં) સાલેરા (ઉદેયપુર રાજ્યમાં) આદિ બહુ સ્થાનોમાં નવીન જૈનવિહાર અને જીર્ણોદ્ધાર, પદસ્થાપના, વિષમસમયે સત્રાગાર (એવા) નાના પ્રકારના પરોપકારથી શ્રી સંઘના સત્કાર આદિ અગણ્ય પુણ્યનાં કાર્ય કરી મનુષ્યજન્મ સફલ કરેલ હતો અને જે પ્રાગ્ધાટ સં. માંગણ સુત સં. કુરપાલનો ભાર્યાં કામલદેવથી થયેલ પુત્ર હતો, તેણે મોટાભાઇ રત્ના તેની ભાર્યા રત્નાદેથી થયેલ પુત્રો સં. લાખા મજા સોના સાલિગ તેમજ પોતાની ભાર્યા સં. ધારલદેથી થયેલ પુત્ર જાજા જાવડ આદિ વર્ધમાન સંતાનયુક્ત થઈ ઉક્ત (રાણા કુંભકર્ણના વસાવેલા રાણપુર નગ૨માં તેના જ સુપ્રસાદ અને આદેશથી ‘ત્રૈલોક્યદીપક’ નામનો શ્રી ચતુર્મુખ યુગાદીશ્વર વિહાર કરાવ્યો અને બૃહત્તપાગચ્છે. શ્રી સોમસુંદરસૂરિએ તેમાં પ્રતિષ્ઠા કરી. તેમાં સૂત્રધા૨ દેપાક હતો. આ મંદિરના વિશેષ વર્ણન માટે જુઓ ડી. આર. ભંડારકરનો લેખ આર્કી. સર્વે. ઇંડિયા સન ૧૯૦૭-૦૮ નો વાર્ષિક રીપોર્ટ.) ઉક્ત ધરણાકના જ્યેષ્ઠભ્રાતા રત્નસિંહના પુત્ર સાલિગના પુત્ર સહસા કે જેને માલવાના ગ્યાસદીને ધર્માધિક ધીસખાઓમાં (મંત્રીઓમાં) અગ્રણી કર્યો હતો તેણે સુમતિસુંદરસૂરિનો ઉપદેશ ધારી લક્ષ (?) નામના રાજાની અનુમતિ મેળવી અર્બુદિરિપર અચલગઢમાં ઉંચો ચતુર્મુખ પ્રાસાદ કરાવી ૧૨૦ મણ ધાતુનું એક જિનબિંબ પોતે કરાવેલું તે તેણે તેમાં પ્રતિષ્ઠિત કર્યું. (ગુરુ ગુણરત્નાકર કાવ્ય પૃ. ૪૫-૪૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy