SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૬૬૫ સોમસુદરસૂરિ ધરણાશા-રાણકપુર ૩૦૧ ૬૬૫. મધુમતિ (મહુવા) આવી સૂરિ પાસે જિનસુંદર વાચકને સૂરિપદ અપાવ્યું. ત્યાંથી દેવપત્તન (પ્રભાસપાટણ), મંગલપુર (માંગરોળ), જીર્ણદુર્ગ (જુનાગઢ) આવી ગિરનારની યાત્રા કરી. ગુણરાજ પાછો સ્વનગર કર્ણાવતી આવ્યો. પછી દેવકુલપાટકમાં પુનઃ સોમસુંદરસૂરિ (ત્રીજી વખત) આવ્યાં ત્યાં લાખા રાજા (સં. ૧૪૩૯-સં. ૧૪૭૫) ના માન્ય એવા વીસલને ખીમા નામની સ્ત્રીથી ધીર અને ચંપક નામના પુત્રો હતા. આચાર્ય વિશાલરાજને વાચક પદ આપ્યું ને તેનો ઉત્સવ વીસલે કર્યો. (ચિત્રકુટ (ચિતોડ)માં વીસલે શ્રેયાંસનાથનો વિહાર કરાવ્યો હતો. વીસલના સ્વર્ગવાસ પછી તેની સ્ત્રી અને રામદેવની પુત્રી નીતિ-ખીમાઈએ અને પુત્ર ચંપકે ૯૩ આગળ પ્રમાણ અતબિંબ (પાર્શ્વનાથનું-“ગુરુ ગુણરત્નાકર' પૃ. ૧૨) ઘડાવી બીજા બે કાયોત્સર્ગસ્થ બિંબ સહિત ચૈત્યમાં સ્થાપિત કર્યું અને તેનું “મનોરથ કલ્પદ્રુમ' એવું નામ આપ્યું; તેમાં સોમસુંદર આચાર્યે પ્રતિષ્ઠા કરી.૪૫) વળી ચંપકે કરેલા ઉત્સવપૂર્વક જિનકીર્તિ વાચકને સૂરિપદ અને બીજા કેટલાક મુનિઓને પંડિતપદ અને કેટલાકને મુનિદીક્ષા આપી. રાણપુરના ધરણ નામના સંઘપતિના આગ્રહથી આચાર્ય રાણપુર (રાણકપુરસાદડી પાસે, અમદાવાદથી ૩૦ ગાઉ દૂર) ગયા ને ત્યાં ૮૪ સ્તંભવાળી ધરણે બંધાવેલી પૌષધશાળામાં ઉતર્યા. ધરણ કે જે પહેલાં સ્વ દેવાલય સહિત ઉક્ત ગુણરાજની સંઘયાત્રામાં ગયો હતો તેણે આચાર્યના ઉપદેશથી સિદ્ધપુરના “રાજવિહાર' નામના વિહાર જેવું ચૈત્ય બંધાવ્યું-તે પ્રાસાદ ઘડેલા પાષાણોના બંધાવેલા પીઠબંધવાળો, ત્રણ ભૂમિકાનો, મંડપોથી મંડિત મધ્યભાગવાળો, પુતળીઓ આદિ ચિત્રો અને અતિભક્તિ હતી, તેને પાંચ પુત્રો નામે ગજ, મહિરાજ, બાલ, કાલૂ અને ઈશ્વર તથા ગંગા જેવી ગંગાદેવી નામની ભાર્યા હતી. મહિરાજ યૌવનમાં મરણ પામ્યો. બાલે વ્યવસાય હેતુએ ચિત્રકૂટમાં વાસ કર્યો અને ત્યાં તે મોકલ રાજાથી બહુમાન પામ્યો. પોતાના ભાઈ આંબાકને મનાક તથા જયતાને જિનરાજ નામના પુત્ર થયેલ હતા. હેમાચાર્યને કુમારપાલ તેમ સોમસુંદરને ગુણરાજ હતો. આ ગુણરાજે ચિત્રકૂટ પર મોકલ રાજાના આદેશથી તે રાજાનો ઘણો પ્રસાદ કીર્તિસ્તંભ પાસેના પ્રાસાદનો ઉદ્ધાર કર્યો કે જે ઉંચા મંડપ તથા દેવકુલિકાઓથી વધુ શોભા પામતો હતો. આમાં તેના પુત્ર ઉપર્યુક્ત બાલને તેના કાર્યમાં દેખરેખ રાખવા રોકયો હતો. તે તૈયાર થયા પછી ગુણરાજના પાંચ પુત્રોએ વર્ધમાન જિનની નવીન પ્રતિમા સ્થાપી અને તેની સોમસુંદરસૂરિએ પ્રતિષ્ઠા કરી. સં. ૧૪૮૫ માં. (પ્રતિષ્ઠા પહેલાં ગુણરાજનો સ્વર્ગવાસ થયો લાગે છે.) જે કીર્તિસ્થંભ ઉપર જણાવ્યો છે તે કીર્તિસ્તંભ પ્રાધ્વંશ (પોરવાડ) સંઘવી કુમારપાલે આ પ્રાસાદની દક્ષિણે બંધાવ્યો હતો, એ હકીક્ત બરાબર નથી તે માટે “ચિતોડનો જૈન કીર્તિસ્તંભ' એ ચિત્રનો પરિચય (ચિત્રપરિચયમાં) વાંચો. (ઓઝાજી કહે છે કે સાત ભૂમિવાળો જૈન કિર્તિસ્તંભ દિગંબર સંપ્રદાયના બધેરવાલ મહાજન સા નાના પુત્ર જીજીએ વિ. સં. ચૌદમી સદીના ઉત્તરાર્ધમાં બનાવ્યો હતો. રા. ઈ. ૧, પૃ. ૩પ૨. આ વાત બરાબર લાગતી નથી, કારણ કે તે સપ્રમાણ નથી) આ કથન પણ યથાર્થ નથી લાગતું. તે માટે પણ ‘ચિતોડનો જૈન કીર્તિસ્તંભ' એ ચિત્રનો પરિચય ચિત્રપરિચયમાં વાંચો અને આ પ્રાસાદ મૂળ ચિત્રકૂટમાં વસતા ઉકેશ (ઓસવાલ) વંશના તેજાના પુત્ર ચાચાએ કીર્તિસ્થંભની ઉત્તરે બંધાવ્યો હતો. ચિત્રકૂટના આ મહાવીરપ્રાસાદની પ્રશસ્તિ ચારિત્રરત્ન ગણિએ સં. ૧૪૯૫ માં રચી, કે જેમાંથી ઉપરનું લીધું છે તે આખી પ્રશસ્તિ રો. એ. જ. પુ. ૩૩ નં. ૬૩ સન ૧૯૦૮ ૫. ૪૨ થી ૬૦ માંડી. દેવધર ભંડારકરે પ્રકટ કરાવી છે. ૪૪૫. આ મંદિર વર્તમાનમાં વિદ્યમાન નથી. દેવકુલપાટકમાં સં. ૧૪૮૫માં ઉક્ત ખીમાએ પોતાના પુત્ર સા. ધીરા દીપા પાસા આદિ સાથે નંદીશ્વરપટ્ટ કરાવેલો તે સોમસુંદરસૂરિએ પ્રતિષ્ઠિત કરીને તપા શ્રી યુગાદિદેવ પ્રાસાદમાં સ્થાપિત કર્યો, અને સં. ૧૪૯૪ માં ઉક્ત ધીરા પત્ની સા. રાજા રત્નાદે પુત્રી માહલ્લદેએ કરાવેલ આદિબિંબની તે સૂરિએ પ્રતિષ્ઠા કરી એવા બે લેખો હાલમાં મળી આવે છે જુઓ-દેવકુલા પટક' પૃ. ૧૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy